Book Title: Karm Rahasya Author(s): Jinendra Varni, Sunandaben Vohra Publisher: Satshrut Seva Sadhna Kendra View full book textPage 9
________________ ગ્રંથપરિચય (હિંદી પરથી) કર્મરહસ્ય’ નામના આ ગ્રંથ આપણા જીવનના અભ્યંતર વિધાનનું વિશદ વિવેચન પ્રસ્તુત કરે છે. તેમાં વર્તમાન જીવનનું તાત્ત્વિક દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. આપણું વર્તમાનનું જીવન ચિત્તને આધીન છે. મન, વચન કે શરીર દ્વારા આપણે જે કંઈ વિચારીએ છીએ, એલીએ છીએ કે કરીએ છીએ, તે સČના સંસ્કાર આપણી ચિત્તભૂમિ પર અકિત થાય છે. આપણી સવ` ક્રિયાએ એ સંસ્કારની પ્રેરણાથી સંચારિત થાય છે. એ સંસ્કાર એવા ચિત્રવિચિત્ર હાય છે કે આપણા જીવનની સમસ્ત પ્રવૃત્તિએ પણ સમ ન રહેતાં વિષમ હોય છે. વિષમતાના આ વિકટ માર્ગ પર જીવન સ્થિત હાવાને કારણે આપણું બહાર તથા અંદરનું જીવન અંધકારમય રહે છે. જીવનના આ વિધાનને જોવા તથા સમજવા માટે સમર્થ તૃતીયનેત્ર અર્થાત્ તાત્ત્વિક દૃષ્ટિ ખૂલી જતાં વ્યક્તિનુ જીવન અંધકારનું ઉલ્લ’ઘન કરીને અંધકાર પ્રત્યેથી પ્રકાશ પ્રત્યે, અસત્ પ્રત્યેથી સત્ પ્રત્યે અને મૃત્યુ પ્રત્યેથી અમૃત પ્રત્યે પ્રયાણ કરે છે. હું પ્રભુને પ્રાથના કરું છું કે આપણને સૌને તે દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થાય. જિતેન્દ્ર વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 248