Book Title: Kailaspadma Swadhyayasagara Part 8
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 124
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નંદન નવલા ચેડારાજાના ભાણેજ છો, નંદન નવલા પાંચર્સ મામીના ભાણેજ છો, નંદન મામલિયાના ભાણેજા સુકુમાર, હસશે હાથે ઉછાળી કહીને હાના ભાણેજા, આંખો આંજીને વળી ટપકું કરશે ગાલ..હાલો .............. નંદન મામા મામી લાવશે ટોપી આંગલાં, રતને જડિયાં ઝાલર મોતી કસબી કોર, નીલા પીલા ને વળી રાતા સર્વે જાતિના, પહેરાવશે મામી મારાં નંદકિશોર...હાલો નંદન મામા મામી સુખલડી બહુ લાવશે, નંદન ગજવે ભરશે લાડુ મોતીચૂર, નંદન મુખડા જોઈને લેશે મામી ભામણા, નંદન મામી કહેશે જીવો સુખ ભરપૂર...હાલો......... નંદન નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજી ને બેન તમારી નંદ, તે પણ ગુંજે ભરવા લાખણસાઈ લાવશે, તુમને જોઈ જોઈ હોશ અધિકો પરમાનંદ...હાલો ....... ૧૧ રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘૂઘરો, વળી સુડા મેના પોપટ ને ગજરાજ, સારસ હંસ કોયલ તીતર ને વળી મોરજી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ હાલો ............ ૧૨ છપ્પન કુમરી અમરી જલકળશે નવરાવિયા, નંદન તમને અમને કેલીઘરની માંહી, ૧૧૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136