SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ મહતપર્વ [ ૧૬ ] વગરકો પણ દરેક જૈન સમજે છે કે સાંવત્સરિક પર્વ એ મહત્પર્વ છે. બીજાં કોઈ પણ પ કરતાં એ મહત્વ છે. એની મહત્તા શેમાં છે એ જ સમજવાનું રહે છે. બધા જૈને એને એકસરખી રીતે સ્વીકારે છે તે એની મહત્તાનું મુખ્ય સૂચક નથી. એવાં તે દિવાળી આદિ અનેક પર્વો છે, જેને જેનો ઉપરાંત બીજો પણ મટે વર્ગ માને છે. તે દિવસે ઉપવાસ અને તપની પ્રથા છે એ પણ એની મહત્તાની મુખ્ય પ્રતીક નથી. જ્ઞાનપંચમી અને બીજી તિથિઓમાં પણ તપને આદર એ છે નથી. ત્યારે એની મહત્તા માં ખરી રીતે સમાયેલી છે, એ સાંવત્સરિક પર્વ આવ્યા પહેલાં વિચારકેએ વિચારી રાખવું ઘટે. અત્રે જે મુદ્દો સૂચવવાને છે તે પણ કાંઈ તદ્દન અજ્ઞાત નથી, પણ જે એ મુદ્દો સાચે હૈય, અને ખરેખર સાચે છે જ, તે તેની સમજણ જેટલા પ્રમાણમાં વિકસે, વિસ્તરે અને ઊંડી ઉતરે એટલું સારું, એ જ પ્રસ્તુત લેખને ઉદ્દેશ છે. કોઈ પણ વ્યક્તિએ ખરી શાનિત અનુભવવી છે, અગવડ કે સગવડ, આપદા કે સંપદામાં સ્વસ્થતા કેળવવી હોય અને વ્યક્તિત્વને ખંડિત ન થવા દેતાં તેનું આન્તરિક અખંડપણું સાચવી રાખવું હોય તે એને એકમાત્ર : અને મુખ્ય ઉપાય એ છે કે તે વ્યકિત પોતાની જીવનપ્રવૃત્તિના દરેક ક્ષેત્રનું બારીકાથી અવલોકન કરે. એ આન્તરિક અનલોકનને હેતુ એ જ રહે કે તેણે ક્યાં ક્યાં, કેવી કેવી રીતે, કેની કોની સાથે નાની કે મેટી ભૂલ કરી છે તે જોવું. જ્યારે કેઈ માણસ સાચા દિલથી નમ્રપણે પિતાની ભૂલ જોઈ લે છે ત્યારે તેને તે ભૂલ, ગમે તેટલી નાનામાં નાની હોય તોય, પહાડ જેવી મોટી લાગે છે અને તેને તે સહી શકતું નથી. પિતાની ભૂલ અને ખામીનું ભાન એ માણસને જાગતે અને વિવેકી બનાવે છે. જાગૃતિ અને વિવેક માણસને બીજા સાથે સંબધે કેમ રાખવા, કેમ કેળવવા એની સૂઝ પાડે છે. એ રીતે આન્તરિક અવલોકન માણસની ચેતનાને ખંડિત થતાં રેકે છે. આવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249199
Book TitleMahatparva
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Pious Days
File Size288 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy