Book Title: Mahavir swamino Sanyam Dharm Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 7
________________ આ શૈલી અનુસરતાં ગ્રંથસંક્ષેપ આપોઆપ જ થાય. એ દેખીતું છે. જૂની સંવાદશૈલીમાં વસ્તુ ઉપર ભાર દેવા તેનું અનેકરૂપે પુનરાવર્તન કરાતું જોવામાં આવે છે. એ વસ્તુને છેદ ઉડાડવાનું તે સહેજે જ સૂઝે. એ એક સંક્ષેપક ફેરફાર તે અનુવાદમાં છે જ. ઉપરાંત, ચાલુ પ્રકરણનું વસ્તુ કમબદ્ધ થઈને જે રજૂ થાય, તે આજના વાચકને વધારે ફાવે. એથી કરીને અનુવાદમાં ફકરા પાડવાની ગોઠવણ સ્વીકારી છે. અને એમ કરતાં દલીલને ક્રમબદ્ધ કરવા મૂળના લોકોને ઉપર નીચે કરવા પડ્યા છે. અભ્યાસીની અનુકૂળતાને વિચાર કરીને, ફકરાને અંતે મૂળમાંના સ્થાનને નિર્દેશ કરેલ છે. ફકરા પાડવા ઉપરાંત પ્રકરણોમાં પણ વિષયની રજૂઆતની દષ્ટિએ સ્થાનાંતર, સંક્ષેપ વગેરે થઈ શકત. પણ એ ફેરફાર એટલે બધે આવશ્યક ન જણવાથી અને બને ત્યાં સુધી મૂળને રચનાક્રમાદિને વળગી રહેવાના ઇરાદાથી તે નથી કર્યું. ક્યાંક પ્રકરણને નામફેર કર્યો છે એટલું જ. આવી જાતના ફેરફારો જ્યાં કર્યા છે, ત્યાં નીચે નોંધમાં એ બતાવવાનો નિયમ રાખે છે. મૂળ ગ્રંથમાં વિદ્યમાન ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક વગેરે બધી હકીકત તથા સામગ્રીને એમની છાયારૂપે આ ગ્રન્થમાં પૂરું સ્થાન આપેલું જ છે એ વાત જણાવવાની ભાગ્યે જરૂર હોય. સૂત્રકૃતાંગને મોટે ભાગ પદ્યાત્મક છે. એટલે તેમાંથી સુભાષિત જેવા કે અનેક મળી આવે તેમ છે. તેમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 282