Book Title: Mahavir no Mangal Varso
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ભગવાન મહાવીરને મંગળ વારસો [૫]. આજનો દિવસ સાંવત્સરિક પર્વને છે. તે જૈનેની દષ્ટિએ વધારેમાં વધારે પવિત્ર છે. આખા દિવસ કરતાં આજનું પ્રભાત વધારે મંગળ છે અને તે કરતાં પણ જે ક્ષણે આપણે મળીએ છીએ તે ક્ષણ વધારે માંગલિક છે; કારણ કે, અન્ય પ્રસંગોએ સગાંસંબંધી, મિત્રો વગેરે મળે છે, પણ આજે તે આપણે એવા લોકે મળ્યા છીએ, જેઓ મોટેભાગે એકબીજાને પિછાનતા પણ ન હોય. આની પાછળ ભાવના એ છે કે આપણે બધા ભેદ અને તડ ભૂલી કોઈ માંગલિક વસ્તુ––જીવનસ્પર્શી વસ્તુ સાંભળીએ અને તે ઉપર વિચાર કરીએ. ' સામાન્ય રીતે આપણને જે વારસામાં મળે છે તે ત્રણ પ્રકારના છે. માબાપ અને વડીલથી શરીરને લગતા રૂપ, આકાર આદિ ગુણધર્મનિ. વારસો તે પહેલે પ્રકાર અને માબાપ કે અન્ય તરફથી જન્મ પહેલાં અમર જન્મ બાદ સંપત્તિ વારસામાં મળે છે તે બીજે પ્રકાર. પહેલા અને બીજા પ્રકાર વચ્ચે મેટે ભેદ છે, કેમકે શારીરિક વારસે સંતતિને અવસ્થંભાવી છે, જ્યારે સંપત્તિ વિશે એમ નથી. ઘણીવાર માતાપિતાએ સંતતિને કશી જ સંપત્તિ વારસામાં ન આપી હોય છતાં સંતતિ નવેસર એનું ઉપાર્જન કરે છે અને કેટલીક વાર વડીલે તરફથી મળેલી સંપત્તિ તે સાવ વેડફી પણ નાખે છે, તે તેના હાથમાં રહેતી નથી. સંસ્કાર એ માતાપિતા પાસેથી પણ મળે, શિક્ષકો અને મિત્રો પાસેથી પણ મળે, તેમ જ જે સમાજમાં ઉછેર થાય તેમાંથી પણ મળે. ત્રીજે સંસ્કારનો વારસે કંઈ એક જ જાતને નથી હતું. ભાષાને લગતા અને બીજી અનેકવિધ કથાને લગતા એમ ધણી જાતના સંસ્કારે પ્રાપ્ત થાય છે. જીવન જીવવા, એને વિકસિત તેમ જ સમૃદ્ધ કરવા ઉપરના ત્રણેય વારસાઓ ઉપયોગી છે એ ખરું, પણ એ ત્રણે પ્રકારના વારસાઓમાં જીવંતપણું પ્રેરનાર, એમાં સંજીવની દાખલ કરનાર વાર એ કોઈ જુદો જ છે; અને તેથી જ તે વાર મંગળરૂપ છે. આ માંગલિક વારસ ન હોય તે ઉપરના ત્રણેય વારસાઓ સાધારણ જીવન જીવવામાં સાધક થાય, ઉપયોગી બને, પણ તેથી જીવન કેઈ ઉચ્ચ પ્રકારનું—–ધન્ય ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7