Page #1
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરને મંગળ વારસો
[૫]. આજનો દિવસ સાંવત્સરિક પર્વને છે. તે જૈનેની દષ્ટિએ વધારેમાં વધારે પવિત્ર છે. આખા દિવસ કરતાં આજનું પ્રભાત વધારે મંગળ છે અને તે કરતાં પણ જે ક્ષણે આપણે મળીએ છીએ તે ક્ષણ વધારે માંગલિક છે; કારણ કે, અન્ય પ્રસંગોએ સગાંસંબંધી, મિત્રો વગેરે મળે છે, પણ આજે તે આપણે એવા લોકે મળ્યા છીએ, જેઓ મોટેભાગે એકબીજાને પિછાનતા પણ ન હોય. આની પાછળ ભાવના એ છે કે આપણે બધા ભેદ અને તડ ભૂલી કોઈ માંગલિક વસ્તુ––જીવનસ્પર્શી વસ્તુ સાંભળીએ અને તે ઉપર વિચાર કરીએ. ' સામાન્ય રીતે આપણને જે વારસામાં મળે છે તે ત્રણ પ્રકારના છે. માબાપ અને વડીલથી શરીરને લગતા રૂપ, આકાર આદિ ગુણધર્મનિ. વારસો તે પહેલે પ્રકાર અને માબાપ કે અન્ય તરફથી જન્મ પહેલાં અમર જન્મ બાદ સંપત્તિ વારસામાં મળે છે તે બીજે પ્રકાર. પહેલા અને બીજા પ્રકાર વચ્ચે મેટે ભેદ છે, કેમકે શારીરિક વારસે સંતતિને અવસ્થંભાવી છે,
જ્યારે સંપત્તિ વિશે એમ નથી. ઘણીવાર માતાપિતાએ સંતતિને કશી જ સંપત્તિ વારસામાં ન આપી હોય છતાં સંતતિ નવેસર એનું ઉપાર્જન કરે છે અને કેટલીક વાર વડીલે તરફથી મળેલી સંપત્તિ તે સાવ વેડફી પણ નાખે છે, તે તેના હાથમાં રહેતી નથી. સંસ્કાર એ માતાપિતા પાસેથી પણ મળે, શિક્ષકો અને મિત્રો પાસેથી પણ મળે, તેમ જ જે સમાજમાં ઉછેર થાય તેમાંથી પણ મળે. ત્રીજે સંસ્કારનો વારસે કંઈ એક જ જાતને નથી હતું. ભાષાને લગતા અને બીજી અનેકવિધ કથાને લગતા એમ ધણી જાતના સંસ્કારે પ્રાપ્ત થાય છે. જીવન જીવવા, એને વિકસિત તેમ જ સમૃદ્ધ કરવા ઉપરના ત્રણેય વારસાઓ ઉપયોગી છે એ ખરું, પણ એ ત્રણે પ્રકારના વારસાઓમાં જીવંતપણું પ્રેરનાર, એમાં સંજીવની દાખલ કરનાર વાર એ કોઈ જુદો જ છે; અને તેથી જ તે વાર મંગળરૂપ છે. આ માંગલિક વારસ ન હોય તે ઉપરના ત્રણેય વારસાઓ સાધારણ જીવન જીવવામાં સાધક થાય, ઉપયોગી બને, પણ તેથી જીવન કેઈ ઉચ્ચ પ્રકારનું—–ધન્ય ન
Page #2
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના મંગળ વારસા
[ ૨૮૩
અને. એ જ આ ચોથા વારસાની વિશિષ્ટતા છે, જે માંગલિક વારસે મહાવીરે આપ્યા કે સાંપ્યા એમ હું કહું છું તે વારસા આપણતે માબાપથી કે અન્ય વડીલાથી કે સામાન્ય સમાજમાંથી મળેજ એવે નિયમ નથી અને છતાંય તે કાઈ જુદા પ્રવાહમાંથી મળે તો છે જ.
