Book Title: Mahavir Parmatmanu Vyapak Jivan
Author(s): Fatehchand Z Shah
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/211686/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પરમાત્માનું વ્યાપક જીવન શ્રી ફતેહચંદ ઝવેરભાઈ શાહ कल्याणपादपारामं श्रुतगंगाहिमाचलम् । विश्वांभोजरविं देवं वंदे श्रीज्ञातनंदनम् ॥ पान्तु वः श्रीमहावीरस्वामिनो देशना गिरः। भव्या नामांतरमलप्रक्षालनजलोपमाः॥ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય-પરિશિષ્ટ પર્વ શ્રી વીરપરમાત્માનું ૨૫૫૩મું જન્મકલ્યાણક તાજેતરમાં જ ચૈત્રશુકલ ત્રયોદશીના મંગલમય દિને અખિલ ભારતમાં ઊજવાઈ ગયું. મહાન પુરુષોના જન્મદિવસ આપણે માટે લાલ બત્તી જેવા છે. આપણને સમયસરની ચેતવણી આપે છે, સાચી દિશાનું ભાન કરાવે છે, તેમ જ આપણું વર્તમાન જીવન વિષે વિચારવાની તક રજૂ કરે છે કે આપણે અત્યારે ક્યાં છીએ, ક્યાં જઈ રહ્યા છીએ અને કયાં જવું જોઈએ ? લગભગ ૨૫૫૩ વર્ષ પહેલાનો દિવસ એટલે પ્રાચીન ભૂતકાળનો દિવસ; છતાં તે એટલો તેજસ્વી છે કે આપણી આંતરદષ્ટિને ઉઘાડે છે; સૂર્ય આપણાથી જેટલો દૂર છે તેટલી દૂર બીજી કોઈ ચીજ હોય તો કદાપિ ન દેખાય, પરંતુ સૂર્ય એટલો તેજરવી છે કે તે એટલો બધો દૂર હોવા છતાં સૌથી વધારે દેખાઈ શકે છે; મહાપુરુષોના મરણીય દિવસો આવી જ રીતે તેજરવી હોય છે. જે હજારો વર્ષ સુધી લોકોને દેખાય છે એટલું જ નહિ, પણ તેમાંથી આધ્યાત્મિક પ્રેરણાઓ spiritual intuitions મળી રહે છે. પ્રભુ મહાવીરના જીવનના એકેએક આદર્શ એટલા આકર્ષક છે કે તેનો વિચાર માત્ર આશ્ચર્યચકિત બનાવી મૂકે છે. એમની અહિંસા આકાશની સમાન વ્યાપક અને સૂક્ષ્મ છે; એમની તપશ્ચર્યા અને સહનશક્તિ અનુપમ છે; એમની ગૃહસ્થ અને સાધુસંધની વ્યવસ્થાપકતા-બંધારણ મહાન રાજનીતિજ્ઞનોને પણ મુગ્ધ કરે એવી છે. પરંતુ એનાથી વિશેષ જે વરતુ એમના જીવનમાં દષ્ટિગોચર થાય છે તે એમની સમન્વયશક્તિ છે. અગ્નિ અને પાણી જેવી બે વિરોધી વસ્તુઓનો જ્યારે સમન્વય કરવામાં આવે છે ત્યારે એંજિનમાં જે શક્તિ ઉત્પન્ન થાય છે તેથી વિશાળ રેલગાડી વાયુવેગે દોડી શકે છે; સમન્વયના આધારે જ સંસાર ચાલે છે; એથી જ પ્રકૃતિ વિકાસ કરી રહી છે અને જગત ઉન્નતિ કરતું ચાલ્યું છે. તેથી જ શ્રી ઉમાસ્વાતિએ તત્વાર્થસૂત્રમાં “પરસ્પરોપગ્રહો નીવાનામ્' એ સૂત્ર મૂક્યું છે. ભગવાન મહાવીરનો સમન્વયવાદ એ જ અનેકાંતવાદ; પરંતુ આપણે તે ભૂલી જઈ અનેકાંતની ચર્ચામાં સમન્વય શોધવાને બદલે ખંડનની ભાવનાને વધારે જોર આપ્યું છે, ગમે તે એક જ નયને પકડી રાખવાને અંગે અન્ય યોનો અપલોપ થવાથી અનેકાંત એકાંત બની ગયો. પરમાત્મા મહાવીર પાસે કેવલજ્ઞાનરૂપ દીપક હતો તેમાંથી ગણધર મહારાજાઓરૂ૫ અનેક દીપકો પ્રકટ્યા; કેવલજ્ઞાનના બિંદુરૂપ દ્વાદશાંગીનું જ્ઞાન એમણે જગત સમક્ષ મૂકયું; ત્રીજા ભવમાં મનવચન-કાયાની પવિત્રતાથી રોમરાયની વિકરવરતાપૂર્વક “સવિજીવ કેરું શાસન રસી'ની ભાવનાનો જે સંક૯૫ વિલાસપૂર્વક કર્યો હતો તેના પુણ્યાનુબંધી પુણ્યથી તીર્થંકરપણું પ્રાપ્ત થતાં કેવલજ્ઞાનના સારભૂત Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ દ્વાદશાંગીનાં સૂત્રો જગત સમક્ષ મૂક્યાં જે હજારો વર્ષ સુધી ભવ્યાત્માઓ ગ્રહણ કરશે અને મુક્તિ માટે જન્મજન્માંતરમાં પ્રયાણ કરશે. “૩ વ્યાધ્રૌવ્યયુક્ત સત' એ સારભૂત સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે આ જગતના તમામ પદાર્થો અનાદિ હોવા છતાં ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, પણ સત્તારૂપે અચળ રહે છે; આ વિજ્ઞાન એમણે વર્ષો પહેલાં જનસમાજ સમક્ષ મૂક્યું. મહાન ઈશ્વર શ્રી મહાવીરે જગત બનાવ્યું નથી પણ જગતનું સ્વરૂપ બતાવ્યું છે; આત્મા પોતે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર છે, માતાના ગર્ભમાં આવી પોતે જ આહાર લેવામૂકવા વગેરે છ પર્યાતિઓ (શક્તિ) ઉત્પન્ન કરે છે અને જીવનપર્યત તે શક્તિઓનું પાલન કરે છે. તેમ જ જીવન પૂરું થયે તે વિસર્જન કરે છે; અને નવા જન્મોમાં એ રીતે ક્રિયા થયા કરે છે. આ વસ્તુસ્થિતિમાં કર્મજન્ય કાર્ય છે; અન્ય કોઈનું નથી. આત્મા અને કર્મ મળીને આ સંસાર અનાદિકાળથી સરજાયો છે, સરજાય છે અને સરજાશે. જગકર્તા ઈશ્વર જેવી વચ્ચે કોઈ વ્યક્તિ રહેતી નથી; આ તેમનો સર્વજ્ઞ સિદ્ધાંત છે. એમનું તત્વજ્ઞાન નિત્યાનિત્યપણું, એક અનેકપણું, મૂર્તઅમૂર્તપણું, નિશ્ચય અને વ્યવહાર, દ્રવ્યગુણ પર્યાય, સાત નયો, સપ્તભંગીઓ, છ દ્રવ્યો, પાંચ સમવાયો અને જ્ઞાનશિયાખ્યાં મોટાઃ વગેરે સૂક્ષ્મ હકીકતોથી ભરપૂર છે; આઠ કર્મોનું સૂક્ષ્મ સ્વરૂપ બંધ, ઉદય, ઉદીરણ, સત્તા, સંક્રમણ વગેરે અન્ય દર્શનોમાં દૃષ્ટિગોચર થતું નથી. હવે એ પ્રશ્ન થાય છે કે પરમાત્મા મહાવીર તીર્થકર કેમ બન્યા? આ અવસર્પિણી કાળમાં ત્રેવીસ તીર્થંકરો જગતના જીવોના ઉદ્ધાર અર્થે થયા પછી એમનો જન્મ તીર્થંકરરૂપે કેમ થયો? શ્રીમાન હરિભદ્રસૂરિકૃત યોગબિંદુમાં ખાસ હકીકત છે કે આ સંસારનાં સર્વ કલેશો અને ધંધામાંથી સર્વ જીવોનો મન, વચન અને શરીરથી અંતઃકરણની ભાવનાપૂર્વક ઉદ્ધાર ઈચ્છનાર અને તે માટે સક્રિય પ્રયત્નની તાલાવેલીથી આત્મા તીર્થંકર બને છે; સંઘ, જ્ઞાતિ અને દેશનો ઉદ્ધાર ઈરછનાર ગણધર બને છે અને માત્ર પોતાનો જ ઉદ્ધાર ઇચ્છનાર સામાન્ય કેવલી બની શકે છે. શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકે પણ તત્વાર્થસૂત્રની