Book Title: Mahatparva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ મહત્પર્વ [૩પ૭ અગાર થયેલ સ્થાનકવાસી, તેરેપંથી કે શ્વેતાંબર મૂર્તિપૂજકને હવે શું સાચવવાનું છે કે જેને કારણે તે બીજા ફિરકાઓના ગુરુવર્ગ સાથે મેળા મનથી હળીમળી ન શકે? આટલે દૂર ન જઈએ અને એક નાના વર્તુલને જ લઈ વિચારીએ તેય દીવા જેવું દેખાશે કે સાંવત્સરિક પર્વની આપણે ઠેકડી કરી રહ્યા છીએ ! એક જ ગચ્છ કે એક જ ગુના બે મુનિવર્ગો પણ ભાગ્યે જ અરથી હળેમળે છે અને ખમે-ખમાવે છે. આ કૃત્રિમતાની અસર પછી આખા સમાજ પર થાય છે અને પરિણામે પરસ્પરનું દેવદર્શન કરવાને જ રસ પષાય છે, જેને લીધે ગુણદષ્ટિ અને ગુણનું મૂલ્યાંકન એ લગભગ લેપાઈ જાય છે, જે એકમાત્ર સાંવત્સરિક પર્વની મહત્તાને પ્રાણુ છે. મને લાગે છે કે સમાજમાં પર્વની પ્રથા ચાલુ છે તે દ્રવ્યરૂપે તે છે જ, પણ એમાં ભાવ –વ આવે તે વાંછનીય છે. એ માટે પ્રયત્ન એ જ પ્રભાવના છે. વરઘોડા, સરઘસ, વાજાંગાજા ઇત્યાદિનું કોઈ સ્વતંત્ર મૂલે છે જ નહિ. આ સમજણ જેટલી જલદી જાગે તેટલું વ્યક્તિ, સમાજ અને માનવતાનું હિત વધારે. - જેને “પયુંષણક, શ્રાવણ 2012 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4