Book Title: Mahaveer Vani
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 179
________________ ગીતિ–જેના પૂર્વાર્ધમાં ત્રીશ માત્રા હોય અને ઉત્તરાબઈમાં ય ત્રીશ માત્રા હોય તેનું નામ ગીતિ આર્યા. જુઓ – ૧૧ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૧૨ ૨૧ ૨૧૨૨ ૧ जगनिस्सिएहिं भूएहि तपनामेहि थावरेहि च । ૨ ૨ ૧ ૨૧૨ ૨૨ ૧૧૨ ૧૧૨ ૨ ૧૨ ૨૧ नो तेसिमारमे दंड मणसा वयसा कायसा चेव ।। (અક્ષર ઉપર આપેલા આંકડા માત્રાને સૂચવે છે. એક છે તે એક માત્રાને સૂચવે છે અને બે છે તે બે માત્રાને સૂચવે છે.) ઉપગીતિ-જેના પૂર્વાર્ધમાં ૧૨+૧૫ એમ સત્તાવીશ માત્રા હોય અને જેના ઉત્તરાર્ધમાં ય ૧૨+૫ એમ સત્તાવિશ માત્રા હોય તેનું નામ ઉપગીતિ. આ પુસ્તકમાં આ ત્રણે છુંદો ઘણા ઓછા વપરાયા છે. આય વગેરે ત્રણે માત્રામેળ છંદોનું જે માપ–માત્રા સંખ્યા–જણાવેલ છે તેમાં આ પુસ્તકના પઘોમાં કયાંય માત્રા સંખ્યા ઓછી વધતી જણાય છે તે દુષપાત્ર નથી. કેમકે આ બધાં પદ્યો પ્રાચીન ભાષાના આર્ષ છેદમાં છે. વિતાલીય–પ્રથમ અને તૃતીય ચરણમાં ચૌદ ચૌદ માત્રા હોય અને દ્વિતીય તથા ચતુર્થ પાદમાં સોળ સોળ માત્રા હેય તથા દરેક પાદમાં છેલ્લે રગણ આવો જોઈએ. રગણું એટલે જેને આદિ અક્ષર અને અન્ય અક્ષર ગુરુ હોય અને મધ્ય અક્ષર લઘુ હોય. (જેમકે “કાયસા' એ શબ્દ રગણુ કહેવાય.) અને તે રગણુ પછી એક અક્ષર લઘુ આવવો જોઈએ. તથા એ લઘુ પછી વળી એક અક્ષર ગુરુ આવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182