Book Title: Karm Prakruti Part 03
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 13
________________ ટીકાઓ.... આ બધા વિવેચનગ્રન્થોએ આ ગ્રંથના અભ્યાસને સરળ બનાવવા સાથે એના ગૌરવમાં વધારો કર્યો છે. એ સુજ્ઞોને સુવિદિત છે. પંચસંગ્રહકારે પણ આ વિષયનો એક સ્વતંત્ર વિભાગ તરીકે કરેલો સમાવેશ પણ એની મહત્તામાં વધારો કર્યા વિના રહેતો નથી. અતિગહન સૂક્ષ્મ પદાર્થોનું નિરૂપણ કરનાર આ મહાન ગ્રંથના પઠન, પાઠન, પુનરાવર્તન, ચિંતન, મનન, વગેરે વધુ સરળ બનવા દ્વારા એનાં પ્રચાર, પ્રસાર પણ અધિક થાય એવી ગણતરીથી આ ગ્રંથના પદાર્થોનું ચૂર્ણિને અનુસરીને સંકલન મેં કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૧-૨ માં કરેલું છે તેમજ ઊંડાણપૂર્વકના પ્રશ્નો અને ઉત્તર ભાગ-૩ માં પ્રકાશિત થયેલા છે. છતાં ટીકાનો ભાવાનુવાદ પ્રથમવાર પ્રકાશિત થયો છે. શાસનસમ્રા સમુદાયના ભદ્રકપરિણામી શાસનપ્રભાવક અને શ્રી સૂરિમંત્રના મહાન આરાધક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન અટ્ટમથી વશ સ્થાનકતપના આરાધક તપસ્વી પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્રવિજય મ.સા. ભારે જહેમત અને દીર્ઘકાલીન પરિશ્રમથી આ ભાવાનુવાદ તૈયાર કર્યો છે, વળી સર્વત્ર પદાર્થોની સંકલના દ્વારા અધ્યેતાઓને સમજવામાં અને ઉપસ્થિત રાખવામાં સરળતા રહે એ માટે તેઓએ યંત્રો બનાવીને મુક્યા છે તેમજ શક્ય બન્યું ત્યાં ત્યાં હેતુઓ આપવાનો પ્રયાસ કર્યો છે. જે પદાર્થોના સ્પષ્ટીકરણ માટે ખૂબ ઉપયોગી બનશે અવી શ્રદ્ધા છે. | નાના મોટા કોઈને પણ ન સમજાયેલી વાત પૂછવામાં કોઈ જ ક્ષોભ સંકોચ નહીં એવી અત્યંત સરળ નમ્રતા તથા પૈર્યખંત સાથેનો સાતત્યપૂર્ણ પુરુષાર્થ, આ બે પરિબળો જ આ પ્રકાશનમાં મુખ્ય ભાગ ભજવી ગયા છે. અને આ બન્નેને મળ્યો - વર્તમાનમાં કર્મસાહિત્યના અજોડજ્ઞાતા સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ પ.પૂ. આ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. નો શાસન સંઘ-વિશાળ સમુદાયની હિતચિંતાની સતત વ્યસ્તતામાંથી પણ અવકાશ કાઢી કાઢીને પ્રશ્નોના ઉત્તરો સમજણછે પદાર્થનિર્ણય- વગેરે આપવાનો ઔદાર્થપૂર્ણ સહકાર અને વિપુલ કર્યસાહિત્યના સર્જક પ.પૂ.આ. શ્રી. વિજય વીરશેખર સુ.મ. સા. નો પણ એવો પદાર્થો વગેરે જણાવવાનો સાતત્યપૂર્ણ સહકાર ગ્રંથના ભાવાનુવાદ કર્તા પૂ. ગણિવર્ય ભીષ્મ તપસ્વી છે. એક અટ્ટમ કરવો હોય તો પણ વિચાર કરવો પડે એવી ફાગણ મહિનાની ગરમીમાં એમણે ૩૧ ઉપવાસ કરેલા. શ્રી સંઘમાં સમસ્ત આચાર્ય ભગવંતો દ્વારા વધુને વધુ શાસનરક્ષા-શાસન માવના થાય એવા શુભ આશયથી તેઓએ ૪૦૦+૮૮ આચાર્યપદના અટ્ટમની ભાવના તેમાંથી ૪૬૮ અટ્ટમ કર્યા છે. આવા મીખ તપની સાથે વળી સ્વાધ્યાયનો અત્યંતર તપ મુખમાંથી ધન્ય... ધન્ય... એવા ઉદ્દગારો કઢાવે છે. ભાવાનુવાદકર્તાના આ દીર્થ પરિશ્રમને સહુ કોઈ અધ્યેતાઓ સફળતા બક્ષે એવી અપેક્ષા સાથે..... વિ . ૧૦૫ - શ્રી પ્રેમ-તુવનભાનુ-ધર્મજિત- જય હોખરસૂરિશિષ્ય છે અષડવ .નાં ગી - નાયિકમ અભયશેખ લૂચિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 538