Book Title: Karm Rahasya Author(s): Jinendra Varni, Sunandaben Vohra Publisher: Satshrut Seva Sadhna Kendra View full book textPage 7
________________ ખૂલ્યા પછી જ કર્મનાં સૂક્ષમ રહસ્ય સમજાય છે, અને તત્ત્વષ્ટિ સંપન્ન થાય ત્યાર પછી અત્યંતર જગતનાં દર્શન કરાવી આપણું વાસ્તવિક જીવનનું આકલન કર્યું છે. તેઓ જણાવે છે કે સમગ્ર સત્તાને એક અખંડપણે ન જતાં પોતાના પુરાણું વિચારના પૂર્વગ્રહના પ્રતિબંધ દ્વારા જેવું તે દષ્ટિને વિકાર છે, વિષમતા છે. તેથી જગતમાં માનવ હું ને મારું, ઈષ્ટ-અનિષ્ટ, ઊંચુંનીચું, કર્તવ્ય-અકર્તવ્ય જેવાં ઢંઢેને ઉત્પન્ન કરી સુખદુઃખને અનુભવે છે. સમગ્રમાં આવા ભેદ નથી, સમતા છે. તાત્વિક દૃષ્ટિએ જગતમાં કઈ નાનું નથી કે મોટું નથી, સ્ત્રી કે પુરુષ નથી, બાળ કે વૃદ્ધ નથી. આ સર્વે પરિસ્થિતિ સાપેક્ષ છે. જગતના વ્યવહારની એક વ્યવસ્થા છે. સર્વ માં આત્મા સમાન છે. પુણ્યના સાર્થક્યમાં લખે છે કે જે પાપની જેમ પુણય સર્વથા બંધનું જ કારણ હોય તે ઉત્તરોત્તર જીવને વિકાસ કેમ થાય? પુણ્યને કેવળ એક પક્ષે જેવાથી તેને હેય ગયું છે. પુણ્યના બે પ્રકાર છે: ૧. પારમાર્થિક પુણ્ય અને ૨. વિવેકશૂન્ય લૌકિક પુણ્ય. પ્રથમનું પ્રારંભમાં ઉપાદેય છે. બીજું વિવેકશૂન્ય હેવાથી તેની પ્રાપ્તિમાં જીવ ન્યાયઅન્યાયને ભૂલી જાય છે. છતાં સંસારી જીવ પ્રથમ સામાન્ય પ્રકારનું સેવન કરી પછી આગળ વધે છે. ગુરુ ગમે તે ભૂમિકામાંથી ઉપર ઊઠે છે. જે તે નિરંતર સંતોના સમાન ગમમાં સાચું માર્ગદર્શન પામે તે પુણ્યની ઉપાદેયતા અને હેયતા તે સમજે છે. જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને લેતૃત્વની વિફળતા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 248