Book Title: Karm Rahasya Author(s): Jinendra Varni, Sunandaben Vohra Publisher: Satshrut Seva Sadhna Kendra View full book textPage 8
________________ જણાવે છે કે વિશ્વની વ્યવસ્થાને સ્વીકાર કરવાને બદલે તેને બદલવા પ્રયાસ કરે તે સ્વાતંત્ર્ય નથી. એ વ્યવસ્થા ને સમજે તે કર્તુત્વ તથા ભેતૃત્વભાવ ટળે છે. તારી કર્તાભાવની બુદ્ધિએ તું તેમાં ફસાયે છે. તેનાથી વિરક્ત રહ્યો તે તું સ્વાધીન છે. કેવળ જ્ઞાતાદ્રષ્ટારૂપ તારું પારમાર્થિક સ્વરૂપ તું ભૂલી ગયા છે. પૂર્ણતા પ્રાપ્ત કરીને પણ કોઈ કર્તાહર્તા થતું નથી. તે સિદ્ધ પરમાત્માને તે જાણે છે ને? તારું સ્વરૂપ તેવું જ છે. તેઓ જેમ જગતના કર્તાહર્તા નથી તેમ તું પણ નથી. તેથી તું તારા સ્વરૂપને આશ્રય લે અને વિશ્વની સુંદર વ્યવસ્થામાં સુંદરતાને પામ. જેણે કર્મગ્રંથ કે સિદ્ધાંતને અભ્યાસ ન કર્યો હોય તેને પણ આ પુસ્તકમાંથી ઘણું નવીન સામગ્રી મળી રહેશે. વાચકને આ ગ્રંથ રુચિકર થશે તેવી શ્રદ્ધા સાથે વિરમું છું. અંતમાં પુસ્તિકાનો અનુવાદ કરવાની પ્રેરણા અને અર્થસહયોગ આપવા માટે કલકત્તાનિવાસી શ્રી વિમળાબહેન બદાણ તથા મુકુન્દભાઈ બદાણને આભાર માનું છું. પ્રસ્તુત પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવા માટે પ્રકાશન સમિતિ, સદ્ભુત સાધના કેન્દ્રને આભાર માનું છું. કેન્યાની ધર્મયાત્રા સમયે જ્યારે જ્યારે સમય મળતું ત્યારે રાત્રે કે દિવસે આ અનુવાદનું કાર્ય આનંદપૂર્વક ત્યાં જ પૂર્ણ થયું હતું તે એક સુગ થયે હતું, તે એ ધર્મયાત્રાનું સંભારણું છે. સુનંદાબહેન વોહરા ૧૬-૬-૮૬ ય સેમિનાથ ભવન, નૈરોબી કેન્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 248