Book Title: Kacchi Bhasha ma Juna kavio Aachalgacchiya Munivaro Nityalabhji Jayharshji Author(s): Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 5
________________ Hastastastedadlastestosteca sede dadedoodoodsedlodedoslodasteste de deseste sa deslo steso luctes desossada se sastoteles debeslebest [12] . . કાબે એક જ પુસ્તકમાં પ્રગટ થયાં હોવાનું જણાવતાં ઉમેર્યું , “જે હર્ષ' અંગેની અતિહાસિક માહિતી પ્રાપ્ત કરવાની બાકી છે. ઉપરની ચર્ચામાંથી એક વાત ઊપસી આવે છે કે બને રચનાઓના કર્તા એક હોવા કે જુદા હોવાની તરફેણમાં કઈ સંગીન નિર્ણાયક આધાર જણાતા નથી. એવા આધારના અભાવમાં, એવું નિર્ણાયક તત્ત્વ કૃતિઓની અંદરથી જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા જેવું છે. કૃતિમાં વપરાયેલી ભાષા, રચનારીતિ જેવાં તો કૃતિના કત્વ વિશે હમેશાં ઘણું ઘણું કહી દેતાં હોય છે. (કર્તાની જાણ કે ઈચ્છા બહાર પણ !) આપણા પ્રશ્નસ્પદ કાને આ રીતે તપાસીએ તે (1) બંને કૃતિઓની ભાષામાં કશે ફરક નથી. તળપદી જૂની કચ્છી ભાષા બેઉમાં પ્રજાઈ છે. (2) સિંધી ભાષા સાથેની નિકટતા બેઉમાં જોવા મળે છે. પહેલી કૃતિમાં “ઘેરજી વિમે,” “સાંઈ,” “ટકનજો.” મેહેર,” “વડે પીર” જેવા પ્રયોગો છે, તે બીજીમાં “ગડીયે પર વેંધી, દાતાર' જેવા શબ્દો છે. કવિ સિંધ કે થરના હોવાને અથવા એમને લાંબે નિવાસ થયાને સંભવ સંશાધક મુનિશ્રીએ દર્શાવ્યે જ છે. ( એક કૃતિમાં પિતામાં જ “થર ઠાકુર એવો પ્રયોગ થયે છે.) બે જુદા જુદા કવિઓ ઉપર આટલે બધો સમાન પ્રભાવ પડે ખરો? ઉદાહરણ તરીકે નિત્યલાભના જ સમકાલીન મેકણ દાદાની રચનાઓમાં સિંધી શબ્દપ્રાગે કે લઢણે આટલી માત્રામાં મળતાં નથી. (3) બેઉમાં “જજજા” ( ઘણું) એ શબ્દ વપરાય છે. એક જ સંદર્ભમાં સહેજસાજ ફરક સાથે એકના એક શબ્દો પ્રોજાયા કહી શકાય તેવું છે. 4) પહેલા પદમાં જગમેં દેવ ડિઠા જા” અને બીજામાં ‘બેઆ દેવા ડિઠા જજજા” કહેવાયું છે. “કામણગાર.” “ખલી ખીર,” “વડો પીર” જેવા શબ્દ બેઉમાં વપરાયા છે. (5) બેઉની રચના–ઘાટી એકસરખી જણાય છે. (6) અને કૃતિઓમાં રચના-કૌશલ એક જ કક્ષાનું છે. ઉપરોક્ત પરીક્ષણ બે સંભાવનાઓ તરફ નિર્દેશ કરે : (1) યા તે “જય નિત્યલાભ મુનિના અંતેવાસી શિષ્ય હોઈ શકે. જેથી નિત્યલાભાજીની લેખનશૈલી એમણે આત્મસાત્ કરી હોય અથવા તે (2) બને કૃતિઓ નિત્યલાભજીની જ હોય. પણ પાછળથી થયેલ “જે હર્ષે " એ પોતાના નામે ચલાવી હોય. જો કે આ બીજો વિકલ્પ વધુ સબળ લાગે છે. કવિ શ્રી “તેજ” “પૂજ્ય મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી “કવિતાવારસા વિભાગમાં પાર્શ્વનાથ સ્તવન” જયહર્ષજીનું છે તે કયા આધારે કહી શકાય ?" એમ લખે છે. તે બાબત જણાવવાનું કે “ગેડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, (પૃ. 76 ) માં આ રચના કર્તા “જયહર્ષને નામે પ્રગટ થયેલ છે. આ ગ્રંથ મારી પાસે છે. બાકી આ મુનિ જયજી તપગના નહીં, પણ અલગ૭ના હતા. આમ કચ્છી કાવ્યરચનાના ઇતિહાસમાં અચલગચ્છના આ બે જૈન મુનિઓ આદ્યકવિની ભૂમિકામાં પ્રકાશે છે. * રા) ની શ્રી આર્ય કલ્યાણગૌમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5