Book Title: Kavichakravarti Jayshekharsuri krut Tribhuvan Dipak Prabandh
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 6
________________ [48]codessedecest.estoboose deedscodecoctiseasesistas-esp.bossesses--1-estost dest. .12 (મેહને અંદેહ છેડી પરમેશ્વરને અનુસરે, સઘળે સમતા આદરો, મમતા દર કરે, ચાર કષાયેને હણી, પાંચ ઇંદ્રિયને છતી સમરસને પૂરમાં ખેલે અને એક છે કાર અક્ષરમાં સ્થિર થઈ રહી પરમાનંદ પામે.) વિવેક આમ, જ્યારે મોહન પરાજ્ય કરી રાજ્ય પાછું મેળવે છે, ત્યારે ચેતના રાણી અજ્ઞાતવાસમાંથી બહાર આવી વિવેકની મદદ વડે પરમહંસ રાજાને કાયાનગરીના અને માયાના બંધનમાંથી મુક્ત કરાવે છે. એ રીતે પરમહંસ રાજા ફરી ત્રિભુવનનું રાજય કરવા લાગે છે. આમ, આ રૂપકકાવ્યમાં જયશેખરસૂરિએ રૂપક દ્વારા આત્મા, ચેતના, માયા, મન, પ્રવૃત્તિ, મોહ, વિવેક, દુર્મતિ, સુમતિ, સંયમશ્રી, કામ, રાગ, દ્વેષ વગેરેનાં સ્વરૂપ અને રહસ્ય સુંદર રીતે સમજાવ્યાં છે. આખી રૂપક-વાર્તામાં એનું સાતત્ય, સુસંગતિ અને ઔચિત્ય પૂરેપૂરાં જળવાયાં છે. આ કાવ્ય માટે સ્વ. કેશવલાલ ધ્રુવ લખે છે: “કવિની પ્રતિભા વસ્તુની ગૂંથણીમાં, પાત્રની યેજનામાં અને રૂપકની ખિલવણીમાં એકસરખી વિજયશાળી નીવડે છે. કાર્યને વેગ તથા સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે.” પંડિત લાલચંદ્ર ગાંધીએ કેટલાંક વર્ષો પહેલાં આ કૃતિનું સંશોધન-સંપાદન કરી તેને મધ્યકાળની એક ગણનાપાત્ર કૃતિ તરીકે ઓળખાવી છે. संषुज्झह किं न बुज्झह, सोही खलु पेच दुल्लहा / नो हुवणमति राईओ, ना सुलभ पुणरावि जीवित - શ્રી સૂયTer હે વત્સ! સમ્યગૂ બોધ પામો, કેમ બંધ પામતા નથી ? (દુર્લભ માનવ ભવ પ્રાપ્ત થવા છતાં પણ મોક્ષ માર્ગમાં જાગૃત કેમ થતા નથી ?) ભવાંતરમાં મોક્ષ માર્ગની સાધના લભ્ય થવી મુશ્કેલ છે. યાદ રાખો કે, ગયા વખત પાછા આવતું નથી તથા સંયમ - જીવન પાછું સુલભ નથી. તૂટેલું આયુષ્ય પાછું સંધાતું નથી. Saa શ્રી આર્ય કયાગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6