Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 13
________________ મહારાજા કુમારપાળ * * * એક વાર મહારાજાએ આચાર્યશ્રીને પૂછયું હે પ્રભુ! જગમાં મારો જશ કેમ પ્રસરે? અને કાળના છેડા સુધી કેમ ટકે?’ આચાર્ય મહારાજે કહ્યું : “કાં તો સોમનાથ મહાદેવના મંદિરનો ઉદ્ધાર કરો; કાં વિક્રમ રાજાની જેમ પૃથ્વી પરથી માણસમાત્રનું દેવું દૂર કરો.” - સૌરાષ્ટ્રમાં સાગરકાંઠે આવેલું, સોમનાથ પાટણનું શિવમંદિર લાકડાનું હતું. દરિયાના પાણીની છોળો લાગવાથી એ જીર્ણ થઈ ગયું હતું. મહારાજા કુમારપાળે એનો ઉદ્ધાર શરૂ કર્યો. આખું મંદિર પથ્થરથી બાંધવા માંડ્યું. અજબ નકશી ઉતારવા માંડી. લોકો આચાર્ય મહારાજની ઉદારતાની પ્રશંસા કરવા લાગ્યા : કેવો સવધર્મસમભાવ ! આ વખતે કુમારપાળને આચાર્યશ્રીએ કહ્યું, કે સારા કામમાં સો વિઘ્ન આવે. માટે આ મંદિર નિર્વિને પૂરું થાય તે માટે તમારે મદ્યમાંસ તજી દેવા જોઈએ. રાજાએ તરત જ મદ્યમાંસ છોડી દીધાં. મંદિર પૂરું થયું, ત્યારે આચાર્યશ્રી પણ ત્યાં પ્રતિષ્ઠામાં હાજર રહ્યા. એટલું જ નહિ, પણ નીચેની પ્રાર્થના બોલ્યા : “જે કોઈ ધર્મમતમાં, જે કોઈ નામે, તમે જે કોઈ પણ હો, પણ દોષ અને કાલુષ્યથી દૂર એવા એક તમે ભગવાન છો. પુનર્જન્મ પેદા કરનાર રાગદ્વેષ જેના દૂર થયા છે, એ બ્રહ્મા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36