Book Title: Mahatparva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249199/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહતપર્વ [ ૧૬ ] વગરકો પણ દરેક જૈન સમજે છે કે સાંવત્સરિક પર્વ એ મહત્પર્વ છે. બીજાં કોઈ પણ પ કરતાં એ મહત્વ છે. એની મહત્તા શેમાં છે એ જ સમજવાનું રહે છે. બધા જૈને એને એકસરખી રીતે સ્વીકારે છે તે એની મહત્તાનું મુખ્ય સૂચક નથી. એવાં તે દિવાળી આદિ અનેક પર્વો છે, જેને જેનો ઉપરાંત બીજો પણ મટે વર્ગ માને છે. તે દિવસે ઉપવાસ અને તપની પ્રથા છે એ પણ એની મહત્તાની મુખ્ય પ્રતીક નથી. જ્ઞાનપંચમી અને બીજી તિથિઓમાં પણ તપને આદર એ છે નથી. ત્યારે એની મહત્તા માં ખરી રીતે સમાયેલી છે, એ સાંવત્સરિક પર્વ આવ્યા પહેલાં વિચારકેએ વિચારી રાખવું ઘટે. અત્રે જે મુદ્દો સૂચવવાને છે તે પણ કાંઈ તદ્દન અજ્ઞાત નથી, પણ જે એ મુદ્દો સાચે હૈય, અને ખરેખર સાચે છે જ, તે તેની સમજણ જેટલા પ્રમાણમાં વિકસે, વિસ્તરે અને ઊંડી ઉતરે એટલું સારું, એ જ પ્રસ્તુત લેખને ઉદ્દેશ છે. કોઈ પણ વ્યક્તિએ ખરી શાનિત અનુભવવી છે, અગવડ કે સગવડ, આપદા કે સંપદામાં સ્વસ્થતા કેળવવી હોય અને વ્યક્તિત્વને ખંડિત ન થવા દેતાં તેનું આન્તરિક અખંડપણું સાચવી રાખવું હોય તે એને એકમાત્ર : અને મુખ્ય ઉપાય એ છે કે તે વ્યકિત પોતાની જીવનપ્રવૃત્તિના દરેક ક્ષેત્રનું બારીકાથી અવલોકન કરે. એ આન્તરિક અનલોકનને હેતુ એ જ રહે કે તેણે ક્યાં ક્યાં, કેવી કેવી રીતે, કેની કોની સાથે નાની કે મેટી ભૂલ કરી છે તે જોવું. જ્યારે કેઈ માણસ સાચા દિલથી નમ્રપણે પિતાની ભૂલ જોઈ લે છે ત્યારે તેને તે ભૂલ, ગમે તેટલી નાનામાં નાની હોય તોય, પહાડ જેવી મોટી લાગે છે અને તેને તે સહી શકતું નથી. પિતાની ભૂલ અને ખામીનું ભાન એ માણસને જાગતે અને વિવેકી બનાવે છે. જાગૃતિ અને વિવેક માણસને બીજા સાથે સંબધે કેમ રાખવા, કેમ કેળવવા એની સૂઝ પાડે છે. એ રીતે આન્તરિક અવલોકન માણસની ચેતનાને ખંડિત થતાં રેકે છે. આવું Page #2 -------------------------------------------------------------------------- ________________ મહત્પર્વ [ રૂ૫ અવલે ન માત્ર ત્યાગી કે ફક્કોર માટે જ જરૂરી છે એમ નથી, પણ તે નાની કે મોટી ઉંમરના અને કાઈ પણ ધંધા અને સંસ્થાના માનવી માટે સફળતાની દષ્ટિએ આવશ્યક છે, કેમકે તે દ્વારા એ મનુષ્ય પોતાની ખામીઓ નિવારતા નિવારતાં ઊંચે ચડે છે અને સૌનાં દિલ જીતી લે છે. આ એક સાંવત્સરિક પર્વના મહત્ત્વની મુખ્ય વ્યક્તિગત બાજુ થઈ, પરંતુ એ મહા સામુદાયિક દષ્ટિએ પણ વિચારવાનું છે, અને હું જાણું છું ત્યાં લગી, સામુદાયિક દષ્ટિએ અનારિક અવલોકનનું