Book Title: Mahavir Parmatmanu Vyapak Jivan Author(s): Fatehchand Z Shah Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 3
________________ શ્રી મહાવીર પરમાત્માનું વ્યાપક જીવન ૧૫૫ ૌદ્રધ્યાન કર્યા વગર, ઉપસર્ગ કરનાર પાપી વ્યક્તિઓ ઉપર પણ અનુકંપા ચિંતવીને પોતે કરેલાં પૂર્વ કમેનાં ફળ સમજી, તેને બહાદુરીથી ભોગવી, ઉન્નત અને દિવ્ય આધ્યાત્મિક જીવન જીવી, સંસારના અનેક પ્રાણીઓનું કલ્યાણ કરી મુક્તિસ્થાનમાં પધાર્યા છે; આવું મહાન અને પ્રભાવશાળી વ્યાપક જીવન વીર પરમાત્માનું છે; આ રીતે પોતાના આત્માનો સંપૂર્ણ વિકાસ સાધી ઉન્નતિના શિખરે ચડનાર આત્માઓ જ મહાપો અને વિશ્વવંદ્ય બને છે. પરમાત્મા મહાવીરે કહ્યું છે કે મારી પાસે મુક્તિ કે મોક્ષ નામની કોઈ ચીજ નથી કે હું તમને આપી શકું? પણ તમો સભ્ય દર્શન–જ્ઞાન અને ચારિત્રના માર્ગે ચાલવા પ્રયત્ન કરશો, જિનપ્રતિમા અને જિનાગમનું આલંબન લેશો, ગુણદષ્ટિ રાખી સમભાવની વૃદ્ધિ કરશો, જ્ઞાન અને ક્રિયા ઉભયની સાધના કરશો, સાત નયોને સાપેક્ષ રાખી, ખંડનાત્મક પ્રવૃત્તિથી દૂર રહી અનેકાંતવાદ સ્વીકારશો, અહિંસા, તપ, ત્યાગ અને સંયમમાં પુરુષાર્થ કરશો, શ્રદ્ધાબળ, જ્ઞાનબળ, ચારિત્રબળ, અને ધ્યાન બળનો આત્મામાં વિકાસ કરતા રહેશો અને ભવાંતર માટે પણ શુભસંસ્કારો લેતા જશો તો અવશ્ય આ અનાદ્યનંત સંસારનો તમારે માટે છેડો આવશે તેમ જ આત્માના અનંત ગુણોનો વિકાસ થતાં કર્મથી સ્વતંત્ર રીતે પોતે જ પોતાને મુક્ત કરી શકશે. પરમાત્મા મહાવીરે કર્મનો સૂક્ષ્મ સિદ્ધાંત કેવલજ્ઞાનથી તપાસી જે રીતે રજૂ કર્યો છે તે સર્વાપણાની સાબિતી છે; આત્મા પોતાથી પર–જડભાવ-વિભાવ પરિણતિમાં પડે ત્યાર પછી રાગ, દેષ, ચાર કષાયો વગેરે વડે શરીર, પુત્ર, પરિવાર, હાટ, હવેલી વગેરેમાં મમત્વો વધતા જાય એ રીતે વિષચક્રમાં આત્માં ગૂંચવાઈ કર્મ બાંધી રહ્યો છે; જ્ઞાનચેતનાની જાગૃતિ વગર કર્મચેતના અને કર્મફળચેતના અનુભવી રહ્યો છે; આ કમેનું બંધ, ઉદય, ઉદીરણા સત્તા, સંક્રમણ વગેરેનું સક્ષ્મ સ્વરૂપ જૈન દર્શનસિવાય અન્ય સ્થળે નથી; અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, ચાર અનુયોગો, માર્ગાનુસારીપણું, જિનપૂજા, જીવદયા, ગુણસ્થાન, ગૃહસ્થનાં બાર વ્રત, ઓછામાં ઓછી ગૃહસ્થની સવા વસા દયા, સાધુધર્મની વિસ વસા દયા, દાન, શીલ, તપ અને ભાવ, દ્રવ્યગુણપર્યાય, નવતત્વો વગેરે તત્ત્વજ્ઞાન અને ક્રિયામાર્ગનું ઉચ્ચ બંધારણ–વીર પ્રભુએ વ્યાપક દૃષ્ટિએ આપણી સમક્ષ મૂકેલું છે; એ બંધારણ પ્રમાણે જે મનુષ્ય વર્તે તો ઓછામાં ઓછા બે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી પ્રાતે નિર્જરા થતાં સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિપદ પ્રાપ્ત કરી શકે. પરમાત્મા મહાવીરે જે સિદ્ધાંતો આપણી સમક્ષ મૂક્યા છે તે ર+૨=૪ જેવાં ચોકકસ છે. એમણે નવા મૂક્યા નથી. પૂર્વના તીર્થકર સર્વનોના પણ એ જ સિદ્ધાંતો શાશ્વત છે; સત્ય એક જ હોઈ શકે છે. કાલ, રવભાવ, ભવિતવ્યતા, ઉદ્યમ અને કર્મરૂપ પાંચ સમવાયોથી જગત-સંસાર ચાલ્યા કરે છે: તેમાં વચ્ચે કોઈ બીજી વ્યક્તિની જરૂર રહેતી નથી; કર્મ અને આત્માના પુસ્વાર્થ બાબતમાં એમણે કર્મનું સ્વરૂપ આત્માને અધઃપતન કરાવનારું બતાવીને છેવટે પુરુષાર્થ ઉપર મુખ્યતા મૂકી છે; પુરુષાર્થ કર્યા વગર કામનો વિનાશ ન થઈ શકે. આપણા આત્મામાં ભૂતપૂર્વ કામના સામ્રાજ્યને લઈને નિર્બળતાઓ ભરી પડી છે જેથી આપણને કાળનો પરિપાક થયો નથી. કર્મનું બળ છે, ભવિતવ્યતા બળવાન છે વગેરે વગેરે નિમિત્તોને આગળ કરીને આપણે આશ્વાસન લઈએ છીએ અને આપણી નિર્બળતા છુપાવીએ છીએ. પણ પુરુષાર્થને આગળ કરીએ એટલે ક્રમે ક્રમે કાળ અને ભવિતવ્યતા વગેરે સમવાયો તેમાં સમાઈ જાય છે અને આત્મા બળવત્તર બનતાં સકળ કર્મોનો ક્ષય કરી શકે છે, શ્રી વીર પરમામાના આલંબનથી અનેક આત્માઓ એમની હયાતિમાં સંસારસમુદ્રથી તર્યા છે; મેઘકમાર, ચંડકૌશિક સર્પ, અર્જુનમાલી, ચંદનબાલા વગેરે વગેરે. એમનું શાસન હજી સાડા અઢાર હજાર વર્ષ લગભગ રહેશે. અગિયાર ગણધરો ને વેદવાક્યોનો જૈનદર્શનમાં સમન્વય કરી પ્રતિબોધ એમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4