Book Title: Mahatparva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ દર્શન અને ચિંતન સૂક્ષ્મ–અતિસૂક્ષ્મ અને અગમ્ય જેવા જીવાવર્ગને પણ ખમાવે છે, તેને પ્રત્યે પોતે કાંઈ સજ્ઞાન–અજ્ઞાનપણે ભૂલ કરી હોય તો માફી માગે છે. ખરી રીતે આ પ્રથા પાછળની દૃષ્ટિ તો બીજી છે, અને તે એ કે જે માણસ સૂમ-અતિસૂક્ષ્મ જીવ પ્રત્યે પણ કેમળ થવા જેટલું તૈયાર હોય તે તેણે સૌથી પહેલાં જેની સાથે પિતાનું અત્તર છે, જેની સાથે કડવાશ ઊભી થઈ હય, પરસ્પર લાગણી દુભાઈ હોય તેની સાથે ક્ષમાં લઈ--દઈ દિલ ચોખાં કરવાં. બાઈબલના ગિરિપ્રવચનમાં પણ આ જ મતલબનું કથન છે કે તું તારા પાડોશીઓ અર્થાત્ સ્નેહીઓ અને મળતિયાઓ ઉપર તો પ્રીતિ કરે જ છે; પણ જે તારા વિરોધીઓ કે દુશ્મન હોય એમના ઉપર પણ પ્રીતિ કર, પ્રેમ વધાર! પરંતુ સાંવત્સરિક પર્વ નિમિત્તે એક બાજુ ચેરાસી લાખ જીવનિને ખમાવવાની પ્રથા ચાલુ છે, બીજી બાજુએ જેની સાથે સારાસારી સાચવી રાખવામાં જ દુન્યવી લાભ હોય તેની સાથે જ મુખ્યપણે લમણું લેવાય-દેવાય છે, જ્યારે ક્ષમણને ખરે પ્રાણ તો ગૂંગળાઈ જ જાય છે. એ ખરે પ્રાણ એટલે જેને પિતા પ્રત્યે કાંઈક નારાજ હોય, અથવા પિતામાં જેના પ્રત્યે કાંઈક કડવી લાગણી ઊભી થઈ હોય, તેની સાથેનું અત્તર મિટાવવું તે. આવું અન્તર હમેશાં દિલમાં કાયમ રહે, કદાચ વધારે પિપાયા પણ કરે, અને છતાં સર્વ જીવો પ્રત્યે મૈત્રી કેળવવાને મૌખિક ઉપચાર ચાલુ પણ રહે એ સાંવત્સરિક પર્વની મહત્તાની હાનિ છે. જે આ પર્વની મહત્તા સમજે અને સ્વીકારે તેને માટે પહેલી જરૂર તે એ છે કે તેણે પિતાના સંબધો જેની જેની સાથે બગડ્યા હોય તેને તેને મળી દિલ ચોખ્ખું અને હળવું કરવું જોઈએ. પરંતુ આવી પહેલ કરે કે? જે કરે તે ખરે પ્રાણવાન અને સાચે જૈન. પણ સામાન્ય રીતે આવી અપેક્ષા ગુરુવર્ગ પ્રત્યે જ સેવાય છે. એક રીતે તે રહ્યા ધર્મક્ષેત્રે દોરવણ આપનાર, એટલે તેમનાં વચન અને વર્તનની છાપ અનાયાસે બીજા ઉપર પડે. પણ આપણે જોઈએ છીએ કે ગુસ્વર્ગમાં માત્ર પ્રથાભક્તિ છે. ભાગ્યે જ એ કઈ ગુરુ હશે જે આ પર્વના મહત્ત્વને સજીવ કરતે હોય. * જે આ બાબતમાં ગુસ્વર્ગ નવેસરથી તે તો સાંવત્સરિક પર્વના મહત્વની સુવાસ બીજા સમાજે ને દેશમાં પણ પ્રસરે. દિગંબર ધારણ કરનાર ભિક્ષુને હવે શું બાકી રહ્યું છે કે જેને કારણે તે દિગંબર રહ્યા છતાં શ્વેતાંબર આદિ બીજા સાથે સાથે એકરસ થઈ ન શકે? ઘરબાર છોડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4