Book Title: Mahavir no Mangal Varso
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૨૮૬] દર્શન અને ચિંતન કરણીનું પરિવર્તન ન થાય, આત્મૌષમ્યની દૃષ્ટિ અને આત્મશુદ્ધિ સધાય એવા જીવનમાં ફેરફાર ન થાય, ત્યાં લગી પહેલી બે ખાખતા અનુભવમાં ન આવે. રહેણીકરણીના પરિવર્તનને જૈનશૈલીમાં ચરણકરણ કહે છે. વ્યવહારુ ભાષામાં એનો અર્થ એટલે જ છેકે તદ્દન સરળ, સાદું અને નિષ્કપટ જીવન જીવવું. વ્યવહારુ જીવન એ આત્મૌપમ્યની દૃષ્ટિ કેળવવા અને આત્માની શુદ્ધિ સાધવાનું એક સાધન છે, નહિ કે એવી દષ્ટિ અને શુદ્ધિના ઉપર આવરણના—માયાના પડદા વધાર્યે જવાનુ. રહેણીકરણીના પરિવર્તનમાં એક જ મુખ્ય ખાખત સમજવાની છે અને તે એ કે મળેલાં સ્થૂળ સાધનાને ઉપયોગ એવા ન કરવા કે જેથી એમાં આપણી જાત જ ખાવાઈ જાય. પણ ઉપરની બધી વાત સાચી હોય છતાં એ તે વિચારવાનું રહે જ છે કે આ બધું કેવી રીતે ને ? જે સમાજ, જે લોકપ્રવાહમાં આપણે રહીએ છીએ તેમાં તે આવું કશું બનતું જોવાતું નથી. શું ઈશ્વર કે દૈવી એવી ક્રાઈ શક્તિ નથી કે જે આપણા હાથ પકડે અને લેાકપ્રવાહના વહેણની ઊલટી દિશામાં આપણુને લઇ જાય, ઊંચે ચડાવે? આને ઉત્તર મહાવીરે સ્વાનુભવથી આપ્યા છે, તે એ કે આ માટે પુરુષા જ આવશ્યક છે. જ્યાં લગી કાઈ પણ સાધક સ્વયં પુરુષા ન કરે, વાસનાના દબાણુ સામે ન થાય, એના આધાત–પ્રત્યાધાતથી ક્ષેાભ ન પામતાં અડગપણે એની સામે ઝૂઝવાનું પરાક્રમ ન દાખવે ત્યાં લગી ઉપર કહેલી બેંકે ખાખત કદી સિદ્ધ ન થાય. તેથી જ તે તેમણે કહ્યું છે કે ‘ લંગમ્મિ વીીિયમ્' અર્થાત્ સંયમ, ચારિત્ર, સાદી રહેણીકરણી એ બધા માટે પરાક્રમ કરવું. ખરી રીતે મહાવીર એ નામ નથી, વિશેષણ છે. જે આવું મહાન વી-પરાક્રમ દાખવે તે સહુ મહાવીર, આમાં સિદ્ધાર્થનદન તો આવી જ જાય છે અને વધારામાં ખીજા બધા એવા અધ્યાત્મપરાક્રમી પણ આવી જાય છે. * જે વાત ભગવાન મહાવીરે પ્રાકૃતભાષામાં કહી છે તે જ વાત અન્ય પરિભાષામાં જરાક ખીજી રીતે ઉપનિષદેશમાં પણ છે. જ્યારે ઇશાવાસ્ય મંત્રનો પ્રણેતા ઋષિ એમ કહે છે કે આખા વિશ્વમાં જે કઈ દૃશ્ય જગત છે તે -બધુ શિથી ભરેલું છે, ત્યારે તે એ જ વાત ખીજી રીતે કહે છે. લોકો ઈશ શબ્દથી ઈશ્વર સમજે તેમાં કઈં ખાટુ' નથી; કારણ કે, જે ચેતનતત્ત્વ આખા વિશ્વમાં લહેરાઈ રહ્યું છે તે શુદ્ધ હાવાથી ઈંશ જ છે, સમય જ છે. અહીં ઈશ્વરવાદ–અનીશ્વરવાદ અગર દ્વૈતાદ્વૈતની તાર્કિક મીમાંસા નથી. અહીં તો ચેતનતત્ત્વની વ્યાપ્તિની વાત છે. એ ઋષિ કહે છે કે જે આખા વિશ્વમાં ચેતનતત્ત્વ હાય તા સાધકનો ધર્મ એ છે કે તે ત્યાગ કરીને જ કંઈ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7