Book Title: Kalikalsarvagyane Anjali Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ કલિકાલસર્વને અંજલિ [ પ૮૧ હેમચંદ્ર ગુજરાતમાં રેડેલા સંસ્કારને હું વિચાર કરું છું ત્યારે અહિંસાની નજરે આઠ વર્ષના ગાળામાં એક જ મેઢ જાતિમાં થયેલા હેમચંદ્ર અને ગાંધીજીમાં કઈ કુદરતી સંકેત જેવું લાગે છે. આજે જેમ ગાંધીજીએ આખા દેશમાં અને વિશ્વમાં અહિંસાની પ્રતિષ્ઠા વધારી છે તેમ તે કાળે હેમચંદ્ર ગુજરાતની સમગ્ર પ્રજા ઉપર દયાની છાપ પાડી હતી અને અહિંસાની પ્રતિષ્ઠા કરી હતી. હેમચંદ્રને આ મોટો ગુણ અને મોટે ઉપકાર ! હેમચંદ્રની અહિંસા એ વેવલી અહિંસા ન હતી. અહિંસા પિતે તે એવી કઈ વેવલી વસ્તુ છે જ નહિ. અગર એ નિંદાને પાત્ર ઠરતી હોય તે તે દેષ તેના પાળનારને છે. હેમચંદ્ર કુમારપાળને અહિંસાની દીક્ષા આપી હતી અને કુમારપાળે રાજ્યકર્તાની બધીય ફરજો પૂરેપૂરી પાળી હતી, યુદ્ધો જીતવામાં પણ કદી પાછી પાની કરી ન હતી. અહિંસાની મર્યાદા કે એની સમજણ અમુક અમુક કાળમાં જુદી જુદી હેય. ગાંધીજીએ રાજકારણમાં પણ તેને અજમાવી અને તેની મર્યાદા વધારી એ જુદી વાત છે, પણ હેમચંદની અહિંસા વેવલી અહિંસા હતી જ નહિ. ખરી વાત તે એ છે કે અહિંસા એ હિંદુસ્તાનનું સંરકારધન છે અને તેથી અહિંસાની વાત એના હૈયામાં સહેલાઈથી ઉતારી શકાય છે. આજે જે કેવળ પૈસાની જ મોટાઈ થઈ પડી છે તે દૂર કરીએ અને વિદ્યાના ક્ષેત્રમાં પણ એકા રચાઈ જાય છે તે પણ દૂર કરીએ, તે આવા સમર્થ પુરુષને આપણે બરાબર પિછાની શકીએ. તેમને પિછાનવાને આ જયંતી–ઉત્સવ કે એ દરેક પ્રયત્ન આદરણીય ગણાય. એમને કે એમના જેવા મહાપુરુષને સ્મરીને અને ઓળખીને આપણે આપણું સંસ્કારધન વધારીએ! - જૈન, 28-11-8. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4