Book Title: Kalikalsarvagyane Anjali
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ • ! દર્શન અને ચિંતન વાતા. કરે છે. આવા વિદ્વાને કાં તે વસ્તુને યથા પણે સમજતા નથી હાતા, અથવા સાંપ્રદાયિક કે એવા કાઈ કારણે આમ માની લે છે; પણ એ સાવ ખાટુ છે. ગીતા વાંચીને ઉપનિષદ વાંચીએ તે એમાં કેટલાય વિષય અને રાખ્વરચના સમાન જણાયાં વગર નથી રહેતાં. જેને એક એક શબ્દ અકાટય જેવા ગણાવવામાં આવે છે તે શંકરાચાયના શાંકરભાષ્યને વાંચી બૌદ્ધતાર્કિક વસુખને વાંચીએ તે વસુબંધુના કેટલાય વિચારે શાંકરભાષ્યમાં તોંધાયેલા મળે જ છે. તે શું આ બધા ઉપર ચારીના આરેાપ મૂકી શકાય ? માતા અને પુત્રીને સરખાં રૂપ-રંગવાળાં જોઈ ને શું પુત્રીનું વ્યક્તિત્વ જ વીસરી જવું ? ખરી વાત એ છે કે વિદ્યા અને વિચારની પરપરા તે ચાલી જ આવે છે, તેા પછી એની છાયા પેાતાના અધ્યયન અને ગ્રંથસર્જનમાં આવ્યા વગર ક્રમ રહે? પૂર્વની વિદ્યાએ ઉત્તરની વિદ્યાઓમાં આવે જ, પણ સાચી વિશેષતા તે એવિદ્યાઓને પચાવવામાં છે. અને આ વિશેષતા હેમચંદ્રમાં ખરાબર હતી. એટલે ખીન્ન પ્રથાના ઉતારાની વાત કરીને એમના પાંડિત્યનું મૂલ્ય ઓછું ન કરી શકાય. મારા કહેવાનો એ આશય નથી કે હેમચંદ્ર કરતાં વધારે પ્રતિભાસ'પન્ન બીજા કાઈ ન થાય. વાત એટલી જ * હેમચંદ્રને તેમના યથાર્થ રૂપમાં આપણે પિછાણીએ. હેમચંદ્ર જેવી એક જ વ્યક્તિમાં રહેલ જુદા જુદા વિષયના પાંડિત્યને સમગ્રપણે વિચાર કરીએ તા આપણને એ એન્સાઇક્લોપીડિયા જ લાગે. તેથી હું તેમને સારસ્વતપુત્ર કહ્યું. જી. આજે એમ લાગે છે કે જાણે સરસ્વતી નિરાધાર બની ગઈ છે, પણ સરસ્વતી કદી નિરાધાર નથી. આજના ગુજરાતમાં પુરુષો જો વેપારમાં જ રહેવા માગતા હોય તે, તેમને એમ કરવા દઈ, સ્ત્રીઓએ વિદ્યાનું આ કામ ઉપાડી લેવું જોઈ ઍ, હું તો માનું છું કે સહજ કામળ પ્રકૃતિવાળી આપણી સ્ત્રીઓને આ કામ જરૂર વધારે ભાવી જાય. આજે સ્ત્રીઓ ધરેણાં, કપડાં કે શણગારની પાછળ જે વખત કાઢે છે તે સરસ્વતીની પાછળ કાઢે તે જરૂર એમનું ભલું થાય અને નિરાધાર લાગતી સરસ્વતીને આધાર મળી રહે. આજે તા કેટલીય એવી બહેન છે, જેમાં વિધવાઓ, ત્યક્તા અને ઉમરલાયક કુમારિકાએ છે, જે દિશાશૂન્ય જેવી દશા ભોગવે છે. પણ. જો એ બધી બહેનો અને ખીજી બહેને પણ સરસ્વતીની ઉપાસનાનું આવું કાય ઉપાડી લે તો જરૂર એમના ઉદ્ઘાર થઈ જાય. આવી સરસ્વતી ઉપાસના માટે હેમચંદ્રનું વિપુલ સાહિત્ય ખૂબ ખૂબ ઉપયોગી થઈ પડે એ નિઃશંક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4