મહત્વ જેટલું આ પર્વને અપાયું છે તેટલું બીજા કે પવને બીજા કોઈ વર્ગે આપ્યું નથી. બૌદ્ધ ભિક્ષુકે અમુક અમુક અન્તરે મળે ત્યારે તેમાં સામુદાયિક રીતે પિતાની ભૂલ કબૂલવાની પ્રથા છે. જેમાં પણ દેનિક અને પાક્ષિક પ્રતિક્રમણ પ્રસંગે કાંઈક આવી જ પ્રથા છે. ખ્રિસ્તીઓ પણ સમુદાયરૂપે ભૂલ–માફીની પ્રાર્થના કરે છે ત્યારે તેમાં પોતાની ભૂલ જેવા અને કબૂલવાને ભાવ છે જ. દરેક પંથમાં એક યા બીજી રીતે પિતાની નમ્રતા કેળવવા અહંને ત્યાગ કરવાની સૂચના એના અનુયાયીને અપાય જ છે. તેથી સમજાય છે કે સામુદાયિક દૃષ્ટિએ આન્તરિક અવલોકનપૂર્વક પોતપોતાની ભૂલ કબૂલી અને જેના પ્રત્યે ભૂલ સેવાઈ હોય તેની સાચા દિલથી માફી માગવી અને સામાને માફી આપવી એ સામાજિક સ્વાથ્ય માટે પણ કેટલું અગત્યનું છે. આને લીધે જ જૈન પરંપરામાં પ્રથા પડી છે કે દરેક ગામ, નગર અને શહેરના સંધ અંદરોઅંદર ખમે-ખમાવે; એટલું જ નહિ, પણ બીજા સ્થાનના સો સાથે પણ તે આ જ વ્યવહાર કરે. સંઘમાં માત્ર ગુહો નથી આવતા, ત્યાગીઓ પણ આવે છે; પુરુષે જ નહિ, સ્ત્રીઓ પણ આવે છે. સંધ એટલે માત્ર એક ફિરકા, એક ગ૭, એક આચાર્ય કે એક ઉપાશ્રયના જ અનુગામીઓ નહિ, પણ જૈન પરંપરાને અનુસરનાર દરેક જૈનને જૈન પરંપરાવાળા સાથે જ જીવવું પડે છે એવું કાંઈ નથી, તેઓને બીજાઓ સાથે પણ એટલું જ કામ પડે છે, અને ભૂલ થાય તે તે જેમ અંદરઅંદર થાય તેમ બીજાઓના સંબંધમાં પણ થાય છે જ. એટલે ખરી રીતે ભૂલ– સ્વીકાર અને ખમવા-ખમાવવાની પ્રથાનું રહસ્ય એ કાંઈ માત્ર જૈન પર, પરામાં જ પૂરું થતું નથી, પણ ખરી રીતે એ રહસ્ય સમાજવ્યાપી ક્ષમણમાં છે. પરંતુ આજે આ વાત ભુલાઈ ગયા જેવી છે, અને છતાં ખમણાની પ્રથા તે ચાલે જ છે. તે એટલે સુધી કે આવી પ્રથાને અનુસરનાર જૈન Page #3 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન સૂક્ષ્મ–અતિસૂક્ષ્મ અને અગમ્ય જેવા જીવાવર્ગને પણ ખમાવે છે, તેને પ્રત્યે પોતે કાંઈ સજ્ઞાન–અજ્ઞાનપણે ભૂલ કરી હોય તો માફી માગે છે. ખરી રીતે આ પ્રથા પાછળની દૃષ્ટિ તો બીજી છે, અને તે એ કે જે માણસ સૂમ-અતિસૂક્ષ્મ જીવ પ્રત્યે પણ કેમળ થવા જેટલું તૈયાર હોય તે તેણે સૌથી પહેલાં જેની સાથે પિતાનું અત્તર છે, જેની સાથે કડવાશ ઊભી થઈ હય, પરસ્પર લાગણી દુભાઈ હોય તેની સાથે ક્ષમાં લઈ--દઈ દિલ ચોખાં કરવાં. બાઈબલના ગિરિપ્રવચનમાં પણ આ જ મતલબનું કથન છે કે તું તારા પાડોશીઓ અર્થાત્ સ્નેહીઓ અને મળતિયાઓ ઉપર તો પ્રીતિ કરે જ છે; પણ જે તારા વિરોધીઓ કે દુશ્મન હોય એમના ઉપર પણ પ્રીતિ કર, પ્રેમ વધાર! પરંતુ સાંવત્સરિક પર્વ નિમિત્તે એક બાજુ ચેરાસી લાખ જીવનિને ખમાવવાની પ્રથા ચાલુ છે, બીજી બાજુએ જેની સાથે સારાસારી સાચવી રાખવામાં જ દુન્યવી લાભ હોય તેની સાથે જ મુખ્યપણે લમણું લેવાય-દેવાય છે, જ્યારે ક્ષમણને ખરે પ્રાણ તો ગૂંગળાઈ જ જાય છે. એ ખરે પ્રાણ એટલે જેને પિતા પ્રત્યે કાંઈક નારાજ હોય, અથવા પિતામાં જેના પ્રત્યે કાંઈક કડવી લાગણી ઊભી થઈ હોય, તેની સાથેનું અત્તર મિટાવવું તે. આવું અન્તર હમેશાં દિલમાં કાયમ રહે, કદાચ વધારે પિપાયા પણ કરે, અને છતાં સર્વ જીવો પ્રત્યે મૈત્રી કેળવવાને મૌખિક ઉપચાર ચાલુ પણ રહે એ સાંવત્સરિક પર્વની મહત્તાની હાનિ છે. જે આ પર્વની મહત્તા સમજે અને સ્વીકારે તેને માટે પહેલી જરૂર તે એ છે કે તેણે પિતાના સંબધો જેની જેની સાથે બગડ્યા હોય તેને તેને મળી દિલ ચોખ્ખું અને હળવું કરવું જોઈએ. પરંતુ આવી પહેલ કરે કે? જે કરે તે ખરે પ્રાણવાન અને સાચે જૈન. પણ સામાન્ય રીતે આવી અપેક્ષા ગુરુવર્ગ પ્રત્યે જ સેવાય છે. એક રીતે તે રહ્યા ધર્મક્ષેત્રે દોરવણ આપનાર, એટલે તેમનાં વચન અને વર્તનની છાપ અનાયાસે બીજા ઉપર પડે. પણ આપણે જોઈએ છીએ કે ગુસ્વર્ગમાં માત્ર પ્રથાભક્તિ છે. ભાગ્યે જ એ કઈ ગુરુ હશે જે આ પર્વના મહત્ત્વને સજીવ કરતે હોય. * જે આ બાબતમાં ગુસ્વર્ગ નવેસરથી તે તો સાંવત્સરિક પર્વના મહત્વની સુવાસ બીજા સમાજે ને દેશમાં પણ પ્રસરે. દિગંબર ધારણ કરનાર ભિક્ષુને હવે શું બાકી રહ્યું છે કે જેને કારણે તે દિગંબર રહ્યા છતાં શ્વેતાંબર આદિ બીજા સાથે સાથે એકરસ થઈ ન શકે? ઘરબાર છોડી Page #4 -------------------------------------------------------------------------- ________________ મહત્પર્વ [૩પ૭ અગાર થયેલ સ્થાનકવાસી, તેરેપંથી કે શ્વેતાંબર મૂર્તિપૂજકને હવે શું સાચવવાનું છે કે જેને કારણે તે બીજા ફિરકાઓના ગુરુવર્ગ સાથે મેળા મનથી હળીમળી ન શકે? આટલે દૂર ન જઈએ અને એક નાના વર્તુલને જ લઈ વિચારીએ તેય દીવા જેવું દેખાશે કે સાંવત્સરિક પર્વની આપણે ઠેકડી કરી રહ્યા છીએ ! એક જ ગચ્છ કે એક જ ગુના બે મુનિવર્ગો પણ ભાગ્યે જ અરથી હળેમળે છે અને ખમે-ખમાવે છે. આ કૃત્રિમતાની અસર પછી આખા સમાજ પર થાય છે અને પરિણામે પરસ્પરનું દેવદર્શન કરવાને જ રસ પષાય છે, જેને લીધે ગુણદષ્ટિ અને ગુણનું મૂલ્યાંકન એ લગભગ લેપાઈ જાય છે, જે એકમાત્ર સાંવત્સરિક પર્વની મહત્તાને પ્રાણુ છે. મને લાગે છે કે સમાજમાં પર્વની પ્રથા ચાલુ છે તે દ્રવ્યરૂપે તે છે જ, પણ એમાં ભાવ –વ આવે તે વાંછનીય છે. એ માટે પ્રયત્ન એ જ પ્રભાવના છે. વરઘોડા, સરઘસ, વાજાંગાજા ઇત્યાદિનું કોઈ સ્વતંત્ર મૂલે છે જ નહિ. આ સમજણ જેટલી જલદી જાગે તેટલું વ્યક્તિ, સમાજ અને માનવતાનું હિત વધારે. - જેને “પયુંષણક, શ્રાવણ 2012