શારીરિક, સાંપત્તિક અને સાંસ્કારિક એ ત્રણે ય વારસા સ્થૂળ ઇંદ્રિયોથી ગમ્ય છે, જ્યારે ચોથા પ્રકારના વારસા વિશે એમ નથી. જે માણસને પ્રજ્ઞા-દ્રિય પ્રાપ્ત હાય, જેનું સંવેદન સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય તે જ આ વારસાને સમજી કે ગ્રહણ કરી શકે છે. ખીજા વારસા જીવન દરમિયાન કે મૃત્યુ સમયે નાશ પામે છે, જ્યારે આ માંગલિક વાસે કદી નાશ પામતા નથી. એક વાર તે ચેતનમાં પ્રવેશ્યા એટલે તે જન્મજન્માંતર ચાલવાન, એના ઉત્તરાત્તર વિકાસ થવાના અને તે અનેક જણને સપ્લાવિત——તરખાળ પણ કરવાના.
આપણે એવી કાઇ આય પરપરામાં જન્મ્યા છીએ કે જન્મતાંવેત આવા માંગલિક વારસાનાં આંદોલને આપણને જાણે-અજાણે સ્પર્શે છે. આપણે તેને ગ્રહણ કરી ન શકીએ, યથાર્થ રૂપમાં સમજી પણ ન શકીએ એમ ને, પણ આ માંગલિક વારસાનાં આંદલને આર્યભૂમિમાં બહુ
સહજ છે.
શ્રી અરવિંદ, શ્રી રાધાકૃષ્ણન વગેરે ભારતભૂમિને અધ્યાત્મભૂમિ તરીકે ઓળખાવે છે તે એજ અમાં.
ભગવાન મહાવીરે જે માંગલિક વારસા આપણને આપ્યા કે સોંપ્યા છે તે કયા છે એ આજે આપણે વિચારવાનુ છે. એક બાબત સ્પષ્ટ સમ લઈએ કે આ સ્થળે સિદ્દાનંદન કે ત્રિશલાપુત્ર સ્થૂળ દેહધારી મહાવીર વિશે આપણે મુખ્યપણે વિચાર નથી કરતા. એમનું ઐતિહાસિક કે ગ્રધભદ્ સ્થૂળ જીવન તે હમેશાં આપણે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. આજે જે મહાવીરના હું નિર્દેશ કરું છું. તે શુષુદ્ધ અને વાસનામુક્ત ચેતનસ્વરૂપ મહાન વીરને ધ્યાનમાં રાખી નિર્દેશ કરું છું. આવા મહાવીર્માં સિદ્ધાનદનને તે સમાવેશ થઈ જ જાય છે, પણ વધારામાં તેમના જેવા બધા જ શુદ્ધબુદ્ધ ચેતનને પણ સમાવેશ થઈ જાય છે. આ મહાવીરમાં કાઈ નાતજાત કે દેશકાળના ભેદ નથી. તે વીતરાગા ્તરૂપે એક જ છે. આ મુદ્દા ધ્યાનમાં રાખીને જ અનેક સ્તુતિકારાએ સ્તુતિ કરી છે. જ્યારે માનતુંગ આચાય
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૮૪ ]
દર્શન અને ચિંતન જીય તત્વને બુદ્ધ કહે છે, શંકર કહે છે, વિધાતા કહે છે અને પુરુષોત્તમ કહે છે ત્યારે તે સગુણાતની ભૂમિકાને જ સ્પર્શે છે. આનંદધન “રામ રહિમાન કાન” વગેરે સંપ્રદાય પ્રચલિત શબ્દ વાપરી એવા જ કઈ પરમતત્ત્વને સ્તવે છે. તે જ રીતે આજે આપણે મહાન વીરને સમજીએ.
ભગવાન મહાવીરે જે મંગળ વારસ આપણને સપો છે, ઉપદે છે તે માત્ર તેમણે વિચારપ્રદેશમાં જ સંધરી મૂક્યો ન હતો. એમણે એને જીવનમાં ઉતારી, પરિપકવ કરી, પછી જ આપણુ સમક્ષ રજૂ કર્યો છે; એટલે તે વારસો માત્ર ઉપદેશ પૂરત નથી, પણ આચરણને વિષય છે.
