________________ કા અને ન मुक्तावल्या भी उपाद घात છતાં આ પવિત્ર કલ્પસૂત્ર ઉપર હજુ એક સુંદર ટીકાની જરૂર છે એમ વિચારિ પરમપૂજ્ય સકલસ વેગીશિરોમણિ તપેનિક ક્રિયાનીઝ બાલબ્રહ્મચારી તપાગચ્છાધિપતિ શ્રીમત્ પંન્યાસપ્રવર શ્રી દયાવિમળજી ગણિવર્ય મહારાજના શિષ્યરત્ન શાંતમૂતિ પંન્યાસશ્રી સૌભાગ્યવિમલજી ગણિવર્યના શિષ્યરત્ન સક્લસિદ્ધાંતવાચસ્પતિ અનેસંસ્કૃતગ્રંથપ્રણેતા વિદ્વદ્વર્ય બાલબ્રહ્મચારી પ્રાતઃ સ્મરણીય અનુગાચાર્ય શ્રીમદ્ પંન્યાસપ્રવરશ્રી મુક્તિવિમળજી ગણિવર્ય મહારાજે બલજીને સદ્ધ થાય તે માટે પ્રથમ શ્રી પર્યુષણ કલ્પ મહામ્યમ્ રહ્યું તે પછી તેઓશ્રીએ સુંદર શૈલીમાં કલ્પસૂત્ર ઉપર “કલ્પમુક્તાવલી નામની ટીકા રચી. આ ટીકાની આખી શિલી નવી જ છે. વાંચનારને ખુબ આનંદ થાય ને સાંભળનારને ખુબ પ્રિય થાય તેવી સુંદર ટીકા રચી છે. આ પુસ્તક છપાવવા માટે પરમપૂજ્ય મહાતપસ્વી વ્યાખ્યાનવાચસ્પતિ જૈનાગમપરિશીલનશાલી સદ્ધર્મોપદેa આબાલબ્રહ્મચારી પરમપકારી પરમ કૃપાળુ ગુરૂદેવ પ્રાતઃ સ્મરણીય શ્રીમદ્ આચાર્ય ભગવંત શ્રી રંગવિમળસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમપૂજ્ય આચાર્ય દેવશ્રી કનકવિમળસૂરીશ્વરજી મહારાજના હૃદયમાં એમ થયું કે આ ટીકા જે છપાશે તે ઘણુને ઉપકાર થશે તેમ માની છપાવેલ છે. આ પુસ્તક પ્રકાશિત કરાવવામાં પૂ. આચાર્ય શ્રી કનકવિમળસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી તથા વિદુષી પ્રવતિની સાધ્વીજી શ્રીલક્ષ્મીશ્રીજી તથા સા. શ્રી ગુણદયશ્રીના અથાગ પરિશ્રમ ને ઉપદેશથી આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રકાશિત કરવામાં શ્રી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસે બાર ફમા છાપ્યા તથા નયન પ્રિન્ટીંગ પ્રેસમાં 13 થી સંપૂર્ણ પુસ્તક છાપવામાં તથા પંડિતું મફતલાલ, પં. હરજીવનભાઈએ મુફ સુધારવામાં તથા પૂ. આચાર્યશ્રીએ સંશોધન કરવામાં જે સહકાર આપ્યા છે તેમને આભાર માનવામાં આવે છે.. - આ પુસ્તક છપાવવામાં જે સદગૃહસ્થાએ સહુકાર આપે છે તેમને પણ આભાર માનવામાં આવે છે. જેમ જેમ સખી સંગ્રહસ્થા ઉદાર હાથે મદદ આપતા રહેશે તેમ તેમ અમારી આ ગ્રંથમાલા સારા સારા પુસ્તકો પ્રકાશિત કરી સમાજના ચરણે ધરશે એજ મહેચ્છા, લી. પ્રકાશક