Page #1
--------------------------------------------------------------------------
________________
કલિકાલસર્વજ્ઞને અંજલિ
[૩૯] આજે જે મહાપુરુષની જન્મજયન્તી ઊજવવા આપણે સૌ એકઠાં થયાં છીએ એમની જન્મતિથિ-કાર્તિક શુકલા પૂર્ણિમા–એક વિશિષ્ટ તિથિ છે. તેની સાથે અનેક મહાન વ્યક્તિઓની સ્મૃતિ સંકળાયેલી છે. ભગવાન બુદ્ધને જન્મ આ જ તિથિએ થયું છે, અને એની ઉજવણી માટે બનારસ પાસે સારનાથના બૌદ્ધવિહારમાં દૂર દૂરથી તિબેટ, સિલોન, ચીન અને અરમામાંથી તેમ જ કોઈ કોઈ પશ્ચિમના દેશોમાંથી પણ અનેક યાત્રિકે આવે છે અને મોટા ઉત્સવ સાથે બુદ્ધજન્મની ઉજવણી કરે છે. શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક અને તારવી શ્રીમદ્ રાજચંદ્ર પણ આ જ તિથિએ જમ્યા હતા.
જેને આપણે કલિકાલસર્વજ્ઞ કહી સન્માનીએ છીએ તેને આપણે પૂરા પિછાનતા નથી, એ આપણું કમભાગ્ય છે. આવા પ્રખર પાંડિત્યવાળા મહાપુરુષને જન્મદિન આપણે કેવા ગૌરવપૂર્વક ઊજવવો જોઈએ!
હું માનું છું કે શ્રી હેમચંદ્રાચાર્ય અને તેમના જેવા જ અન્ય અન્ય ધમાં તેમ જ ક્ષેત્રમાં જે જે અસાધારણ પ્રતિભાવાળા પુરુષે આપણે ત્યાં થઈ ગયા હેય તેમને સમયે સમયે યાદ કરવા માટે આવા અનેક જયંતી-ઉત્સવ
જાય તે આપણી નવીન પ્રજાને, આજના શુષ્ક અને નિપ્રાણ બની ગયેલા શિક્ષણ વચ્ચે, કંઈક પ્રેરણાદાયક સંદેશે આપણે આપી શકીએ.
હેમચંદ્રાચાર્યને મહિમા મારે મન એ એક જન આચાર્ય હતા એ રીતે છે જ નહિ. એ તે ન કેવળ આખા ગુજરાતની, પણ અમરત ભારત વર્ષની સંપત્તિરૂપ હતા, અને એ રીતે જ એમનું જીવન આપણે સમજવું જોઈએ.
હેમચંદ્રાચાર્યના પાંડિત્યને ૨૫ને રાજકારણ સહિત અનેક પ્રવૃત્તિઓમાં નિમગ્ન રહેવા છતાં એમણે કરેલ વિશાળ સાહિત્યસર્જનને વિચાર કરીએ તે આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ. જિંદગીના છેડા સુધી આટલી બધી પ્રવૃત્તિઓ આદરનાર એ મહાપુરુષમાં શક્તિનો કેટલે સંચય થયેલે હશે એની આપણને કલ્પના પણ નથી આવી શકતી.
Page #2
--------------------------------------------------------------------------
________________
કલિકાલસર્વસને અંજલિ
દક્ષિણના પાંડિત્યરૂપ પૂર્વ-ઉત્તરમીમાંસાને પહેલવહેલે ગંભીર આભાસ ગુજરાતને હેમચંદ્રાચાર્યે જ કરાવ્યું. દૂરદૂરના દેશો તક્ષશિલા અને કાશ્મીરની વિદ્યાઓને ગુજરાતમાં લાવનાર કોણ હતું ? આજે કાશ્મીરની સ્થિતિ ભલે ગમે તેવી હોય, પણ તે કાળે તે એ પંડિતેને દેશ હતો અને તેથી
શારદા દેશ તરીકે એની પ્રસિદ્ધિ હતી. વળી અત્યારે કાશ્મીર સાવ નજીકના પ્રદેશ બની ગય લાગે છે, પણ તે સમયે તે ત્યાં પહોંચવું કે ત્યાંથી કંઈ મેળવવું બહુ દુષ્કર હતું; પણ હેમચંદ્રાચાર્યના વિદ્યા-પ્રેમે કાશ્મીરની સરસ્વતીને ગુજરાતમાં લાવી મૂકી હતી. ગુજરાતમાં સમૃદ્ધ ગ્રંથભંડારે તે કાળે હેમચંદ્રાચાર્ય ન હોત તો કેણે સરજાવ્યા હેત ? આજે ગુજરાતમાં ઠેર ઠેર જે હસ્તલિખિત ગ્રંથના ભંડારે જોવા મળે છે તે મુખ્યપણે હેમચંદ્રની વિદ્યાઉપાસનાને આભારી છે.
