Book Title: Mahavir Parmatmanu Vyapak Jivan
Author(s): Fatehchand Z Shah
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શ્રી મહાવીર પરમાત્માનું વ્યાપક જીવન શ્રી ફતેહચંદ ઝવેરભાઈ શાહ कल्याणपादपारामं श्रुतगंगाहिमाचलम् । विश्वांभोजरविं देवं वंदे श्रीज्ञातनंदनम् ॥ पान्तु वः श्रीमहावीरस्वामिनो देशना गिरः। भव्या नामांतरमलप्रक्षालनजलोपमाः॥ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય-પરિશિષ્ટ પર્વ શ્રી વીરપરમાત્માનું ૨૫૫૩મું જન્મકલ્યાણક તાજેતરમાં જ ચૈત્રશુકલ ત્રયોદશીના મંગલમય દિને અખિલ ભારતમાં ઊજવાઈ ગયું. મહાન પુરુષોના જન્મદિવસ આપણે માટે લાલ બત્તી જેવા છે. આપણને સમયસરની ચેતવણી આપે છે, સાચી દિશાનું ભાન કરાવે છે, તેમ જ આપણું વર્તમાન જીવન વિષે વિચારવાની તક રજૂ કરે છે કે આપણે અત્યારે ક્યાં છીએ, ક્યાં જઈ રહ્યા છીએ અને કયાં જવું જોઈએ ? લગભગ ૨૫૫૩ વર્ષ પહેલાનો દિવસ એટલે પ્રાચીન ભૂતકાળનો દિવસ; છતાં તે એટલો તેજસ્વી છે કે આપણી આંતરદષ્ટિને ઉઘાડે છે; સૂર્ય આપણાથી જેટલો દૂર છે તેટલી દૂર બીજી કોઈ ચીજ હોય તો કદાપિ ન દેખાય, પરંતુ સૂર્ય એટલો તેજરવી છે કે તે એટલો બધો દૂર હોવા છતાં સૌથી વધારે દેખાઈ શકે છે; મહાપુરુષોના મરણીય દિવસો આવી જ રીતે તેજરવી હોય છે. જે હજારો વર્ષ સુધી લોકોને દેખાય છે એટલું જ નહિ, પણ તેમાંથી આધ્યાત્મિક પ્રેરણાઓ spiritual intuitions મળી રહે છે. પ્રભુ મહાવીરના જીવનના એકેએક આદર્શ એટલા આકર્ષક છે કે તેનો વિચાર માત્ર આશ્ચર્યચકિત બનાવી મૂકે છે. એમની અહિંસા આકાશની સમાન વ્યાપક અને સૂક્ષ્મ છે; એમની તપશ્ચર્યા અને સહનશક્તિ અનુપમ છે; એમની ગૃહસ્થ અને સાધુસંધની વ્યવસ્થાપકતા-બંધારણ મહાન રાજનીતિજ્ઞનોને પણ મુગ્ધ કરે એવી છે. પરંતુ એનાથી વિશેષ જે વરતુ એમના જીવનમાં દષ્ટિગોચર થાય છે તે એમની સમન્વયશક્તિ છે. અગ્નિ અને પાણી જેવી બે વિરોધી વસ્તુઓનો જ્યારે સમન્વય કરવામાં આવે છે ત્યારે એંજિનમાં જે શક્તિ ઉત્પન્ન થાય છે તેથી વિશાળ રેલગાડી વાયુવેગે દોડી શકે છે; સમન્વયના આધારે જ સંસાર ચાલે છે; એથી જ પ્રકૃતિ વિકાસ કરી રહી છે અને જગત ઉન્નતિ કરતું ચાલ્યું છે. તેથી જ શ્રી ઉમાસ્વાતિએ તત્વાર્થસૂત્રમાં “પરસ્પરોપગ્રહો નીવાનામ્' એ સૂત્ર મૂક્યું છે. ભગવાન મહાવીરનો સમન્વયવાદ એ જ અનેકાંતવાદ; પરંતુ આપણે તે ભૂલી જઈ અનેકાંતની ચર્ચામાં સમન્વય શોધવાને બદલે ખંડનની ભાવનાને વધારે જોર આપ્યું છે, ગમે તે એક જ નયને પકડી રાખવાને અંગે અન્ય યોનો અપલોપ થવાથી અનેકાંત એકાંત બની ગયો. પરમાત્મા મહાવીર પાસે કેવલજ્ઞાનરૂપ દીપક હતો તેમાંથી ગણધર મહારાજાઓરૂ૫ અનેક દીપકો પ્રકટ્યા; કેવલજ્ઞાનના બિંદુરૂપ દ્વાદશાંગીનું જ્ઞાન એમણે જગત સમક્ષ મૂકયું; ત્રીજા ભવમાં મનવચન-કાયાની પવિત્રતાથી રોમરાયની વિકરવરતાપૂર્વક “સવિજીવ કેરું શાસન રસી'ની ભાવનાનો જે સંક૯૫ વિલાસપૂર્વક કર્યો હતો તેના પુણ્યાનુબંધી પુણ્યથી તીર્થંકરપણું પ્રાપ્ત થતાં કેવલજ્ઞાનના સારભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4