રેકામાં મહિમા મનેષ એ શ્લોકદ્વારા અનેક જન્મોના શભસંસ્કારોના પરિપાકરૂપે વિશ્વદીપક શ્રી મહાવીરના જન્મને વર્ણવ્યો છે; બુદ્ધ માટે પણ કહેવાય છે કે તેમણે બોધિસત્વ તરીકેના પૂર્વ જન્મોમાં પ્રજ્ઞા, દાન, જ્ઞાન, શીલ અને ક્ષમા વગેરે દશ પારમિતા સાધી હતી અને પછીથી બુદ્ધ તરીકેનો જન્મ થયો હતો, આ આત્મા સંયોગવશાત કર્મની વિચિત્રતાથી કઈ સ્થિતિએ પહોંચે છે, કેવા દુઃખ અનુભવે છે, જીવનવિકાસના માર્ગમાં આવ્યા છતાં કેવી રીતે અધ:પતનના ઊંડા ખાડામાં પટકાઈ પડે છે અને પછી કેવા પુરુષાર્થ અને કેવું અપૂર્વ વીયે તારવી સંપૂણે ઉન્નતિના શિખરે પહોંચે છે એ દૃષ્ટાંત શ્રીમહાવી મુખ્ય અને અદભુત છે. નયસારના ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત કરી પછી વમી નાખ્યું; પરંતુ જેમ બીજનો ચન્દ્રમા પૂણિમા બની જાય છે તેમ આખરે તીર્થંકરપણું પ્રાપ્ત કર્યું તે વચ્ચેના છવ્વીસ જન્મો એમના જીવનમાંથી મનનપૂર્વક સમજવાથી કર્મ અને આત્માની લડાઈમાં છેવટે આત્માનો જય થાય છે. કેમકે એમનો પુરુષાર્થ ક્રમે ક્રમે બળવાન થતો ગયો અને સત્તાવીસમા ભવમાં તીર્થંકરપણું પ્રાપ્ત કર્યું. છેવટે કમેં ઉપર વિજય મેળવી સ્વતંત્ર મુક્તિપદ પ્રાપ્ત કર્યું અને આપણને પૂજય બન્યા. સંસારમાં અનેક જીવો જન્મે છે અને મૃત્યુ પામે છે તે તો સામાન્ય ક્રમ છે, તેનો ઊહાપોહ હોતો નથી, પરંતુ વિપત્તિના પહાડ તૂટી પડ્યા હોય, મરણાંત કષ્ટો, ઉપસર્ગો એક પછી એક આવતા હોય, એક વખત ઉન્નતિના શિખરે ગયા પછી અધઃપતનના ખાડામાં પડ્યા રહેવું પડયું હોય છતાં હિમ્મતપૂર્વક, આત્મશ્રદ્ધાપૂર્વક, પુરુષાર્થપૂર્વક અડગપણે કોઈની પણ દયાની ભિક્ષા માગ્યા વગર, દેવ કે ઈદની સહાયની અપેક્ષા વગર, આતધ્યાન કે Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પરમાત્માનું વ્યાપક જીવન ૧૫૫ ૌદ્રધ્યાન કર્યા વગર, ઉપસર્ગ કરનાર પાપી વ્યક્તિઓ ઉપર પણ અનુકંપા ચિંતવીને પોતે કરેલાં પૂર્વ કમેનાં ફળ સમજી, તેને બહાદુરીથી ભોગવી, ઉન્નત અને દિવ્ય આધ્યાત્મિક જીવન જીવી, સંસારના અનેક પ્રાણીઓનું કલ્યાણ કરી મુક્તિસ્થાનમાં પધાર્યા છે; આવું મહાન અને પ્રભાવશાળી વ્યાપક જીવન વીર પરમાત્માનું છે; આ રીતે પોતાના આત્માનો સંપૂર્ણ વિકાસ સાધી ઉન્નતિના શિખરે ચડનાર આત્માઓ જ મહાપો અને વિશ્વવંદ્ય બને છે. પરમાત્મા મહાવીરે કહ્યું છે કે મારી પાસે મુક્તિ કે મોક્ષ નામની કોઈ ચીજ નથી કે હું તમને આપી શકું? પણ તમો સભ્ય દર્શન–જ્ઞાન અને ચારિત્રના માર્ગે ચાલવા પ્રયત્ન કરશો, જિનપ્રતિમા અને જિનાગમનું આલંબન લેશો, ગુણદષ્ટિ રાખી સમભાવની વૃદ્ધિ કરશો, જ્ઞાન અને ક્રિયા ઉભયની સાધના કરશો, સાત નયોને સાપેક્ષ રાખી, ખંડનાત્મક પ્રવૃત્તિથી