ટૂંકમાં એમ કહી શકાય કે વિદ્યા અને પાંડિત્યની દૃષ્ટિએ ગુજરાતને જે અપરિચિત હતું તેનો પરિચય ગુજરાતને હેમચંકે કરાવ્યું છે.
એમ કહેવાય છે કે પાટણની જ્ઞાનશાળામાં હેમચંદ્ર પાસે હવે લહિયાઓ કામ કરતા હતા. આજે આ યંત્રના જમાનામાં પણ ટાઈમ્સ એક્ટ ઈન્ડિયા કે એવા મોટા એકાદ મુદ્રણાલયને બાદ કરતાં આપણું દરિદ્ર જેવા પ્રેસમાં આટલા કંપોઝીટરે ક્યાંય જોવા નથી મળતા, અને એ બધા પાસેથી કામ લેવામાં બીજી કેટકેટલી તૈયારીઓ જોઈએ છે? આજની આ સ્થિતિને વિચાર કરીએ છીએ અને આ ઉ૦૦ લહિયાઓ પાસેથી કેવળ એની નકલ કરાવવાનું જ નહિ, પણ નવા નવા ગ્રંથની રચના કરાવવાનું પણ કામ લેવાની હેમચંદ્રની શકિતને વિચાર કરીએ છીએ, ત્યારે એમના વિશદ પાંડિત્યને કંઈક ખ્યાલ આવે છે. અલબત્ત, આમાં તેમના વિદ્વાન શિષ્યોને સાથ અને સહકાર હશે જ, પણ આજની દષ્ટિએ લેખનસાધન–કાગળે વગેરેની જબરી અછતવાળા એ સમયમાં ૭૦૦ લહિયાઓ પાસેથી જે કામ લીધું તે અદ્ભુત છે. આપણે તે આજે કંઈ લખવું હોય તે ચાર વખત લખીએ અને ભૂસીએ ત્યારે તૈયાર કરી શકીએ છીએ.
.. હેમચંદ્રાચાર્યને ગ્રંથ સૌ પહેલે મારા હાથમાં આવ્યું અને મેં એનું અધ્યયન કર્યું ત્યારથી જ હું તે એમના ઉપર આફરીન બની ગયો છું.'
હેમચંદ્રાચાર્યના પ્રથેની તે વિષયના પ્રાચીન ગ્રંથે સાથે સરખામણી કરતાં આજના કેટલાક વિદ્વાને તેમણે બીજા ગ્રંથમાંથી ઉતારાઓ લીધાની
Page #3
--------------------------------------------------------------------------
________________
• !
દર્શન અને ચિંતન
વાતા. કરે છે. આવા વિદ્વાને કાં તે વસ્તુને યથા પણે સમજતા નથી હાતા, અથવા સાંપ્રદાયિક કે એવા કાઈ કારણે આમ માની લે છે; પણ એ સાવ ખાટુ છે. ગીતા વાંચીને ઉપનિષદ વાંચીએ તે એમાં કેટલાય વિષય અને રાખ્વરચના સમાન જણાયાં વગર નથી રહેતાં. જેને એક એક શબ્દ અકાટય જેવા ગણાવવામાં આવે છે તે શંકરાચાયના શાંકરભાષ્યને વાંચી બૌદ્ધતાર્કિક વસુખને વાંચીએ તે વસુબંધુના કેટલાય વિચારે શાંકરભાષ્યમાં તોંધાયેલા મળે જ છે. તે શું આ બધા ઉપર ચારીના આરેાપ મૂકી શકાય ? માતા અને પુત્રીને સરખાં રૂપ-રંગવાળાં જોઈ ને શું પુત્રીનું વ્યક્તિત્વ જ વીસરી જવું ? ખરી વાત એ છે કે વિદ્યા અને વિચારની પરપરા તે ચાલી જ આવે છે, તેા પછી એની છાયા પેાતાના અધ્યયન અને ગ્રંથસર્જનમાં આવ્યા વગર ક્રમ રહે? પૂર્વની વિદ્યાએ ઉત્તરની વિદ્યાઓમાં આવે જ, પણ સાચી વિશેષતા તે એવિદ્યાઓને પચાવવામાં છે. અને આ વિશેષતા હેમચંદ્રમાં ખરાબર હતી. એટલે ખીન્ન પ્રથાના ઉતારાની વાત કરીને એમના પાંડિત્યનું મૂલ્ય ઓછું ન કરી શકાય. મારા કહેવાનો એ આશય નથી કે હેમચંદ્ર કરતાં વધારે પ્રતિભાસ'પન્ન બીજા કાઈ ન થાય. વાત એટલી જ * હેમચંદ્રને તેમના યથાર્થ રૂપમાં આપણે પિછાણીએ. હેમચંદ્ર જેવી એક જ વ્યક્તિમાં રહેલ જુદા જુદા વિષયના પાંડિત્યને સમગ્રપણે વિચાર કરીએ તા આપણને એ એન્સાઇક્લોપીડિયા જ લાગે. તેથી હું તેમને સારસ્વતપુત્ર કહ્યું. જી.
