Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra Author(s): Mafatlal Zaverchand Gandhi Publisher: Chotalal Mohanlal Shah View full book textPage 9
________________ બ્રાહ્મણધર્મની દેવકલ્પના કરતાં જૈનધર્મની દેવમાન્યતા જુદા પ્રકારની છે. બ્રાહ્મણ ધર્મમાં તેનો ઉપાસક કેઈ દીવસ દેવ બની શકતું નથી. મીરાં, નરસિંહ કે બીજા લગવાનના ભક્ત ભગવાનને ભલે ખેંચી શકે પણ સ્વયં ભગવાન બની શકતા નથી. જ્યારે જૈનધર્મમાં તે જીવમાત્ર પ્રયત્નથી શિવ થઈ શકે છે. જેનધર્મ તે માને છે કે જીવમાત્ર કર્તા ભોક્તા અને પરિનિવતા સ્વયં છે. તેને ઈશ્વર કે પરમેશ્વર નિર્વાણ અપાવી શકતા નથી. દેવની આરાધના તેની કૃપા માટે નહિ પણ તેમના આલંબને જીવનશુદ્ધિ કરી કલ્યાણ સાધવા માટે છે. બૌદ્ધધર્મ ક્ષક્ષણિક વસ્તુને માનતે હોવાથી તેને ત્યાં નિર્વાણ જેવી વસ્તુજ સંભવતી નથી. દેવ અને ગુરૂતવ ઉપાસ્ય હોવા છતાં તેની ઓળખાણું અને સાચી સમજ તે તેના ધર્મતત્વથી જ પડે તેમ છે. બ્રાહ્મણધર્મના મૌલિકથી ચાર વેદ, ઉપવેદ, પુરાણ, મૃતિ, આરણ્યક, ઉપનિષદે વિગેરે છે. બૌદ્ધધર્મના મૌલિક ઈ મઝિમ નિકાય, ગણિપિટક અને વિનયપિટક છે. તેમ જૈનધર્મના મૌલિક ગ્રન્થ દ્વાદશાંગી ગણાય છે. આ દ્વાદશાંગીમાં બારમું અંગ કે જેને મોટે ભાગ ચંદપૂર્વેએ કર્યો હતે. તે તે આજે ઉપલબ્ધ નથી. પણ હાલ ૫ આગમ ગ્રંથો ઉપલબ્ધ છે. આ પીસ્તાલીસ આગમમાંથી આપણને જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, ભગવતી, આવશ્યક વિગેરે ગ્રંથામાંથી તીર્થકર ભગતેની માહિતી મળી શકે છે, જીવ માત્રની ખના સુખની પ્રાપ્તિની અને દુઃખથી દુર રહેવાની હોય છે. છતાં સુખ અને દુખની તેની કલ્પના ભિન્ન ભિન્ન હોય છે. ખણુજની વ્યાધિવાળે ઘડીક ખણવામાં સુખ પામે છે. પણ ખણું રહ્યા પછી લેહી નીકળતાં જેને સુખ માનતો હતો તેનાથી તે અટકી દુઃખ માને છે. તેમ ધનસંપત્તિ, વિષય અને પરિવાર આ સૌ દુન્યવી સુખે અણજનાં સુખ સરખાં છે. નિધન ધન ન હોવાથી ધનસંપત્તિને સુખ માને છે. પણ તે પ્રાપ્ત થતાં તેને કેઈ ભેગવનાર ન હોય ત્યારે ધનસંપત્તિ કરતાં પુત્રની પ્રાપ્તિને તે સુખમય માને છે. ધન સંપત્તિ અને પુત્રપ્રાપ્તિ થયા છતાં રૂંવે રૂંવે રેગ ફાટી નીકળતાં આરોગ્ય તેને મન કિમતી બને છે. આમ આ જગતની સુખ માન્યતા એક મળતાં બીજામાં અને બીજું મળતાં ત્રીજામાં ફેરફાર પામે છે. આથી આ માનવ લોકમાં ગમે તેટલી સંપત્તિ, વૈભવ અને પરિવાર હોય છતાં ક્ષેત્રજન્ય કોઈકને કોઈક તે દુખ રહે. વાજ માટે જ્યાં ક્ષેત્રજન્ય સુખજ હોય તેવું સ્થાન તે સ્વર્ગ અને ક્ષેત્રજન્ય જ્યાં અત્યંત દુખ હોય તે નરક. ક્ષેત્રજન્ય વર્ગના સુખને મેળવ્યા છતાં તે સુખ નિત્ય કે શાશ્વત નથી. તેવું જ્યારે તેને ભાન થાય છે ત્યારે માણસને આપોઆપ મોક્ષ પ્રત્યે ભાવના જાગે છે. અને તે સમજે છે કે જે સુખ પામ્યા પછી ફરી જવાનું નથી. અને ફરી ફરી જન્મ મરણ કરવાનાં નથી તે મેસજ ખરેખર ઉપાદેય છે. કત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર એટલે અનુત્તર- સુખ, સંસારિક સુખ અને દુઃખ જીવનને જીવે કઈ રીતે પામે છે તેને જણાવનાર ચરિત્ર. આ ત્રિષષ્ટિ શલાકા ચરિત્રમાં ૧Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 434