Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ કેટલાક ચૂંટી કાઢી, મૂળ પ્રાકૃતમાં ગુજરાતી ભાવા સહિત પુસ્તકને અંતે આપ્યા છે. તે ઉપરથી મૂળની ભાષા તેમજ શૈલીને કાંઈક ખ્યાલ વાચકને આવી શકશે. ગ્રંથમાંના વસ્તુને સમાવવાની દૃષ્ટિએ તેમજ જૈનઆગમ ગ્રા અને તેમના ઇતિહાસના કાંઈક ખ્યાલ અજૈન વાચકને પણ મળી રહે તે દૃષ્ટિથી શરૂઆતમાં વિસ્તૃત ઉપાદ્ઘાત જોડવો છે, તેમાં આપેલી માહિતી બધા મુદ્દાઓની આબતમાં શ્વેતાંબર કે દિગંબર એમાંથી કોઈ એક જ પરંપરાને અનુસરતી નહિ માલૂમ પડે. સામાન્ય રીતે આધુનિક વિદ્વાન અને પરપરાની વિગતો ભેળવીને જે સામાન્ય ખાખુ ઉપજાવે છે, તેને અનુસરવાના તેમાં પ્રયત્ન કર્યાં છે. ભગવાન મહાવીરના કાલનિયની ખાખતમાં સામાન્ય રીતે જૈનપર'પરા જે સમય સ્વીકારે છે, તે જ સ્વીકારેલા છે. પરંતુ તેને અંગે કેટલાક વખતથી ઉદ્ભવેલી ચર્ચા વાચકના ખ્યાલ બહાર ન રહે તે માટે, તે વિષે વધુ પુસ્તકને અંતે પૂર્તિમાં જણાવેલું છે. અભ્યાસીને ઉપયોગી થાય તે દૃષ્ટિથી ગ્રંથના વિષયેાની અને વિશેષનામેાની સૂચિ પણ સાથે જોડેલી છે. આ અનુવાદ તથા ટિપ્પા વગેરે તૈયાર કરવામાં ૫. બેચરદાસજીના પુરાતત્ત્વ ’માં પ્રસિદ્ધ થયેલા ‘સૂત્રકૃતાંગ’ વિષેના લેખાની તેમજ પ્રા॰ જેાખીના અનુવાદની જે મદદ લીધેલી છે, તેની અહીં નોંધ લેવી ઘટે છે. તથા, જ્યારે જ્યારે મુશ્કેલી કે શંકા પડી, ત્યારે ત્યારે ૫. સુખલાલજીએ કામનું ખાણુ હોવા છતાં સદ્ભાવથી તરત જ જે મદદ આપી, તે માટે તેમના પશુ અહીં આભાર માનવા ઘટે છે. Jain Education International છ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 282