ભગવાન મહાવીરે ઉપદેશેલ વારસાને સંક્ષેપમાં કહે છે તે તેને -ચાર ભાગમાં વહેંચી શકાય ઃ (૧) જીવનદષ્ટિ, (૨) જીવનશુદ્ધિ, (૩) રહેણીકરણીનું પરિવર્તન અને (૪) પુરુષાર્થ.
ભગવાનની જીવન વિશેની દષ્ટિ શી હતી તે પ્રથમ સમજીએ. જીવનની દષ્ટિ એટલે તેનું મૂલ્ય આંકવાની દૃષ્ટિ. આપણે સહુ પિતપોતાના જીવનનું મૂલ્ય આંકીએ છીએ. બહુ તે જે કુટુંબ, જે ગામ, જે સમાજ કે જે રાષ્ટ્ર સાથે આપણે સંબંધ હોય તેના જીવનનું મૂલ્ય આંકીએ છીએ. આથી આગળ વધીએ તે આખા માનવસમાજ અને તેથી આગળ વધીએ તો આપણી સાથે સંબંધ ધરાવતા પશુપક્ષીના જીવનનું પણ મૂલ્ય આંકીએ છીએ. પણ મહાવીરની સ્વસંવેદનદૃષ્ટિ તેથી પણ આગળ વધી હતી. ગયા એપ્રિલની ચોવીસમી તારીખે અમદાવાદમાં કાકાસાહેબે ભગવાન મહાવીરની જીવનદષ્ટિ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેઓ એક એવા પૈર્ય સંપન્ન અને સૂફમઝા હતા કે તેમણે કીટ-પતંગ તે શું પણ પાણી અને વનસ્પતિ જેવી જીવનન્ય ગણાતી ભૌતિક વસ્તુઓમાં પણ જીવનતત્વ જોયું હતું. મહાવીરે પોતાની જીવનદષ્ટિ લોકો સમક્ષ રજૂ કરી ત્યારે કોણ તેને ગ્રહણ કરી શકશે એ ન વિચારતાં એટલું જ વિચાર્યું કે કાળ નિરવધિ છે અને પૃથ્વી વિશાળ છે. ગમે ત્યારે કેઈ તે એને સમજવાનું જ. જેને ઊંડામાં ઊંડી સ્પષ્ટ પ્રતીતિ થઈ હોય તે અધીર થઈ એમ નથી માની લે કે મારી પ્રતીતિને તત્કાળ લે કે કેમ નથી સમજતા ?
મહાવીરે આચારાંગ નામના પિતાના પ્રાચીન ઉપદેશગ્રંથમાં બહુ સાદી રીતે એ વાત જૂ કરી છે અને કહ્યું છે કે દરેકને જીવન પ્રિય છે, જેવું આપણને પિતાને. ભગવાનની સરળ સર્વગ્રાહ્ય દલીલ એટલી જ છે કે “હું આનંદ અને સુખ ચાહું છું તેથી જ હું પોતે છું. તે પછી એ જ ન્યાયે
Page #4
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરને મંગળ વાર