આજે એમ લાગે છે કે જાણે સરસ્વતી નિરાધાર બની ગઈ છે, પણ સરસ્વતી કદી નિરાધાર નથી. આજના ગુજરાતમાં પુરુષો જો વેપારમાં જ રહેવા માગતા હોય તે, તેમને એમ કરવા દઈ, સ્ત્રીઓએ વિદ્યાનું આ કામ ઉપાડી લેવું જોઈ ઍ, હું તો માનું છું કે સહજ કામળ પ્રકૃતિવાળી આપણી સ્ત્રીઓને આ કામ જરૂર વધારે ભાવી જાય. આજે સ્ત્રીઓ ધરેણાં, કપડાં કે શણગારની પાછળ જે વખત કાઢે છે તે સરસ્વતીની પાછળ કાઢે તે જરૂર એમનું ભલું થાય અને નિરાધાર લાગતી સરસ્વતીને આધાર મળી રહે. આજે તા કેટલીય એવી બહેન છે, જેમાં વિધવાઓ, ત્યક્તા અને ઉમરલાયક કુમારિકાએ છે, જે દિશાશૂન્ય જેવી દશા ભોગવે છે. પણ. જો એ બધી બહેનો અને ખીજી બહેને પણ સરસ્વતીની ઉપાસનાનું આવું કાય ઉપાડી
લે તો જરૂર એમના ઉદ્ઘાર થઈ જાય.
આવી સરસ્વતી ઉપાસના માટે હેમચંદ્રનું વિપુલ સાહિત્ય ખૂબ ખૂબ
ઉપયોગી થઈ પડે એ નિઃશંક છે.
Page #4
--------------------------------------------------------------------------
________________ કલિકાલસર્વને અંજલિ [ પ૮૧ હેમચંદ્ર ગુજરાતમાં રેડેલા સંસ્કારને હું વિચાર કરું છું ત્યારે અહિંસાની નજરે આઠ વર્ષના ગાળામાં એક જ મેઢ જાતિમાં થયેલા હેમચંદ્ર અને ગાંધીજીમાં કઈ કુદરતી સંકેત જેવું લાગે છે. આજે જેમ ગાંધીજીએ આખા દેશમાં અને વિશ્વમાં અહિંસાની પ્રતિષ્ઠા વધારી છે તેમ તે કાળે હેમચંદ્ર ગુજરાતની સમગ્ર પ્રજા ઉપર દયાની છાપ પાડી હતી અને અહિંસાની પ્રતિષ્ઠા કરી હતી. હેમચંદ્રને આ મોટો ગુણ અને મોટે ઉપકાર ! હેમચંદ્રની અહિંસા એ વેવલી અહિંસા ન હતી. અહિંસા પિતે તે એવી કઈ વેવલી વસ્તુ છે જ નહિ. અગર એ નિંદાને પાત્ર ઠરતી હોય તે તે દેષ તેના પાળનારને છે. હેમચંદ્ર કુમારપાળને અહિંસાની દીક્ષા આપી હતી અને કુમારપાળે રાજ્યકર્તાની બધીય ફરજો પૂરેપૂરી પાળી હતી, યુદ્ધો જીતવામાં પણ કદી પાછી પાની કરી ન હતી. અહિંસાની મર્યાદા કે એની સમજણ અમુક અમુક કાળમાં જુદી જુદી હેય. ગાંધીજીએ રાજકારણમાં પણ તેને અજમાવી અને તેની મર્યાદા વધારી એ જુદી વાત છે, પણ હેમચંદની અહિંસા વેવલી અહિંસા હતી જ નહિ. ખરી વાત તે એ છે કે અહિંસા એ હિંદુસ્તાનનું સંરકારધન છે અને તેથી અહિંસાની વાત એના હૈયામાં સહેલાઈથી ઉતારી શકાય છે. આજે જે કેવળ પૈસાની જ મોટાઈ થઈ પડી છે તે દૂર કરીએ અને વિદ્યાના ક્ષેત્રમાં પણ એકા રચાઈ જાય છે તે પણ દૂર કરીએ, તે આવા સમર્થ પુરુષને આપણે બરાબર પિછાની શકીએ. તેમને પિછાનવાને આ જયંતી–ઉત્સવ કે એ દરેક પ્રયત્ન આદરણીય ગણાય. એમને કે એમના જેવા મહાપુરુષને સ્મરીને અને ઓળખીને આપણે આપણું સંસ્કારધન વધારીએ! - જૈન, 28-11-8.