Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧. ૧૦ ت ن . .ت.ت .ت. એણે તો સરખેસરખા દોસ્ત કર્યા ભેગા. જમાવી ટોળી ટોળી લઈને ધાડ પાડે, લૂંટ કરે, મારામારી કરે. લોકોને તેનાથી બહુ ત્રાસ થયો. રાજાને તેની જાણ થઈ, એટલે હુકમ કર્યો; એ દુષ્ટને અવળે ગધેડે બેસાડો, માથે કરાવો મૂડો, તેના પર ચોપડો ચૂનો, મોઢે ચોપડો મેશ, ગળામાં નાખો ખાસડાનો હાર, અને વગાડો ખોખરાં હાંડલાં. પછી આખા ગામમાં ફેરવી કાઢી મૂકો બહાર. રાજાના હુકમનો અમલ થયો. દુર્ધરનો વરઘોડો નીકળ્યો. સાથે દાંડી પિટાઈ : જે કોઈ દુર્ધરના જેવું કરશે તેને આવી સજા થશે. લોકોએ તેના ઉપર ધિક્કાર વરસાવ્યો. ભૂંડા હાલે ગામ બહાર કાઢી મૂક્યો. નઠારાની આ હાલત થાય. આથી દુર્ધર બળ્યો દાઝે. મનમાં વાળી ગાંઠ. આ ગામનું વેર વાળું તો જ ખરો. વેર લેવાના વિચારમાં આગળ ચાલ્યો. ચાલતાં ચાલતાં આવ્યો ડુંગરી મુલકમાં. ત્યાં પર્વતની મોટી ખીણ. ઘણી ઊંડી, ઘણી વિકરાળ. કાચાપોચાની તાકાત નહિ કે ત્યાં ડગલું ભરે, પણ દુર્ધરની છાતી બહુ મજબૂત એટલે ચાલ્યો આગળ. ઝાડી વધવા લાગી. તેમાં અનેક જાતનાં ઝાડ. અનેક જાતના વેલા. વેલા ઝાડે વીંટળાય ને પાંજરાં બનાવે. નીચે ઊગેલું ઘાસ, માથોડું માથોડું. રસ્તો કોઈક ઠેકાણે ઊંચો, કોઈક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36