Book Title: Mahavira Bhagwana
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201001/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧. ભગવાન મહાવીર CCC ) 0 ન ( એ. સમવસરણમાં બિરાજી વાચના આપતા ભગવાન મહાવીર આશરે ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ધર્મનું સ્વરૂપ બહુ જ વિકૃત થઇ ગયું હતું. સમાજના ચાર વર્ગોની જે વર્ણવ્યવસ્થા હતીબ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર - તે લગભગ ભાંગી પડવાને આરે હતી. બ્રાહ્મણો જ શિક્ષિત હતા અને પોતાની જાતને શ્રેષ્ઠ માનતા. તો બીજી બાજુ શુદ્રો પાસે હલકામાં હલકું કામ કરાવીને પણ સમાજની સેવા કરાવતા. તેઓ બીજો કોઈ કામ ધંધો કરી શકે નહિ. યજ્ઞો ત્યાગના પ્રતીકના બદલે હિંસામય બન્યા હતા. ભગવાનને પ્રસન્ન કરવા માટે પશુનો ભોગ આપવો એ તો સર્વસામાન્ય ઘટના હતી. ઈશ્વર પ્રસન્ન થઈ તેમની દરેક ઇચ્છા પરિપૂર્ણ કરશે તેવું માનતા. આવી સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિમાં ઈ. સ. પૂર્વે પ૯૯ ના ચૈત્ર સુદ ૧૩ ના દિવસે ભગવાન મહાવીરનો જન્મ થયો. તેમનો જન્મ દિવસ એપ્રિલ માસમાં આવે અને તેને આપણે જન્મકલ્યાણક તરીકે મનાવીએ છીએ. ભગવાન મહાવીરનો જન્મ હાલના બિહાર રાજ્યમાં ક્ષત્રિયકુંડ અથવા કુંડલપુરના ક્ષત્રિય રાજવી કુળમાં થયો હતો. માતા ત્રિશલા જૈન કથા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થકો વૈશાલીના રાજા ચેટકનાં બહેન હતાં તથા પિતા સિદ્ધાર્થ રાજવી કુળના હતા. ભગવાન મહાવીરને નંદીવર્ધન નામે મોટાભાઈ તથા સુદર્શના નામની બહેન હતી. ભગવાન મહાવીર માતાના ગર્ભમાં હતા ત્યારથી રાજવી કુટુંબમાં સોનું-ચાંદી તથા રાજ્યમાં ધનધાન્યની અકલ્પિત વૃદ્ધિ થઈ હોવાથી તેમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું જેનો અર્થ ‘વૃદ્ધિ’ એવો થાય. T - |ીને કી લિશ પ૬ દિક્યુમારીઓ દ્વારા ભગવાન મહાવીરનો જન્મ મહોત્સવ વર્ધમાન બાળપણથી જ નીડર, બળવાન, જ્ઞાની અને પ્રેમાળ હતા. વિદ્યાભ્યાસમાં પણ તેઓ ખૂબ જ ચતુર હતા. શિક્ષક એમનું જ્ઞાન જોઈ આશ્ચર્ય પામતા. એકવાર ગૃહ ઉદ્યાનમાં આમલી-પીપળીની રમત રમતા હતા ત્યારે ઝાડ પર ભયંકર વિષધર સાપને વીંટળાયેલો જોઈ, બીજા છોકરાઓ ડરીને નાસી ગયા પણ વર્ધમાને ડર્યા વગર તેને પકડીને દૂર મૂકી દીધો. નીડરતાનો ગુણ હોઈ વર્ધમાન વિજયી બન્યા. વિકરાળ રાક્ષસ વર્ધમાનને ડરાવવા આવ્યો પણ તેવે સમયે તેમણે તેમની વીરતા અને ધીરતાનો પરચો બતાવ્યો અને તેઓ મહાવીર તરીકે ઓળખાયા. તેઓ નાની ઉંમરે જ સમજી ગયા હતા કે ભૌતિક સુખ સાહ્યબી કાયમ રહેવાના નથી અને તે બીજાને દુ:ખી અને ગુલામ જ બનાવે છે. તેથી તેમણે ભૌતિક સુખ સંપત્તિ તથા સંસાર ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. તે જાણતા હતા કે તેમના નિર્ણયથી માતા-પિતા દુઃખી થશે એટલે તેમની હયાતી સુધી આ વિચાર દર્શાવ્યો નહિ. તેઓ ૨૮ વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતાનું મૃત્યુ થયું. હવે એમણે સંસારના ત્યાગની ઇચ્છા દર્શાવી. મહાવીરના આ નિર્ણયથી મિત્રો તથા અન્ય સભ્યો પણ દુઃખી થયા એટલે મોટાભાઈના કહેવાથી બે વર્ષ માટે એમણે સંસાર ત્યાગનો વિચાર મોકુફ રાખ્યો. આ સમય દરમિયાન તેમણે તેમની સંપત્તિ ગરીબો તથા જરૂરિયાતવાળાને દાનમાં આપવા માંડી. 18 જૈન કથા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અંતે ત્રીસ વર્ષની ઉંમરે સંસાર ત્યાગી સાધુ બન્યા. બાર વર્ષ અને છ મહિના ભગવાન મહાવીરે ધ્યાન અને સંયમની સાધનામાં લગભગ મૌનપણે પસાર કર્યા. પશુ, પક્ષી તથા ઝાડપાનને પણ ક્યારેય પોતાના હાથે દુઃખ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખતા. એમની આ સાધનામાં ઉપવાસના દિવસો વધારે હતા. ખુલ્લા પગે ઘેર ઘેર ફરી ગોચરી લેતા અને સમતાપૂર્વક જીવનમાં આવતા ઉપદ્રવોને સહન કરતા. આ સાડાબાર વર્ષના સાધનાકાળ દરમિયાન એમણે - • ભયંકર વિષધર ચંડકૌશિકને પ્રેમથી શાંત કર્યો. • બળદ શોધતાં ખેડૂતે કાનમાં ખીલા ઠોક્યા તે પણ સમતાપૂર્વક સહન કર્યા. • ચંદનબાળાના બાકળા સ્વીકારી પાંચ માસ અને પચ્ચીશ દિવસના ઉપવાસનું પારણું કર્યું. • ગ્રામ્ય અશિક્ષિત લોકો દ્વારા થયેલી કનડગત અને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો શાંતિથી અને ક્ષમા ભાવનાથી કર્યો. આ સાધનાના સમય દરમિયાન તેમણે આધ્યાત્મિક પ્રગતિ સાધી ચારેય ઘાતી કર્મોનો નાશ કર્યો. એમણે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો સાક્ષાત્કાર કર્યો. આને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું કહેવાય છે. હવે તેઓ ભગવાન મહાવીર અથવા મહાવીરસ્વામી કહેવાયા. બીજા ૩૦ વર્ષ સુધી સમગ્ર ભારતમાં ખુલ્લે પગે વિહાર કરી સહુને પોતાને સાક્ષાત્કાર થયેલા મુક્તિના માર્ગનો ઉપદેશ આપ્યો. મહાવીરસ્વામીની દૃષ્ટિએ ગરીબ અને તવંગર, રાજા અને પ્રજા, સ્ત્રી અને પુરુષ, સાધુ અને શાહજાદા, છૂત અને અછૂત સહુ સમાન હતા અને આધ્યાત્મિક પ્રગતિના માર્ગના હકદાર હતા તેથી ઘણી સ્ત્રીઓ પણ સંસારનો ત્યાગ કરીને પરમ સત્યની શોધ માટે મહાવીરસ્વામીના ચીંધેલા માર્ગે ચાલી નીકળી. મહાવીરસ્વામીએ ચતુર્વિધ સંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની સ્થાપના કરી. ભગવાન મહાવીરે વ્યાખ્યાનરૂપે જે ધર્મોપદેશ આપ્યો તે તેમના અનુયાયીઓએ સૂત્રરૂપે ૧૨ શાસ્ત્રોમાં સાચવ્યો જેને ‘અંગ આગમ સૂત્ર’ કહેવાય છે. શ્રુતકેવલી આચાર્યોએ આગમ સૂત્રની વિશેષ સમજણ આપતા ઘણાં શાસ્ત્રો રચ્યાં. આ બધા જ શાસ્ત્રોને જૈન ધર્મગ્રંથો કહેવાય છે અને એ ધર્મગ્રંથો આગમના નામથી ઓળખાય છે. મૌખિક પરંપરા દ્વારા સચવાયેલા આ શાસ્ત્રો લગભગ પંદરસો વર્ષ પહેલાં પહેલી વખત તાડપત્રી પર લખાયા હતા. કેટલાક પુસ્તકો સચવાયા છે તો કેટલાક નાશ પામ્યાં છે. જન્મ-મૃત્યુના ફેરામાંથી મુક્તિ મેળવી અંતિમ પરમ શાંતિ કેમ મેળવવી એ જ એમનો ઉદ્દેશ હતો. આને જ નિર્વાણ કહો કે મોક્ષ. આ મેળવવા માટે કર્મનો નાશ કરવો પડે અને કર્મમાંથી મુક્તિ મેળવવી પડે. લોભ, માન, માયા, તિરસ્કાર, ક્રોધ જેવા પાપસ્થાનકોથી કર્મનો બંધ થાય છે. ધીમે ધીમે તે કર્મો ઊંડા મૂળ નાંખી ભવોભવના ફેરામાં ભટકાવે છે. ભગવાન મહાવીરે સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક ચારિત્ર દ્વારા કર્મમાંથી કેમ મુક્તિ મેળવવી અને ધર્મના સાચા માર્ગે વળી આત્મિક શાંતિ કેમ મેળવવી તે શીખવ્યું. જૈન કથા સંગ્રહ 19 Page #4 -------------------------------------------------------------------------- ________________ 20 તીર્થંકરો તેઓએ આત્મકલ્યાણ સાધવા માટે પાંચ મહાવ્રત પાળવાનું કહ્યું : |અહિંસા કોઈપણ કારણસર મન-વચન-કાયાથી કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. કોઈ જીવને દુઃખ આપવાનો અધિકાર આપણને નથી. સત્ય હંમેશા સત્ય બોલવું, અને જો તે સત્ય કોઈને પણ દુઃખ, પીડા થાય તેવું હોય તો મૌન રહેવું. અચૌર્ય (અસ્તેય) અણહકનું અને વણ આપ્યું કોઈનું કશું લેવું નહિ. બ્રહ્મચર્ય પાંચ ઇન્દ્રિયોના સુખમાં તેમજ કામભોગમાં પોતાની જાતને પ્રવૃત્ત ન કરવી. અપરિગ્રહ વ્યક્તિ, વસ્તુ કે જગતના ભૌતિક સુખો આપતી ચીજોથી સંપૂર્ણપણે મુક્ત થવું. સંગ્રહ ન કરવો. જૈનો આ પાંચે નિયમોને યથાશક્તિ માર્ગદર્શક સિદ્ધાંત તરીકે પોતાના જીવનમાં ઉતારે છે, અને ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવે છે. અનેકાંતવાદના તત્ત્વજ્ઞાનને જીવનમાં ઉતારી સાધુ સાધ્વી આ નિયમોને ચૂસ્ત રીતે પાળી શકે છે, જ્યારે શ્રાવક શ્રાવિકાઓને પાલનમાં કેટલીક મર્યાદા નડે છે. જૈનધર્મના સિદ્ધાંતોને જેઓ યોગ્ય રીતે સમજશે અને ચૂસ્ત રીતે તેને અમલમાં મૂકશે તેઓ વર્તમાન જીવનમાં પરમસુખ અને આનંદનો અનુભવ કરશે, આવનારા ભવમાં વધુ ઉચ્ચ આધ્યાત્મિક જીવન મેળવશે અને અંતે મોક્ષસુખને પામશે. ૭૨ વર્ષની પૂર્ણ વર્ષ (ઈ.