[૨૮આનંદ અને સુખને ચાહનાર બીજાં નાનામેટાં પ્રાણુઓ હયએવી સ્થિતિમાં એમ કેમ કહી શકાય કે માણસમાં જ આત્મા છે, પશુપક્ષીમાં જ આત્મા છે અને બીજામાં નથી ? કીટ અને પતંગો તે સુખની શોધ પિતપિતાની ઢબે કરતા દેખાય જ છે, પણ સૂક્ષ્મતમ વાનસ્પતિક જીવસૃષ્ટિમાં પણ સંતતિ, જનન અને પિષણની પ્રક્રિયા અગમ્ય રીતે ચાલ્યા જ કરે છે.' ભગવાનની આ લીલ હતી, અને એ જ દલીલને આધારે તેમણે આખા વિશ્વમાં પિતાના જેવું જ ચેતનતત્વ ઊભરાતું, ઉલ્લાસનું જોયું. એને ધારણ કરનાર, નભાવનાર શરીરે અને ઇકિયેના આકાર-પ્રકારમાં ગમે તેટલું અંતર હેય, કાર્યશક્તિમાં પણ અંતર હેય, છતાં તાત્વિકરૂપે સર્વમાં વ્યાપેલ ચેતનતત્વ એક જ પ્રકારનું વિલસી રહ્યું છે. ભગવાનની આ જીવનદૃષ્ટિને આપણે આત્મૌપજ્યની દષ્ટિ કહીએ. જેવા આપણે તાવિકરૂપે તેવા જ નાનાંમોટાં સઘળાં પ્રાણુઓ. જે અન્ય પ્રાણીરૂપે છે તે પણ ક્યારેક વિકાસક્રમમાં માનવભૂમિ સ્પર્શે છે અને માનવભૂમિપ્રાપ્ત જીવ પણ અવક્રાંતિ ક્રમમાં
ક્યારેક અન્ય પ્રાણીનું સ્વરૂપ લે છે. આવી ઉત્ક્રાંતિ અને અવક્રાંતિનું ચક્ર ચાલ્યા કરે, પણ તેથી મૂળ ચેતનતત્ત્વના સ્વરૂપમાં કશે જ ફેર પડતો નથી. જે ફેર પડે છે તે વ્યાવહારિક છે.
ભગવાનની આત્મૌપજ્યની દૃષ્ટિમાં જીવનશુદ્ધિના પ્રશ્ન આવી જ જાય છે. અજ્ઞાત કાળથી ચેતનને પ્રકાશ ગમે તેટલો આવૃત થયે હેય-કંકાયેલું હોય, તેને આવિભૉવ ઓછો કે વો હૈય, છતાં શકિત તો એની પૂર્ણ વિકાસની–પૂર્ણ શાહિની છે જ. જે જીવતત્વમાં પૂર્ણ શુદ્ધિની શક્યતા ન હોય તે આધ્યાત્મિક સાધનાનો કોઈ અર્થ રહેતો જ નથી. જે જે દેશમાં સાચા આધ્યામિક અનુભવીએ થયા છે, તેમની પ્રતીતિ એક જ પ્રકારની છે કે ચેતનતત્વ મૂળે. શદ્ધ છે, વાસના અને લેપથી પૃથક્ છે. શુદ્ધ ચેતનતત્ત્વ ઉપર જે વાસના કે કર્મોની છાયા પડે છે તે તેનું મૂળ સ્વરૂપ નથી. મૂળસ્વરૂપ તે એથી જુદું જ છે. આ જીવનશુદ્ધિને સિદ્ધાંત . જેને આપણે આત્મૌપજ્યની દૃષ્ટિ કહી અને જેને જીવનશુદ્ધિની દૃષ્ટિ કહી તેમાં વેદાંતીઓને બ્રહ્માતવાદકે બીજા તેવા કેવળાદ્વૈત અને શુદ્ધાદ્વૈત જેવા વાદો સમાઈ જાય છે, ભલે તેને સાંપ્રદાયિક પરિભાષામાં જુદા જુદા અર્થ હેય.
