Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ . . .ن.ت.ت. ગુજરાતનો ભાવિ ચક્રવર્તી રાજા છે.' કુમારપાળે આ સાંભળ્યું. એને લાગ્યું કે સાધુમહારાજ પોતાને બનાવે છે. મંત્રી ઉદયનને પણ આશ્ચર્ય થયું. આથી આચાર્ય મહારાજે બંનેને પાસે બોલાવ્યા. પછી પોતે એક તાડપત્ર પર નીચેનું લખાણ લખી બંનેને આપ્યું. વિ.સં. ૧૧૯૯, કારતક સુદિ બીજ, રવિવાર, હસ્ત નક્ષત્ર, કુમારપાળ રાજા થશે. ન થાય તો મારે જ્યોતિષ જોવું છોડી દેવું.” કુમારપાળ ગળગળો થઈ ગયો, એણે કહ્યું: “જો હું રાજા થઈશ, તો રાજ તમારું થશે, હું તો આપનો દાસ બનીને રહીશ.' આચાર્ય મહારાજ કહે : “અમે સાધુ, અમારે નરકગતિ. આપનાં રાજપાટ શાં કામનો ? ફક્ત રાજા થાઓ તો અહિંસાપ્રધાન જૈન ધર્મને ન ભૂલશો. આ પછી ઉદયન મંત્રી અને પોતાને ઘેર લઈ ગયા, નવરાવી, નવાં કપડાં આપી, જમાડી, વાટખર્ચા આપી કહ્યું, કે નસીબ ન જાગે ત્યાં સુધી દૂર જઈને રહો. કુમારપાળ માળવા તરફ ચાલ્યો ગયો. વીસરી નામના બ્રાહ્મણ સાથે મિત્રતા થઈ. વીસરી ભિક્ષા લાવતો. કુમારપાળ ખાતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36