Book Title: Kavichakravarti Jayshekharsuri krut Tribhuvan Dipak Prabandh
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ FAST liiiiiiiiiii ગુજરાતી ભાષાના આદ્યકવિ અચલગરછીય કવિ ચકવતી શ્રી જયશેખર સૂરિ કૃત ત્રિભુવન દીપક પ્રબંધ [ એક સંક્ષિપ્ત પરિચય ]. –શ્રી રમણલાલ સી. શાહ M. A. વિકમના પંદરમા શતકના કવિ શ્રી યશેખરસૂરિની પ્રતિભા ખરેખર એક મહાકવિની છે. મધ્યકાળના ગણનાપાત્ર ઉત્તમ કવિઓમાં તેમનું સ્થાન મહત્ત્વનું છે. એમણે ગુજરાતી ભાષા કરતાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં પિતાનું સર્જન વિશેષ આપેલું છે અને તેમાં જ મહાકવિની તેમની પ્રતિભાનાં આપણને દર્શન થાય છે. એમણે બાર હજાર કથી અધિક પ્રમાણવાળી “ઉપદેશ ચિંતામણિ” નામનો ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃતમાં લખે છે. આ ઉપરાંત એમણે “ધમ્મિલચરિત મહાકાવ્ય” અને “જૈન કુમાર સંભવ” નામનાં બે મહાકાવ્યો લખ્યાં છે. એ મહાકાવ્ય જ એમની મહાકવિ તરીકેની સિદ્ધિનાં દર્શન કરાવવાને બસ છે. મહાકાવ્ય ઉપરાંત એમણે “પ્રબોધ ચિંતામણિ,” “શત્રુજ્ય તીર્થ દ્વાત્રિશિકા,” “ગિરનાર ગિરિદ્વાચિંશિકા” “મહાવીર જિનકાત્રિશિકા,” “ આત્માવધ કુલક” ઇત્યાદિ ગ્રંથની રચના કરી છે. ગુજરાતીમાં એમણે પોતાના સંસ્કૃત રૂપક કાવ્ય પ્રબંધ ચિંતામણિ પરથી “ત્રિભુવન દીપક પ્રબંધની રચના કરી છે. જયશેખરસૂરિ અચલગચ્છના હતા. તેમના ગુરુ મહેન્દ્રપ્રભસૂરિ હતા. મેરૂતુંગસૂરિ, મુનિશેખરસૂરિ તેમના ગુરુબંધુઓ હતા. જયશેખરસૂરિ પિતાના “જૈન કુમાર સંભવના અંતિમ લેકમાં પિતાને “વાણીદત્તવર” તરીકે ઓળખાવે છે. એમની સમર્થ કવિ-પ્રતિભાની કીર્તિ એમના જમાનામાં ચારે બાજુ એટલી બધી પ્રસરેલી હતી કે, બીજા કવિઓ એમની પાસે પ્રેરણા મેળવવા આવતા. માણિક્યસુંદરસૂરિ, ધર્મશેખરસૂરિ, માનતુંગગણિ ઈત્યાદિ કવિઓની પ્રતિભા એમની છાયા નીચે જ ઘડાઈ હતી. ત્રિભુવન દીપક પ્રબંધ” જયશેખરસૂરિએ તત્કાલીન ગુજરાતી ભાષામાં રચેલી એક અત્યંત મહત્વપૂર્ણ કૃતિ છે. નરસિંહ પૂર્વેની ગુજરાતી કાવ્યકૃતિઓમાં અને વિશેષતઃ રૂપકના પ્રકારની કૃતિઓમાં આ “ત્રિભુવન દીપક પ્રબંધ'નું સ્થાન ઘણું ઉચ્ચ કક્ષાનું છે. જયશેખરસૂરિએ “પ્રબંધ ચિંતામણિ નામનું રૂપક કાવ્ય સંસકૃતમાં રચ્યું અને સંસ્કૃત જાણનાર શ્રી આર્ય કરયાણાગામસ્મૃતિગ્રંથ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6