જે તાત્વિકરૂપે જીવનું સ્વરૂપ શુદ્ધ જ છે તો પછી આપણે એ સ્વરૂપ કળવવા અને મેળવવા શું કરવું એ સાધના વિષયક પ્રશ્ન ઊભો થાય છે. ભગવાન મહાવીરે એ પ્રશ્નને જવાબ આપતાં કહ્યું છે, કે જ્યાં લગી રહેણી
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૮૬]
દર્શન અને ચિંતન
કરણીનું પરિવર્તન ન થાય, આત્મૌષમ્યની દૃષ્ટિ અને આત્મશુદ્ધિ સધાય એવા જીવનમાં ફેરફાર ન થાય, ત્યાં લગી પહેલી બે ખાખતા અનુભવમાં ન આવે. રહેણીકરણીના પરિવર્તનને જૈનશૈલીમાં ચરણકરણ કહે છે. વ્યવહારુ ભાષામાં એનો અર્થ એટલે જ છેકે તદ્દન સરળ, સાદું અને નિષ્કપટ જીવન જીવવું. વ્યવહારુ જીવન એ આત્મૌપમ્યની દૃષ્ટિ કેળવવા અને આત્માની શુદ્ધિ સાધવાનું એક સાધન છે, નહિ કે એવી દષ્ટિ અને શુદ્ધિના ઉપર આવરણના—માયાના પડદા વધાર્યે જવાનુ. રહેણીકરણીના પરિવર્તનમાં એક જ મુખ્ય ખાખત સમજવાની છે અને તે એ કે મળેલાં સ્થૂળ સાધનાને ઉપયોગ એવા ન કરવા કે જેથી એમાં આપણી જાત જ ખાવાઈ જાય.
પણ ઉપરની બધી વાત સાચી હોય છતાં એ તે વિચારવાનું રહે જ છે કે આ બધું કેવી રીતે ને ? જે સમાજ, જે લોકપ્રવાહમાં આપણે રહીએ છીએ તેમાં તે આવું કશું બનતું જોવાતું નથી. શું ઈશ્વર કે દૈવી એવી ક્રાઈ શક્તિ નથી કે જે આપણા હાથ પકડે અને લેાકપ્રવાહના વહેણની ઊલટી દિશામાં આપણુને લઇ જાય, ઊંચે ચડાવે? આને ઉત્તર મહાવીરે સ્વાનુભવથી આપ્યા છે, તે એ કે આ માટે પુરુષા જ આવશ્યક છે. જ્યાં લગી કાઈ પણ સાધક સ્વયં પુરુષા ન કરે, વાસનાના દબાણુ સામે ન થાય, એના આધાત–પ્રત્યાધાતથી ક્ષેાભ ન પામતાં અડગપણે એની સામે ઝૂઝવાનું પરાક્રમ ન દાખવે ત્યાં લગી ઉપર કહેલી બેંકે ખાખત કદી સિદ્ધ ન થાય. તેથી જ તે તેમણે કહ્યું છે કે ‘ લંગમ્મિ વીીિયમ્' અર્થાત્ સંયમ, ચારિત્ર, સાદી રહેણીકરણી એ બધા માટે પરાક્રમ કરવું. ખરી રીતે મહાવીર એ નામ નથી, વિશેષણ છે. જે આવું મહાન વી-પરાક્રમ દાખવે તે સહુ મહાવીર, આમાં સિદ્ધાર્થનદન તો આવી જ જાય છે અને વધારામાં ખીજા બધા એવા અધ્યાત્મપરાક્રમી પણ આવી જાય છે.
*
જે વાત ભગવાન મહાવીરે પ્રાકૃતભાષામાં કહી છે તે જ વાત અન્ય પરિભાષામાં જરાક ખીજી રીતે ઉપનિષદેશમાં પણ છે. જ્યારે ઇશાવાસ્ય મંત્રનો પ્રણેતા ઋષિ એમ કહે છે કે આખા વિશ્વમાં જે કઈ દૃશ્ય જગત છે તે -બધુ શિથી ભરેલું છે, ત્યારે તે એ જ વાત ખીજી રીતે કહે છે. લોકો ઈશ શબ્દથી ઈશ્વર સમજે તેમાં કઈં ખાટુ' નથી; કારણ કે, જે ચેતનતત્ત્વ આખા વિશ્વમાં લહેરાઈ રહ્યું છે તે શુદ્ધ હાવાથી ઈંશ જ છે, સમય જ છે. અહીં ઈશ્વરવાદ–અનીશ્વરવાદ અગર દ્વૈતાદ્વૈતની તાર્કિક મીમાંસા નથી. અહીં તો ચેતનતત્ત્વની વ્યાપ્તિની વાત છે. એ ઋષિ કહે છે કે જે આખા વિશ્વમાં ચેતનતત્ત્વ હાય તા સાધકનો ધર્મ એ છે કે તે ત્યાગ કરીને જ કંઈ પણ
