Book Title: Kacchi Bhasha ma Juna kavio Aachalgacchiya Munivaro Nityalabhji Jayharshji Author(s): Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 4
________________ divasisasts-is e des sess es » Messes of his fesd . sesse-desh, નોંધવા લાયક બાબતે એ છે કે, (૧) આ તેમ જ અન્ય કૃતિઓ મૂળ દેવનાગરી લિપિમાં લખાયેલી મળે છે. (૨) ઉક્ત ગણિગ્રીની કેટલીક કૃતિઓ કેટલાક કચ્છી જૈનેને જીભને ટેરવે રમી રહી છે. (૩) અહીં આપેલું સ્તવન કચ્છી ભાષામાં મળે છે. આ કવિના વ્યક્તિગત જીવન વિશે કશું પણ જાણી શકાયું નથી. પરંતુ ઉપરોક્ત કરછી સ્તવનમાં જે ભાષા વપરાઈ છે – ખાસ કરીને “અમાં,” “સાઈ, પીર, આદિ શબ્દો પ્રયોજાયા છે; જેમ કે, “લાખ ટકન” તે, તેમ જ અન્ય વિશિષ્ટ ઉક્તિઓ એવા અનુમાન તરફ નિર્દેશ કરે છે કે કર્તા કચ્છના અથવા સિંધના થરપારકર પ્રદેશના હોય. એમના ચાતુર્માસ કચ્છમાં હોય અને ત્યાં એકથી વધુ ના કરી હોય અને વિવિધ ગ્રંથની પ્રતો લખી હોય તે તેઓ કચ્છના હોવાનો તર્ક વધુ મજબૂત બને છે. વળી “થર ઠાકુર ભેટો” એ થરપારકરમાં એમણે કરેલ નિવાસ નિઃસંશય સિદ્ધ કરે છે. કર્તા ગોડી પાર્શ્વ નાથના પરમ ભક્ત છે. એમને દળદાર સ્તવન ગ્રંથ ઘણું જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે, જેમાં ગુજરાતી, હિંદી અને કછી સ્તવને છે. કચ્છ ઉપરાંત સુરતમાં પણ તેમને ચાતુનિવાસ વધુ રહેતું. ત્યાં પણ તેમણે રચના કરી છે તેવા આધાર મળે છે. કરછ કલામના તંત્રીશ્રી પોતાની નોંધમાં લખે છે : “ક કલામને માટે એ હર્ષની વાત છે કે, કરછી ભાષાને એક એતિહાસિક અધ્યાય સર્વ પ્રથમ બહાર લાવનાર સંશોધન તેમાં પ્રગટ થાય છે. વિદ્વાન જેન મુનિશ્રી પૂજ્ય કલાપ્રભસાગરજીના મૂલ્યવાન સંશોધનના પરિપાક સમી પ્રસ્તુત કચ્છી કતિ આમ તે સીધુંસાદ સ્તવન છે, તેમ જ જે કવિની દષિએ તેની કક્ષા બહુ ઊંચી નથી, તેમ છતાં ભાષા -ઈતિહાસની દષ્ટિએ એનું મૂલ્ય છે. તેમ જ સરળતાનું વિશિષ્ટ સૌદર્ય તેમ જ આવી ભરી ભક્તિ એમાં અવશ્ય વિકસે છે. “સુઘડ,” દરિસણ, વેલડોની” જેવા તળપદા શબ્દ અને “લાખ ટકનને,” “તું વડે પીર , “થેઆખું ખલી ખીર,’ ‘ઘેરજી વમાં તેજે નાં મથા” જેવા રૂઢિપ્રયોગો ખાસ ધ્યાનપાત્ર છે. “મીંહ બાપીયડા જિ હ, (મેઘને ઝંખતા બપૈયાની જેમ) એ ઉપમાં કવિત્વશક્તિની નિર્દેશક છે. એમ તો ‘દરિસણ વેલડોની જિજ” એ સીધો અભિગમ પણ હૃદ્ય છે.” આ કાવ્ય ઉપર કચ્છ કલામમાં શ્રી પ્રભાશંકર ફડકેએ એક ચર્ચાપત્ર લખ્યું છે, તે અત્રે નોંધપાત્ર છે. શ્રી પ્રભાશંકર ફડકે પ્રશ્ન ઉઠાવે છે. નિત્યલાભ મુનિના નામે પ્રગટ થયેલાં એ બે કાબેના કર્તા એક કે ભિન? તે પછી ચર્ચાકાર લખે છેઃ માર્ચ '૭૬ અંકમાં મુનિશ્રી કલાપ્રભસાગરજીના સંશોધન દ્વારા સાંપડેલા “વાચક નિત્યલાભ મુનિનું એક કાવ્ય એમની પરિચયાત્મક નોંધ સાથે છપાયું હતું. બીજે મહિને એ જ કવિનું બીજું કાવ્ય “કચછને કવિતા વારસો'માં પ્રગટ થયું. મે અંકમાં કવિ શ્રી “તેજને પત્ર ચર્ચાપત્રમાં પ્રગટ થયે. બીજા કાવ્યની છેલી પંક્તિ માં કરાયેલા “જે હર્ષ” શબ્દના ઉલ્લેખને નિર્દેશ કરીને જયહર્ષ નામના ત્રણ વર્ષ પહેલાં થઈ ગયેલા કવિની એ રચના હોવાનું જણાવ્યું. ઓગષ્ટ અંકમાં મુનિશ્રી કલાપ્રભસાગરજીએ આના ઉત્તરમાં ઉક્ત બેઉ Dr : . નાશિ આર્ય કયાદામોતમ સ્મૃતિગ્રંથ (DE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5