Book Title: Mahatparva Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ મહત્પર્વ [ રૂ૫ અવલે ન માત્ર ત્યાગી કે ફક્કોર માટે જ જરૂરી છે એમ નથી, પણ તે નાની કે મોટી ઉંમરના અને કાઈ પણ ધંધા અને સંસ્થાના માનવી માટે સફળતાની દષ્ટિએ આવશ્યક છે, કેમકે તે દ્વારા એ મનુષ્ય પોતાની ખામીઓ નિવારતા નિવારતાં ઊંચે ચડે છે અને સૌનાં દિલ જીતી લે છે. આ એક સાંવત્સરિક પર્વના મહત્ત્વની મુખ્ય વ્યક્તિગત બાજુ થઈ, પરંતુ એ મહા સામુદાયિક દષ્ટિએ પણ વિચારવાનું છે, અને હું જાણું છું ત્યાં લગી, સામુદાયિક દષ્ટિએ અનારિક અવલોકનનું મહત્વ જેટલું આ પર્વને અપાયું છે તેટલું બીજા કે પવને બીજા કોઈ વર્ગે આપ્યું નથી. બૌદ્ધ ભિક્ષુકે અમુક અમુક અન્તરે મળે ત્યારે તેમાં સામુદાયિક રીતે પિતાની ભૂલ કબૂલવાની પ્રથા છે. જેમાં પણ દેનિક અને પાક્ષિક પ્રતિક્રમણ પ્રસંગે કાંઈક આવી જ પ્રથા છે. ખ્રિસ્તીઓ પણ સમુદાયરૂપે ભૂલ–માફીની પ્રાર્થના કરે છે ત્યારે તેમાં પોતાની ભૂલ જેવા અને કબૂલવાને ભાવ છે જ. દરેક પંથમાં એક યા બીજી રીતે પિતાની નમ્રતા કેળવવા અહંને ત્યાગ કરવાની સૂચના એના અનુયાયીને અપાય જ છે. તેથી સમજાય છે કે સામુદાયિક દૃષ્ટિએ આન્તરિક અવલોકનપૂર્વક પોતપોતાની ભૂલ કબૂલી અને જેના પ્રત્યે ભૂલ સેવાઈ હોય તેની સાચા દિલથી માફી માગવી અને સામાને માફી આપવી એ સામાજિક સ્વાથ્ય માટે પણ કેટલું અગત્યનું છે. આને લીધે જ જૈન પરંપરામાં પ્રથા પડી છે કે દરેક ગામ, નગર અને શહેરના સંધ અંદરોઅંદર ખમે-ખમાવે; એટલું જ નહિ, પણ બીજા સ્થાનના સો સાથે પણ તે આ જ વ્યવહાર કરે. સંઘમાં માત્ર ગુહો નથી આવતા, ત્યાગીઓ પણ આવે છે; પુરુષે જ નહિ, સ્ત્રીઓ પણ આવે છે. સંધ એટલે માત્ર એક ફિરકા, એક ગ૭, એક આચાર્ય કે એક ઉપાશ્રયના જ અનુગામીઓ નહિ, પણ જૈન પરંપરાને અનુસરનાર દરેક જૈનને જૈન પરંપરાવાળા સાથે જ જીવવું પડે છે એવું કાંઈ નથી, તેઓને બીજાઓ સાથે પણ એટલું જ કામ પડે છે, અને ભૂલ થાય તે તે જેમ અંદરઅંદર થાય તેમ બીજાઓના સંબંધમાં પણ થાય છે જ. એટલે ખરી રીતે ભૂલ– સ્વીકાર અને ખમવા-ખમાવવાની પ્રથાનું રહસ્ય એ કાંઈ માત્ર જૈન પર, પરામાં જ પૂરું થતું નથી, પણ ખરી રીતે એ રહસ્ય સમાજવ્યાપી ક્ષમણમાં છે. પરંતુ આજે આ વાત ભુલાઈ ગયા જેવી છે, અને છતાં ખમણાની પ્રથા તે ચાલે જ છે. તે એટલે સુધી કે આવી પ્રથાને અનુસરનાર જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4