Page #6
--------------------------------------------------------------------------
________________
ગવાન મહાવીરને મંગળવાર
[૨૮૭ ભગવે. હું તે એમ કહું છું કે તે સાધક ત્યાગ કર્યો પછી ભોગનું સુખ માણે છે, એટલું જ નહિ, પણ તે તે ત્યાગમાં જ ભેગનું સુખ માણે છે. એવા સાધકને ત્યાગથી જુદા કોઈ ભેદ નથી. દુન્યવી વ્યવહારમાં માતા સંતતિ માટે ત્યાગ કરે છે ત્યારે તે તેમાં જ ઉપભોગનું પરમ સુખ અનુભવે છે. જ્યારે અહીં તે અધ્યાત્મસાધકની વાત છે. એ ઋષિ છેવટે એક બાબત વિશે સહુ સાધકને ચેતવે છે કે કશી વસ્તુમાં વૃદ્ધિ અર્થાત્ લાભ કે મમતા ન સેવે, પણ માત્ર તે જીવનવ્યવહાર પૂરતા જ વિચાર કરે. આપણે નિશંકપણે જોઈ શકીએ છીએ કે જે માંગલિક વાર મહાવીરના ઉપદેશમાંથી લાધે છે તે જ ઉપનિષદોમાંથી પણ લાધે છે, અને બુદ્ધ કે તેવા બીજા મહાન વીરોએ એ સિવાય બીજું શું કહ્યું છે ?
આ જ અર્થ માં હું ઉપનિષદકારે વાપરેલે ભૂમા શબ્દ વાપરીને એમ કહું કે મહાવીર એટલે ભૂમા અને એ જ બ્રહ્મ, તે એમાં કશી અસંગતિ નથી. મહાવીર ભૂમા હતા, મહાન હતા, માટે જ તે સુખરૂપ હતા, માટેજ તે અમૃત હતા. કદી એને દુઃખ સ્પર્શી શકે નહિ, કદી એનું મૃત્યુ સંભવે નહિ. દુઃખ કે મૃત્યુ એ તે અ૫ને છે, ટૂંકી દૃષ્ટિને છે, પામરને છે. વાસનાબને છે, જેને સંબંધ કેવળ સ્થૂલ અને સૂક્ષ્મ શરીર સાથે જ સંભવે છે, જે મહાવીર વિશે હું કહું છું તે તો એ ઉભય શરીરથી પર હાઈ ભૂમા છે, અ૫ નથી.
અલબત્ત ઈતિહાસકારો જે રીતે વિચાર કરે છે તે રીતે વિચાર કરતાં એ પ્રશ્ન સહેજે થશે કે મહાવીરે જે મંગળ વારસો બીજાને આપે તે વાર તેમણે કોની પાસેથી, કેવી રીતે મેળવ્યો? આને ઉત્તર સરળ છે. શાસ્ત્રોમાં અને વ્યવહારમાં કહેવાય છે કે બિંદુમાં સિંધુ સમાય છે. સાંભળતાં તે આ અવળવાણું લાગે. ક્યાં બિંદુ અને ક્યાં સિંધુ! સિંધુમાં તો બિંદુ હોય, પણ બિંદુમાં સિંધુ કેવી રીતે ? પણ એ તદ્દન સાચી વાત છે. મહાવીરના સ્થળ જીવનને પરિમિત કાળ એ તે ભૂતકાળના મહાન સમુદ્રનું એક બિંદુ માત્ર છે. ભૂતકાળ એ તે ભૂત છે, સતરૂપે રહેતા નથી. આપણે કટપી શકીએ તેવી ત્વરાથી તે આવે અને જાય છે, પણ તેમાં સંચિત થયેલા સંસ્કારે નવાનવા વર્તમાનના બિંદુમાં સમાતા જાય છે. ભગવાન મહાવીરે જીવનમાં જે આધ્યાત્મિક વારસ મેળવ્યો અને સિદ્ધ કર્યો તે તેમના પુરુષાર્થનું ફળ છે એ ખરું છે, પણ એની પાછળ અજ્ઞાત ભૂતકાળના તેવા વારસાની સતત પરંપરા રહેલી છે. કોઈ એને કષભ કે નેમિનાથ કે પાર્શ્વનાથ વગેરેથી
