Book Title: Karm Prakruti Part 03
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ જેન જયતિ શાસનમ પ્રસ્તાવના - પ.પૂ.આ. શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મ.સા. સામ્યવાદના પ્રબળ પુરસ્કર્તા અને સોવિયેત રશિયાના પ્રેસિડેન્ટ બેઝનેવ પોતાની માતાને કાળા સમુદ્રના તટે સહેલગાહ કરાવવા લઈ ગયેલા. પ્રમુખ પદની રૂએ એમને મળેલા વૈભવ-સમૃદ્ધિની માતાને કંઈક ઝાંખી કરાવી દિવસાજો માતાને પૂછે છે - માં? મારો વૈભવ કેવો લાગ્યો? માતા કહે છે - ખૂબ સારો! પણ મને ડર લાગે છે “માં? શું ડર લાગે છે?” “મને એ ડર લાગે છે કે જો સાચ્ચે સાચ સામ્યવાદ આવી જાય અને પ્રમુખથી માંડી પટાવાળા સુધીના બધાને આ વૈભવ એક સરખો વહેંચી દેવાનો હોય તો પછી આ મજા રહી નહીં શકે.” વાત આ છે – સામ્યવાદને ફેલાવવા ગમે તેટલા આકાશ પાતાળ એક કરી નાંખવામાં આવે, તો પણ પ્રમુખ અને પટાવાળા વચ્ચે જે આભ અને ગાભનું અંતર છે તે મિટાવી શકાતું નથી. રોગી-નિરોગી, સુરૂપ-કુરૂપ, અમીર-ગરીબ આવી બધી વિષમતાઓને હાંકી કાઢવી શક્ય જ નથી કારણ કે વિષમતાનું સર્જક તત્ત્વ “કર્મ” વિદ્યમાન છે. સંપૂર્ણ સામ્યવાદ મોક્ષમાં જ સંભવે, કારણ કે ત્યાં કર્મ નથી. વિશ્વની વિચિત્રતાઓના કારણ તરીકે બધા જ આર્ય ધર્મોએ આત્માથી ભિન્ન એક અલગ તત્ત્વ માન્યું છે ને એને કર્મ, અદૃષ્ટ, પ્રકૃતિ, અવિદ્યા, વાસના આવા બધા જુદા જુદા શબ્દોથી જણાવ્યું છે. પણ વૈદિક વગેરે ધર્મો એનું વિશેષ કોઈ જ , નિરૂપણ કરી શક્યા નથી જે જૈનધર્મ કર્યું છે. વિશ્વના જીવો પ્રતિક્ષણ જે જે આઠ પ્રકારની વિષમતાઓ અનુભવી રહ્યા છે તેનાં સચોટ કારણ તરીકે આઠ પ્રકારના કર્મો, વળી એના પેટા ૧૫૮ વિભાગો, એ દરેકના પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશબંધ એમ ચાર-ચાર પ્રકારે બંધ, જુદી જુદી અવસ્થામાં આ ચારની થતી વિવિધતાઓ.. એનું અસ્તિત્વ (સત્તા), ઉદય-ઉદીરણા-સંક્રમ વગેરેની જે સૂક્ષ્માતિસૂક્ષ્મ જાણકારી જૈનદર્શને આપી છે તેનો વિશ્વમાં જોટો મળવો શક્ય નથી, કારણ કે જૈનધર્મે આપેલા કર્મવિજ્ઞાનની સામે દુનિયાના બાકીના બધા ધર્મોએ આપેલા કર્મવિજ્ઞાનને ભેગું કરવામાં આવે તો પણ એ સમુદ્રની આગળ માત્ર બિંદુ જેટલું પણ માંડ માંડ થાય છે. આવા વિશિષ્ટ અને વિલક્ષણ કર્મવિજ્ઞાનના શિરમોર ગ્રંથોમાંનો એક ગ્રન્થ એટલે કર્મપ્રકૃતિસંગ્રહણી... “આ નિરૂપણ | સર્વજ્ઞ સિવાય કોઈનું ન હોય શકે, એ સર્વજ્ઞનું જ છે' આવો પોકાર આત્મામાંથી અંદરથી જેના સહૃદય અધ્યયનથી ઉઠ્યા જ કરે એવા અનેક ગ્રન્થોમાંનો એક ગ્રન્થ એટલે કર્મપ્રકૃતિસંગ્રહણી... ઉપરોક્ત આત્માના અવાજ દ્વારા સમ્યકત્વની પ્રાપ્તિ, નિર્મળતા અને દઢતા કરાવે, સાધકને અંતર્મુખ બનાવે, અતીન્દ્રિય તત્ત્વોના સ્વાધ્યાયમાં તલ્લીનતા વગેરે દ્વારા અપૂર્વ નિર્જરા કરાવી આપે એવો એક અજોડ ગ્રન્થ એટલે કર્મપ્રકૃતિસંગ્રહણી. આજે સમસ્ત સંઘમાં આ ગ્રન્થનું એક અત્યંત વિશિષ્ટ આદરણીય સ્થાન છે. બહુશ્રુત અજ્ઞાત આચાર્ય નિર્મિત ચૂર્ણિ, મહાન તાર્કિક આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિ નિર્મિત વિષમ પદ ટીપ્પણ, સમર્થ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ મહારાજ અને મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ નિર્મિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 538