Book Title: Logassa Sutra
Author(s): Divyaprabhashreeji
Publisher: Choradia Charitable Trust

View full book text
Previous | Next

Page 5
________________ - મા ' અંત:કરણનું નઝરાણું !!! હહ પરમ સ્વરૂપ! પહેલું પાનું ખોલતાં પહેલાં હું સ્મરણ કરું છું તારું, કારણ, તારા થકી જ બધું કાર્ય સફળ થયું છે મારું, તારી જ યાદમાં કલમ બોળી લખ્યું ભલે મેં આ બધું, છતાં તે પણ તું જ લખાવતો ભલે ભુલૂ હું તે બધું, લખાયેલું તે મારું જ છે, તેમ માની અર્પણ કરુ આજ તને, પણ હું તારી જ છું, તેમ માની આ સ્વીકારી હણમુકત કર તું આજ મને, લોગસ્સ તો તારા જ આગમનો અણસાર છે, તારા આત્માનો ગમ અને આગમનો આધાર છે, તારા નામનો મારા દિલમાં રણકાર છે, મને હવે ખબર પડી કે તું આટલો દિલદાર છે, તું માત્ર મહેરબાન જ નહીં પણ સરગમનો શણગાર છે, હવે સમજાયું કે મારા આ અવતારમાં તારો જ અણસાર છે. અમારામાં તો પ્રેમનો છાંટોય નથી, તમે જ કરી છે પ્રેમની શરૂઆત, અને તેથી જ તમારી પ્રેમભરી હૂંફમાં, થઈ ગઈ મારાથી તમારી સાથે વાત, ખબર છે તને નથી પરવાહ, કે ભકતની શું વાત કે જાત, છતાંય તે સહેજે પૂછી લીધું કે તું કોણ? કોની કરીશ સ્તુતિ અને ક્યારે કરીશ શરૂઆત? . માંડ માંડ જવાબ માટે વીતાવી મેં રાત, અને સહેજે થઈ ગઈ મારા જીવનની પ્રભાત, આંતો છે ગુરુ ગૌતમની સૌગાત, આનંદ-ઉજ્જવલની છે અમીરાત, અંત:કરણની પ્રભુ ચરણે રજૂઆત પરમાત્માની આત્મા સાથે મુલાકાત અને તારી જ દિવ્યાની છે આ જાહેરાત સાધ્વી દિવ્યા ૧૦/૦૪/૦૩, ગુરુવાર

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 226