Book Title: Kalikalsarvagyane Anjali Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ કલિકાલસર્વજ્ઞને અંજલિ [૩૯] આજે જે મહાપુરુષની જન્મજયન્તી ઊજવવા આપણે સૌ એકઠાં થયાં છીએ એમની જન્મતિથિ-કાર્તિક શુકલા પૂર્ણિમા–એક વિશિષ્ટ તિથિ છે. તેની સાથે અનેક મહાન વ્યક્તિઓની સ્મૃતિ સંકળાયેલી છે. ભગવાન બુદ્ધને જન્મ આ જ તિથિએ થયું છે, અને એની ઉજવણી માટે બનારસ પાસે સારનાથના બૌદ્ધવિહારમાં દૂર દૂરથી તિબેટ, સિલોન, ચીન અને અરમામાંથી તેમ જ કોઈ કોઈ પશ્ચિમના દેશોમાંથી પણ અનેક યાત્રિકે આવે છે અને મોટા ઉત્સવ સાથે બુદ્ધજન્મની ઉજવણી કરે છે. શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક અને તારવી શ્રીમદ્ રાજચંદ્ર પણ આ જ તિથિએ જમ્યા હતા. જેને આપણે કલિકાલસર્વજ્ઞ કહી સન્માનીએ છીએ તેને આપણે પૂરા પિછાનતા નથી, એ આપણું કમભાગ્ય છે. આવા પ્રખર પાંડિત્યવાળા મહાપુરુષને જન્મદિન આપણે કેવા ગૌરવપૂર્વક ઊજવવો જોઈએ! હું માનું છું કે શ્રી હેમચંદ્રાચાર્ય અને તેમના જેવા જ અન્ય અન્ય ધમાં તેમ જ ક્ષેત્રમાં જે જે અસાધારણ પ્રતિભાવાળા પુરુષે આપણે ત્યાં થઈ ગયા હેય તેમને સમયે સમયે યાદ કરવા માટે આવા અનેક જયંતી-ઉત્સવ જાય તે આપણી નવીન પ્રજાને, આજના શુષ્ક અને નિપ્રાણ બની ગયેલા શિક્ષણ વચ્ચે, કંઈક પ્રેરણાદાયક સંદેશે આપણે આપી શકીએ. હેમચંદ્રાચાર્યને મહિમા મારે મન એ એક જન આચાર્ય હતા એ રીતે છે જ નહિ. એ તે ન કેવળ આખા ગુજરાતની, પણ અમરત ભારત વર્ષની સંપત્તિરૂપ હતા, અને એ રીતે જ એમનું જીવન આપણે સમજવું જોઈએ. હેમચંદ્રાચાર્યના પાંડિત્યને ૨૫ને રાજકારણ સહિત અનેક પ્રવૃત્તિઓમાં નિમગ્ન રહેવા છતાં એમણે કરેલ વિશાળ સાહિત્યસર્જનને વિચાર કરીએ તે આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ. જિંદગીના છેડા સુધી આટલી બધી પ્રવૃત્તિઓ આદરનાર એ મહાપુરુષમાં શક્તિનો કેટલે સંચય થયેલે હશે એની આપણને કલ્પના પણ નથી આવી શકતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4