દૂર રહી અનેકાંતવાદ સ્વીકારશો, અહિંસા, તપ, ત્યાગ અને સંયમમાં પુરુષાર્થ કરશો, શ્રદ્ધાબળ, જ્ઞાનબળ, ચારિત્રબળ, અને ધ્યાન બળનો આત્મામાં વિકાસ કરતા રહેશો અને ભવાંતર માટે પણ શુભસંસ્કારો લેતા જશો તો અવશ્ય આ અનાદ્યનંત સંસારનો તમારે માટે છેડો આવશે તેમ જ આત્માના અનંત ગુણોનો વિકાસ થતાં કર્મથી સ્વતંત્ર રીતે પોતે જ પોતાને મુક્ત કરી શકશે. પરમાત્મા મહાવીરે કર્મનો સૂક્ષ્મ સિદ્ધાંત કેવલજ્ઞાનથી તપાસી જે રીતે રજૂ કર્યો છે તે સર્વાપણાની સાબિતી છે; આત્મા પોતાથી પર–જડભાવ-વિભાવ પરિણતિમાં પડે ત્યાર પછી રાગ, દેષ, ચાર કષાયો વગેરે વડે શરીર, પુત્ર, પરિવાર, હાટ, હવેલી વગેરેમાં મમત્વો વધતા જાય એ રીતે વિષચક્રમાં આત્માં ગૂંચવાઈ કર્મ બાંધી રહ્યો છે; જ્ઞાનચેતનાની જાગૃતિ વગર કર્મચેતના અને કર્મફળચેતના અનુભવી રહ્યો છે; આ કમેનું બંધ, ઉદય, ઉદીરણા સત્તા, સંક્રમણ વગેરેનું સક્ષ્મ સ્વરૂપ જૈન દર્શનસિવાય અન્ય સ્થળે નથી; અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, ચાર અનુયોગો, માર્ગાનુસારીપણું, જિનપૂજા, જીવદયા, ગુણસ્થાન, ગૃહસ્થનાં બાર વ્રત, ઓછામાં ઓછી ગૃહસ્થની સવા વસા દયા, સાધુધર્મની વિસ વસા દયા, દાન, શીલ, તપ અને ભાવ, દ્રવ્યગુણપર્યાય, નવતત્વો વગેરે તત્ત્વજ્ઞાન અને ક્રિયામાર્ગનું ઉચ્ચ બંધારણ–વીર પ્રભુએ વ્યાપક દૃષ્ટિએ આપણી સમક્ષ મૂકેલું છે; એ બંધારણ પ્રમાણે જે મનુષ્ય વર્તે તો ઓછામાં ઓછા બે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી પ્રાતે નિર્જરા થતાં સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિપદ પ્રાપ્ત કરી શકે. પરમાત્મા મહાવીરે જે સિદ્ધાંતો આપણી સમક્ષ મૂક્યા છે તે ર+૨=૪ જેવાં ચોકકસ છે. એમણે નવા મૂક્યા નથી. પૂર્વના તીર્થકર સર્વનોના પણ એ જ સિદ્ધાંતો શાશ્વત છે; સત્ય એક જ હોઈ શકે છે. કાલ, રવભાવ, ભવિતવ્યતા, ઉદ્યમ અને કર્મરૂપ પાંચ સમવાયોથી જગત-સંસાર ચાલ્યા કરે છે: તેમાં વચ્ચે કોઈ બીજી વ્યક્તિની જરૂર રહેતી નથી; કર્મ અને આત્માના પુસ્વાર્થ બાબતમાં એમણે કર્મનું સ્વરૂપ આત્માને અધઃપતન કરાવનારું બતાવીને છેવટે પુરુષાર્થ ઉપર મુખ્યતા મૂકી છે; પુરુષાર્થ કર્યા વગર કામનો વિનાશ ન થઈ શકે. આપણા આત્મામાં ભૂતપૂર્વ કામના સામ્રાજ્યને લઈને નિર્બળતાઓ ભરી પડી છે જેથી આપણને કાળનો પરિપાક થયો નથી. કર્મનું બળ છે, ભવિતવ્યતા બળવાન છે વગેરે વગેરે નિમિત્તોને આગળ કરીને આપણે આશ્વાસન લઈએ છીએ અને આપણી નિર્બળતા છુપાવીએ છીએ. પણ પુરુષાર્થને આગળ કરીએ એટલે ક્રમે ક્રમે કાળ અને ભવિતવ્યતા વગેરે સમવાયો તેમાં સમાઈ જાય છે અને આત્મા બળવત્તર બનતાં સકળ કર્મોનો ક્ષય કરી શકે છે, શ્રી