________________ 288 ] દર્શન અને ચિંતન. ઊતરી આવેલ કહે, પણ હું એને એક અસત્ય તરીકે સ્વીકારું છું. ભગવાન મહાવીરના પહેલાં માનવજાતિએ જે જે આવા આધ્યાત્મિક મહાપુરુષે સવેલા તે ગમે તે નામથી પ્રસિદ્ધ થયા હોય અથવા અજ્ઞાત રહ્યા હોય, પણ એ સમગ્ર આધ્યાત્મિક પુષ્પોની સાધનાની સંપત્તિ માનવજાતિમાં એવી રીતે ઉત્તરોત્તર સંક્રાંત થતી જતી હતી કે તે માટે એમ કહેવું કે આ બધી સંપત્તિ કઈ એકે જ સાધી છે તે એ એક ભક્તિમાત્ર છે. ભગવાન મહાવીરે એવા જ આધ્યાત્મિક કાળસ્ત્રોતમાંથી ઉપર સૂચવેલ માંગલિક વાર મેળવ્યો. અને સ્વપુરુષાર્થથી એને જીવતે કરી વિશેષ વિકસાવી દેશ અને કાળને અનુકૂળ થાય એવી રીતે સમૃદ્ધ કરી આપણી સામે રજૂ કર્યો. હું નથી જાણતા કે તેમના પછી થયેલા ઉત્તરકાલીન કેટલા ભેખધારી સંતોએ એ માંગલિક વારસામાંથી કેટકેટલું મેળવ્યું અને કેળવ્યું, પણ એમ કહી શકાય. કે એ બિંદુમાં જેમ ભૂતકાળને મહાન સમુદ્ર સમાયેલું છે તેમ ભવિષ્યને. અનંત સમુદ્ર પણ એ બિંદુમાં સમાયેલું છેએટલે ભવિષ્યની ધારા એ બિંદુ વાટે ચાલવાની અને ચાલવાની જ, - જ્યારે ઉપનિષદોમાં “તત્વમસિ” એમ કહેવામાં આવ્યું ત્યારે એને. અર્થ બીજી રીતે એ છે કે તું અર્થાત્ અવદશા પ્રાપ્ત પોતે તે જ અર્થાત શુદ્ધ પરમાત્મસ્વરૂપ જ છે. આ પણ શક્તિની અને યોગ્યતાની દષ્ટિએ બિંદુમાં સિંધુ સમાયાને એક દાખલે જ છે. ઉપર સૂચવેલ ચોથા પ્રકારના વારસાને ધ્યાનમાં રાખીને જ બૌદ્ધમંગળસૂત્રમાં કહેવાયું છે કે પુર્ત મંગકુત્તમ-આ એક ઉત્તમ મંગળ છે. આને જ આદિ, મધ્ય અને અંતિમ મંગળ કહેવામાં આવ્યું છે. જૈન સવમાંના ચારિ મંગલમ " પાઠમાં જે ચેણું મંગળ કહેવામાં આવ્યું છે તે આ જ વસ્તુ છે, આપણા જીવનકાળ દરમિયાન આપણે જોયું છે કે ગાંધીજીએ આ માંગલિક વારસામાંથી કેટકેટલું મેળવ્યું અને કઈ કઈ રીતે વિકસાવ્યું. આજની પવિત્ર ક્ષણે આપણે એવી જ કઈ માંગલિક ભાવના સાથે જુદા પડીએ કે આપણે પણ આવા માંગલિક વારસાને પાત્ર ક્યારે બનીએ ? -અખંડ આનંદ, નવેમ્બર 49. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org