સ. પૂર્વે ૫૨૭) ભગવાન મહાવીરનું નિર્વાણ થયું. શુદ્ધ શાશ્વત આત્મા આ નશ્વર દેહને છોડીને ચાલ્યો ગયો. ભગવાનના નિર્વાણનો દિવસ હિંદુ અને જૈન પંચાંગનો અંતિમ દિવસ-દીપાવલીનો દિવસ હતો. ભગવાન મહાવીરના ઉપદેશના અર્થસભર મુદ્દાઓ : મહાવીરસ્વામીએ ધર્મને સહજ અને સરળ બનાવ્યો. ગૂંચવાડાભરી ધાર્મિક ક્રિયાથી મુક્ત કર્યો. તેમનો ઉપદેશ આત્માની શાશ્વત સુંદરતા અને એકસૂત્રતાનો પડઘો પાડે છે. મહાવીરસ્વામીએ માનવ જીવનનો અર્થ અને તેના પ્રત્યેના હકારાત્મક અભિગમને શીખવાડ્યો. માનવશરીર ભલે એ હાડકાં, લોહી અને માંસનું બનેલ છે પણ તે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખતયા અનંતવીર્યથી ભરપૂર આત્માનું નિવાસ સ્થાન છે. દરેક જીવ પછી તે ગમે તે કદ, આકાર, રૂપ કે આધ્યાત્મિક વિકાસ વાળો હોય પણ તે સમાન જ છે. આપણે તેને માન આપવું જ જોઈએ. એ તારા પરસ્પર પ્રેમ ભાવના ખીલવવી. મહાવીરસ્વામી, ભગવાનને સર્જનહાર, રક્ષણકર્તા તથા વિનાશકર્તા તરીકે સ્વીકારતા નથી. વળી તેઓ દેવ-દેવીઓની વ્યક્તિગત લાભ માટે ભક્તિ કરવાની પણ ના પાડે છે. ભગવાન મહાવીરના ઉપદેશોને ચાર ભાગમાં વહેંચી શકાય : ૧. જીવનદૃષ્ટિ : આચારાંગ ઉપદેશગ્રંથમાં તેઓ કહે છે “દરેક જીવને પોતાનું જીવન પ્રિય છે” – જેવું આપણને જીવન વહાલુ છે તેવું બીજાને પણ વહાલુ છે.. ૨. જીવનશુદ્ધિ : અહિંસા, સંયમ, તપ વગેરેથી જીવનતત્ત્વની પૂર્ણ શુદ્ધતા, આધ્યાત્મિક સાધના દ્વારા શક્ય છે. : ૩. રહેણીકરણીનું (આચારનું) પરિવર્તન ઃ ભગવાન મહાવીર કહે છે કે જ્યાં સુધી રહેણીકરણીનું પરિવર્તન ન થાય, ત્યાં સુધી જીવનદૃષ્ટિ અને જીવનશુદ્ધિ અનુભવમાં ન આવે. તદ્દન સરળ, સાદું અને નિષ્કપટ જીવન જીવવું. ૪. પુરુષાર્થ : ભગવાન મહાવીર કહે છે કે સંયમ, ચારિત્ર, સાદી રહેણીકરણી માટે પુરુષાર્થ કરવો. ઈશ્વર કે દૈવી જૈન થા સંગ્રહ Page #5 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર કૃપાની અપેક્ષા નહિ પરંતુ સાધક સ્વયં પુરુષાર્થ કરીને વાસના, ક્રોધ, લોભ, માન, માયા વગેરે સામે અડગપણે ઝૂઝવાનું પરાક્રમ કરે અને તેને જીતે તે જ સાચો પુરુષાર્થ. હતિ (feii જતી પાવાપુરીમાં ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ જૈન ધર્મ માને છે છે માનવ માત્ર મોક્ષ મૅળવવા શક્તિમાન છે. મુક્ત આત્માને સિદ્ધ ૐ ભગવાન માનવામાં આવે છે. આ યુગના ભગવાન મહાવીર ચોવીસમા અને અંતિમ તીર્થકર છે. ભગવાન મહાવીરનૉ અહિંસા, સત્ય, અચૌર્ચે બ્રહ્મચર્થ્ય અને અપરિગ્રહનો સંદેશ વૈશ્વક કરુણાથી ભરૅલૉ છે. ચારૉન( Raiઘતામાં રહેલ અને ૨૦૧(કાવવું એ જ ભગવાન મહાવીરનો અનેકાંતવાદ, અશ બીજા તીર્થંકરોની જેમ ભગવાન મહાવીરે પણ જૈન ધર્મને જીવંત રાખવા માટે શ્રી ચતવૈધ જૈન સંઘની શામેલ વ્યવથા શય કરી જે આજે પણ ચાલુ છે. ભગવાન મહાવીરના ઉપદેશને અૉક હતપ્રતોમાં સાચવવામાં આવ્યા છે. જે આગમસૂત્ર અથવા આગમ તરીઠું સ્મૉળખાય છે. જૈન કથા સંગ્રહ