વીર પરમામાના આલંબનથી અનેક આત્માઓ એમની હયાતિમાં સંસારસમુદ્રથી તર્યા છે; મેઘકમાર, ચંડકૌશિક સર્પ, અર્જુનમાલી, ચંદનબાલા વગેરે વગેરે. એમનું શાસન હજી સાડા અઢાર હજાર વર્ષ લગભગ રહેશે. અગિયાર ગણધરો ને વેદવાક્યોનો જૈનદર્શનમાં સમન્વય કરી પ્રતિબોધ એમણે Page #4 -------------------------------------------------------------------------- ________________ 156 આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ કર્યો આ તેમની અપૂર્વ વિશિષ્ટતા છે; તેથી જ શ્રીમદ્ આનંદઘનજીએ “ષદર્શન જિન અંગ ભણી’ રૂપે શ્રીનાથજીના સ્તવનમાં કહ્યું છે. પદાર્થવિજ્ઞાન(Science) તો પરમાત્મા મહાવીરના અનંતજ્ઞાનનો એક વિભાગ છે; દા. ત. શ્રીભગવતી સૂત્રમાં ભાષાવર્ગણાના પુદગલોને કયા કયા વર્ણ, ગંધ, રસ અને ર૫શ છે તે ગૌતમ સ્વામીજીના પ્રશ્નોનો ઉત્તર પ્રભુ મહાવીરે આપ્યો છે; આવું સુકમજ્ઞાન સર્વજ્ઞ સિવાય બીજાને હોઈ શકે નહિ; હજારો વર્ષ પહેલાં પરમાત્માએ કહ્યું છે કે ભાષાવર્ગણા એ પુદગલરૂપ છે. તે હાલમાં રેડીઓ અને ગ્રામોફોન દ્વારા સિદ્ધ થયું છે તેમ જ શરીરની છાયાના અને પ્રકાશનાં પુદ્ગલો પણ કેમેરાથી ઝડપાયા છે. પરમાત્મા મહાવીરના વ્યાપક જીવનના સારરૂપે આપણે એમનું આલંબન સ્વીકારી એમની આજ્ઞા પ્રમાણે વર્તવા પ્રયત્નશીલ થઈએ, સંગઠિત થઈ એમના જીવનસિદ્ધાંતોને કાર્યમાં ઉતારીએ, નવા કલેશોને તિલાંજલી આપી જૈન સમાજની ઉન્નતિ માટે એકત્ર થઈએ, એમના સિદ્ધાંતો પરદેશમાં ફેલાવવા મિશનો મોકલીએ, એમના જીવનનો મહાન ગ્રંથ-ઐતિહાસિક, વૈજ્ઞાનિક, યૌગિક અને આધ્યાત્મિક રીતે ગૃહસ્થજીવન, સાધુજીવન, માતૃ-પિતૃ-ભક્તિ, બંધુરનેહ, ગણધરવાદ, તીર્થસ્થાપના વગેરે અનેક દષ્ટિબિંદુઓથી સરળ ભાષામાં તૈયાર કરાવીએ, આલસ્ય ખંખેરી પુરુષાર્થ–પરાયણ થતા રહીએ, અહિંસા, સંયમ, તપ, સામાયિક, બ્રહ્મચર્ય, દાનધર્મ વગેરેમાં પ્રગતિ કરતા રહીએ તો તે સંસ્કારો પાડતાં પાડતાં આપણે આપણા આત્માની અનંત શક્તિઓનો વિકાસ કરી એમની માફક અવશ્ય મુક્તિગામી બની શકશું એ નિર્વિવાદ સત્ય છે. " ભગવાન મહાવીરનો આહંતધર્મ ઉધોષણ કરે છે કે કર્તવ્યકમને આદરી સદ્વર્તન ધારણ કરજે, ઉદાસીનતા, ખેદ, ચિંતા અને ભય કે જે મનોબળને નબળું પાડનાર છે અને આત્માના ભાવિ ઉદયને અટકાવનાર છે તેમને હૃદયમાં પેસવા દેશો નહિ, નિરંતર આત્મચિંતવન કરજે, કટુતામાં મધુરતા રાખજે, દુ:ખમાં સુખ માની લેતાં શીખજે, દુઃખોને અનુભવી ઢીલા થશો નહિ અને સંતાપનાં રોદણાં રડશો નહિ; તમારા આત્માને દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં ઓતપ્રોત કરી નિશ્ચય બળ(will power)થી તેને ટકાવી રાખી ઉત્તરોત્તર પ્રગતિ કરજે.' કાજોલાબાજો અવાજ પાપ