Page #7
--------------------------------------------------------------------------
________________ 288 ] દર્શન અને ચિંતન. ઊતરી આવેલ કહે, પણ હું એને એક અસત્ય તરીકે સ્વીકારું છું. ભગવાન મહાવીરના પહેલાં માનવજાતિએ જે જે આવા આધ્યાત્મિક મહાપુરુષે સવેલા તે ગમે તે નામથી પ્રસિદ્ધ થયા હોય અથવા અજ્ઞાત રહ્યા હોય, પણ એ સમગ્ર આધ્યાત્મિક પુષ્પોની સાધનાની સંપત્તિ માનવજાતિમાં એવી રીતે ઉત્તરોત્તર સંક્રાંત થતી જતી હતી કે તે માટે એમ કહેવું કે આ બધી સંપત્તિ કઈ એકે જ સાધી છે તે એ એક ભક્તિમાત્ર છે. ભગવાન મહાવીરે એવા જ આધ્યાત્મિક કાળસ્ત્રોતમાંથી ઉપર સૂચવેલ માંગલિક વાર મેળવ્યો. અને સ્વપુરુષાર્થથી એને જીવતે કરી વિશેષ વિકસાવી દેશ અને કાળને અનુકૂળ થાય એવી રીતે સમૃદ્ધ કરી આપણી સામે રજૂ કર્યો. હું નથી જાણતા કે તેમના પછી થયેલા ઉત્તરકાલીન કેટલા ભેખધારી સંતોએ એ માંગલિક વારસામાંથી કેટકેટલું મેળવ્યું અને કેળવ્યું, પણ એમ કહી શકાય. કે એ બિંદુમાં જેમ ભૂતકાળને મહાન સમુદ્ર સમાયેલું છે તેમ ભવિષ્યને. અનંત સમુદ્ર પણ એ બિંદુમાં સમાયેલું છેએટલે ભવિષ્યની ધારા એ બિંદુ વાટે ચાલવાની અને ચાલવાની જ, - જ્યારે ઉપનિષદોમાં “તત્વમસિ” એમ કહેવામાં આવ્યું ત્યારે એને. અર્થ બીજી રીતે એ છે કે તું અર્થાત્ અવદશા પ્રાપ્ત પોતે તે જ અર્થાત શુદ્ધ પરમાત્મસ્વરૂપ જ છે. આ પણ શક્તિની અને યોગ્યતાની દષ્ટિએ બિંદુમાં સિંધુ સમાયાને એક દાખલે જ છે. ઉપર સૂચવેલ ચોથા પ્રકારના વારસાને ધ્યાનમાં રાખીને જ બૌદ્ધમંગળસૂત્રમાં કહેવાયું છે કે પુર્ત મંગકુત્તમ-આ એક ઉત્તમ મંગળ છે. આને જ આદિ, મધ્ય અને અંતિમ મંગળ કહેવામાં આવ્યું છે. જૈન સવમાંના ચારિ મંગલમ " પાઠમાં જે ચેણું મંગળ કહેવામાં આવ્યું છે તે આ જ વસ્તુ છે, આપણા જીવનકાળ દરમિયાન આપણે જોયું છે કે ગાંધીજીએ આ માંગલિક વારસામાંથી કેટકેટલું મેળવ્યું અને કઈ કઈ રીતે વિકસાવ્યું. આજની પવિત્ર ક્ષણે આપણે એવી જ કઈ માંગલિક ભાવના સાથે જુદા પડીએ કે આપણે પણ આવા માંગલિક વારસાને પાત્ર ક્યારે બનીએ ? -અખંડ આનંદ, નવેમ્બર 49.