________________
૫.
કર્મગ્રંથ-૬ પહેલા ગુણકે. સાતનો ઉદય કઈ રીતે હોય? જે જીવો ચોથા ગુણકે. ક્ષયોપશમ સમકિતના કાળમાં અનંતા. ૪ ની વિસંયોજના (ક્ષય કરી) કરી મિથ્યાત્વના ઉદયથી પહેલા ગુણકે. આવે ત્યારે અનંતા. ૪ નો બંધ શરૂ થાય છે, તે બંધાવલિકા સંક્રમાવલિકા ન થાય ત્યાં સુધી તેનો ઉદય હોતો નથી તેથી સાતનો ઉદય ગણાય છે. સાતના ઉદયે (અનંતા) ઉદય વિનાનાં ઉદયે સત્તાસ્થાન કેટલા હોય? શાથી
અનંતા ઉદય રહિતમાં એક ૨૮નું સત્તાસ્થાન હોય કારણ કે અનંતા ની વિસંયોજના વાળા જીવો મિથ્યાત્વના ઉદય સાથેજ બાંધતા હોવાથી ૨૮ની સત્તા થાય છે માટે અવશ્ય ૨૮ની જ સત્તા હોય છે. સાતનો ઉદય કેટલા કાળ સુધી હોય? ક્યા જીવોને હોય? સાતનો ઉદય એક આવલિકા સુધીજ હોય અને તે ચારે ગતિના પર્યાપ્ત જીવોને હોય છે. આઠ નવ દશના ઉદયે ત્રણ સત્તાસ્થાનો કઈ રીતે હોય? આઠ નવ દશના ઉદયે ઉપશમ કે ક્ષયોપશમ મસમિતી જીવ સમકિતથી પડીને પહેલે આવે અને જ્યાં સુધી સમ્યકત્વ મોહ. ની ઉદ્ગલના ન કરે ત્યાં સુધી ૨૮ની સત્તા હોય. અસંખ્યાત કાળે સમ્યકત્વ મોહ. ની ઉદ્ગલના કર્યા બાદ ૨૭ની સત્તા હોય. અસંખ્યાત કાળે મિશ્ર મોહનીયની ઉદ્ગલના કર્યાબાદ ૨૬ની સત્તા હોય અથવા અનાદિ મિથ્યાત્વી જીવોને ૨૬ની સત્તા હોય છે. બીજા ગુણકે. એકજ સત્તાસ્થાન શાથી હોય? બીજા ગુણકે. ઉપશમ સમકિતી, ઉપશમ શ્રેણીથી પડીને આવે ત્યારે હોય અથવા અનાદિ મિથ્યાત્વી ઉપશમ સમકિત પામી પડીને આવે ત્યારે હોય તે કારણથી ૨૮ની સત્તાવાળા જીવો હોય તેજ પડીને આવતા હોવાથી અને
અનંતાનો ઉદય અવશ્ય હોવાથી એકજ સત્તાસ્થાન હોય છે. ૧૦. ત્રીજા ગુણકે. ત્રણ સત્તાસ્થાન કઈ રીતે હોય? ઉ કોઈ અનાદિ મિથ્યાત્વી જીવ ઉપશમ સમકિત પામી કાળપૂર્વ થયે મિશ્ર
jong