Book Title: Kailaspadma Swadhyayasagara Part 8
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 128
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમે વાસુદેવ ધુર થઈશું, કુળ ઉત્તમ માહરું કહીશું નાચે કુળમદશું ભરાણો, નીચ ગોત્ર તિહાં બંધાણો...... ૮ - એક દિન તનુ રોગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે ત્યારે વંછે ચેલો એક, તવ મળિયો કપિલ અવિવેક. ...... ૯ દેશના સુણી દીક્ષા યાસે, કહે મરિચી લીયો મુનિ પાસે રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે........૧૦ તુમ દરશને ધરમનો વ્હેમ, સુણી ચિંતે મરિચી એમ મુજ યોગ્ય મળ્યો એ ચેલો, મૂળ કડવે કડવો વેલો...... ૧૧ મરિશી કહે ધર્મ ઉભયમાં, લીએ દીક્ષા યૌવન વયમાં એણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર...... ૧૨ લાખ ચોરાશી પૂરવ આય, પાળી પાંચમે સ્વર્ગ સધાય દસ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખમાંહી.... ૧૩ (ઢાળ ત્રીજી) પાંચમે ભવે કોલ્લાગ સન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેશ એંશી લાખ પૂરવ અનુસરી, ત્રિદંડીયાને વેશે મરી ....... ૧ - કાલ બહુ ભમિયો સંસાર, ધૃણાપુરી છઠો અવતાર બહોંતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડીક વેશ ધરાય .. ૨ સૌધર્મે મધ્ય સ્થિતિયે થયો, આઠમે ચૈત્ય સન્નિવેશે ગયો અગ્નિદ્યોત દ્વિજ ત્રિદંડીયો, પૂર્વ આયુલખ સાઠે મુઓ .... ૩ મધ્ય સ્થિતિએ સુર સર્ગ ઈશાન, દશમે મંદિર પુર દ્વિજઠાણ લાખ છપ્પન પૂરવ આયુધરી, અગ્નિભૂતિ ત્રિદંડીક મરી . ૪ ૧૧૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136