Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 5
________________ નગીનલાલ ઐસ કાપડિયા વાસુદેવ સિવાય ચક્રવર્તિ, વાસુદેવ અને બળદેવનું ચરિત્ર માત્ર યંત્રના કોઠા કે ટુંકી નેંધ સિવાય વધુ આપી શકાય તેમ ન લાગ્યું. અને તેવી રીતે ગુજરાતીમાં આપેલ ગ્રંથ રસપ્રદ કે વધુ ઉપયોગી ન નીવડે તેમ સમજાયું. બૃહત્ ત્રિષષ્ટિના ઉપદેશ સ્થળ અને વર્ણનને સંક્ષિપી પ્રસંગોના સંગ્રહરૂપ ત્રિષષ્ટિ આપવામાં ગૃહત ત્રિષષ્ટિને ખંડિત કરવાનું અને સંક્ષેપ કે વિસ્તારમાં જરૂરી અજરૂરીને પિતાની મતિકલ્પનાને પ્રાધાન્ય આપવામાં પિપ દેખાયુ. આથી એકજ નિર્ણય ઉપર અવાયું કે લઘુત્રિષષ્ટિને અનુર્વાદ આપે. ૩ લઘુ ત્રિષષ્ટિના મંગલાચરણના અનુવાદ બાદ આગળ વધતાં મૂળ ત્રિષષ્ટિની અપેક્ષાએ આ લપુત્રિષષ્ટિ અતિ સંક્ષિપ્ત લાગવા માંડ્યું અને જણાવા લાગ્યું કે વર્ણન અને ઉપદેશ સેલિને ઓછી કર્યા છતાં મૂળ ત્રિષષ્ટિમાં આવનાર કઈ કથા પ્રસંગ કે મહત્વની વાત જતી તે નજ કરવી. ચરિત્રના પ્રસંગમાં લઘુત્રિષષ્ટિકારે મેરૂપર્વત ઉપરનો જન્માભિષેક પ્રસગે વિગેરે ઘણા ટુકાવેલા તે સર્વને આમાં વિસ્તૃતરૂપે આળખ્યા. અર્થાત આ લઘુત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રમાં મૂળ ત્રિષષ્ટિને સામે રાખી તેના એકે એક પ્રસંગને દાખલ‘કરવામાં આવ્યા છે વધુમાં મૂળ ત્રિષ્ટિમાં ન હોય તેવા પ્રસંગો પણ તે તે ભગવાનની સ્વતંત્ર ચરિત્રમા હોય તે તે પ્રસંગને પણ સંક્ષેપમાં દાખલ કર્યા છે. . આ ગ્રંથના પ્રકાશન અને લેખનમાં આદિથી અંત સુધી સંપૂર્ણપણે પૂર્ણ સહકાર , આપનાર પરમ પૂજ્ય પંન્યાસ શ્રીમદ્ ચરવિજયજી ગણિવરને ઉપકાર વિસરી : શકાય તેમ નથી. આ ગ્રંથ જલદી લખાઈ મુદ્રિત થાય તેને માટેની સવિશેષ કાળજી તેમની ન હોત તો હજી બે વર્ષે પણ હું મુદ્રિત કરી શકત કે કેમ તે શંકાસ્પદ હતું. અ તે પરમ પૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ વિર્ય પંન્યાસ પ્રવર ચરણુવિજયજી, ગણિવર તથા અગાઉથી ગ્રાહક થનાર લુવારની પોળના ઉપાશ્રયના વહીવટદાર ભાઈઓ તેમજ સો પ્રથમ ગ્રાહક થનાર ભદ્રિક પરિણામી. શ્રી શેઠ નેમચંદભાઈ (તનમનવાળા)ને વિશેષ આભાર માનીએ છીએ. કારણ કે તેઓની આવા પ્રકારની સહાનુભૂતિ ન હોત તે આ ગ્રંથ અમે પ્રગટ ન કરી શકત. તદુપરાત શ્રી ચીનુભાઈ વાડીલાલ (વાવવાળા), શ્રી સારાભાઈ મેહનલાલ દલાલ વિગેરે અગાઉથી ગ્રાહકો થઈ પ્રોત્સાહન આપનાર સર્વે ભાઈઓના આભાર સાથે ' આ પુસ્તક પ્રકાશનમાં સતત ધગશ રાખનાર ચીનુભાઈ શોકનો આભાર માનીએ છીએ પરમ પૂજ્ય રત્નપ્રભવિજયજી મહારાજ, આગમાદય સમિતિ અને શ્રી જેન, સત્ય પ્રકાશક સમિતિનો આ પુસ્તકમાં દાખલ કરેલ ચિત્રોનો બ્લોકે આપવા બદલ અને આ પુસ્તકના મુદ્રણમાં સવિશેષ કાળજી રાખવા બદલ ક્રિશ્ના પ્રિન્ટરીના માલિક ભાઈશ્રી વિદલાલ જાનીને તેમજ આ પુસ્તકના પ્રકાશન દરમિયાન મુફ વિગેરેમાં મારી સાથે, અવિરત કામ કરનાર શ્રી લાલચંદ છોટાલાલનો આભાર માનીએ છીએ. * * અંતે આ ગ્રંથ વાચી વિચારી સૌ કઈ ચોગ્ય લાભ મેળવે તેમજ તેમાં રહેલ ખ લના કે ત્રુટિ જણાવી આભારી કરે છે જેથી ભવિષ્યમાં સુધારી શકાય એજ. વિજ્ઞપ્તિ. : પંડિત મફતલાલ ઝવેરચંદ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 434