Book Title: Mahavir Parmatmanu Vyapak Jivan Author(s): Fatehchand Z Shah Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 4
________________ 156 આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ કર્યો આ તેમની અપૂર્વ વિશિષ્ટતા છે; તેથી જ શ્રીમદ્ આનંદઘનજીએ “ષદર્શન જિન અંગ ભણી’ રૂપે શ્રીનાથજીના સ્તવનમાં કહ્યું છે. પદાર્થવિજ્ઞાન(Science) તો પરમાત્મા મહાવીરના અનંતજ્ઞાનનો એક વિભાગ છે; દા. ત. શ્રીભગવતી સૂત્રમાં ભાષાવર્ગણાના પુદગલોને કયા કયા વર્ણ, ગંધ, રસ અને ર૫શ છે તે ગૌતમ સ્વામીજીના પ્રશ્નોનો ઉત્તર પ્રભુ મહાવીરે આપ્યો છે; આવું સુકમજ્ઞાન સર્વજ્ઞ સિવાય બીજાને હોઈ શકે નહિ; હજારો વર્ષ પહેલાં પરમાત્માએ કહ્યું છે કે ભાષાવર્ગણા એ પુદગલરૂપ છે. તે હાલમાં રેડીઓ અને ગ્રામોફોન દ્વારા સિદ્ધ થયું છે તેમ જ શરીરની છાયાના અને પ્રકાશનાં પુદ્ગલો પણ કેમેરાથી ઝડપાયા છે. પરમાત્મા મહાવીરના વ્યાપક જીવનના સારરૂપે આપણે એમનું આલંબન સ્વીકારી એમની આજ્ઞા પ્રમાણે વર્તવા પ્રયત્નશીલ થઈએ, સંગઠિત થઈ એમના જીવનસિદ્ધાંતોને કાર્યમાં ઉતારીએ, નવા કલેશોને તિલાંજલી આપી જૈન સમાજની ઉન્નતિ માટે એકત્ર થઈએ, એમના સિદ્ધાંતો પરદેશમાં ફેલાવવા મિશનો મોકલીએ, એમના જીવનનો મહાન ગ્રંથ-ઐતિહાસિક, વૈજ્ઞાનિક, યૌગિક અને આધ્યાત્મિક રીતે ગૃહસ્થજીવન, સાધુજીવન, માતૃ-પિતૃ-ભક્તિ, બંધુરનેહ, ગણધરવાદ, તીર્થસ્થાપના વગેરે અનેક દષ્ટિબિંદુઓથી સરળ ભાષામાં તૈયાર કરાવીએ, આલસ્ય ખંખેરી પુરુષાર્થ–પરાયણ થતા રહીએ, અહિંસા, સંયમ, તપ, સામાયિક, બ્રહ્મચર્ય, દાનધર્મ વગેરેમાં પ્રગતિ કરતા રહીએ તો તે સંસ્કારો પાડતાં પાડતાં આપણે આપણા આત્માની અનંત શક્તિઓનો વિકાસ કરી એમની માફક અવશ્ય મુક્તિગામી બની શકશું એ નિર્વિવાદ સત્ય છે. " ભગવાન મહાવીરનો આહંતધર્મ ઉધોષણ કરે છે કે કર્તવ્યકમને આદરી સદ્વર્તન ધારણ કરજે, ઉદાસીનતા, ખેદ, ચિંતા અને ભય કે જે મનોબળને નબળું પાડનાર છે અને આત્માના ભાવિ ઉદયને અટકાવનાર છે તેમને હૃદયમાં પેસવા દેશો નહિ, નિરંતર આત્મચિંતવન કરજે, કટુતામાં મધુરતા રાખજે, દુ:ખમાં સુખ માની લેતાં શીખજે, દુઃખોને અનુભવી ઢીલા થશો નહિ અને સંતાપનાં રોદણાં રડશો નહિ; તમારા આત્માને દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં ઓતપ્રોત કરી નિશ્ચય બળ(will power)થી તેને ટકાવી રાખી ઉત્તરોત્તર પ્રગતિ કરજે.' કાજોલાબાજો અવાજ પાપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4