Book Title: Kacchi Bhasha ma Juna kavio Aachalgacchiya Munivaro Nityalabhji Jayharshji
Author(s): 
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230053/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે કચ્છી ભાષામાં પણ જૂનામાં જૂના કવિ અચલગચ્છના જૈન મુનિવરે શ્રી નિત્યલાભજી અને શ્રી જયહર્ષજી g ક આ બંને મુનિઓનાં પ્રભુભક્તિનાં કાવ્યો પ્રભુની પ્રીતિ દર્શાવનારાં કચ્છી ભાષામાં મળે છે, તેનું ઐતિહાસિક મૂલ્ય ઘણું છે. જયહર્ષજી પણ અચલગચ્છના જ સાધુસમુદાયના હતા. આ બંને મુનિઓ મેકણ દાદાની પૂર્વે થઈ ગયેલ છે. સરખી ભાષા પરથી બને કૃતિઓ ગુરુ-શિષ્યની અથવા એક જ કર્તાની ભાસે છે. | ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ બનાવનાર જેમ કુલમંડન ગણિ હતા, અર્થાત્ જૈનાચાર્ય ગુજરાતના પ્રથમ વ્યાકરણ-લેખક હતા. ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતા હતા એ માન્યતા પણ પ્રમાણથી અપુષ્ટ છે. જૈનાચાર્યોએ બનાવેલ રાસનાં કાવ્ય નરસિંહ મહેતાની પૂર્વે રચાયેલાં થોકબંધ મળે છે. ગુજરાતી ભાષા જેવો જ ઇતિહાસ કચ્છી ભાષામાં પણ જણાય છે. કારણુ, મેકણ દાદાની પૂર્વે થઈ ગયેલા કવિઓની કૃતિઓ કવિના નામ સાથેની બહુ વિરલ કહેવાય તેવી છે. હવે આપણે એ બે કૃતિઓને જોઈએ. - પાશ્વજિન સ્તવન [ કચ્છી ભાષામાં] સુઘડ પાસ પ્રભુ રે, દરિસણ વેલડેની જિજ; દરિસણ તે લાખ ટન, લાખ ટન, લાખ ટકાનજો રે. કામણગારા તેજા નેણ, સુઘડ પાસ પ્રભુ રે, દરિસણ વેલડોની દિજજ. સાંઈ અસાંજે તું અંઇ, તું અંઈ, તું અંયે રે. દરિસણ૦ ૧ મિહૂડા લગેતા તેજા વેણ. સુઘડ પાસ અધ થકી અસી આવિયા, આવિયા, આવિયા રે; સફલ જનમ થેયે અજ. સુઘડ પાસ દરિસણ મહેર કર જજજી મેં મથે, મેં મથે, મેં મથે રે, બાંહ ગ્રહેજી લજજ. સુઘડ પાસ દરિસણ૦ ૨ , , ગ્રાઆર્ય કયાામસ્મૃતિગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ હes ses...... .....se-stock is best series o f કફક[૧૧] દિલ લગે મુજે તે મથે, તે મળે તે મથે રે, થેલે વેંધે કહ, સુઘડ પાસ દરિસણ) સજે દી તોકે સંભારીયાં, સંભારીયાં, સંભારીયાં રે, મીહ બાપીયડા જિહ. સુઘડ પાસ દરિસણ૦ ૩ જગમેં દેવ દિઠ જા, દિઠા જજા, દિઠા જજા રે; તે વડે પીર. સુઘડ પાસ દરિસણઅસી વામજીજે નંદ કે, નંદ કે, નંદ કે રે, દરિસર્ણ થઆસું ખાલી ખીર. સુઘડ પાસ દરિસણ ૪ ઘેરઝી વગ તો જે નાં મથા, નાં મથા, નાં મથા રે; મુગતિ દાતાર. સુઘડ પાસ દરિસણ) થ ઠાકુર ભેટયો, ભેટયો, ભેટો રે, નિત્યલાભ” જે આધાર, દરિસણ વેલડની દિજજ સુઘડ પાસ પ્રભજી. દરિસણ- ૫ હવે બીજું સ્તવન જાણે વાંસળી સાંભળીને અધીરી બનેલી ગોપિકાના ભાવે રજૂ કરતું હોય તેમ ભક્ત નારીના મને ભાવે રજૂ કરે છે. ભાષાનું સામ્ય બહુ છે. “થર જે ઠાકુર ભેટો” પરથી થરપારકરના પાર્શ્વનાથની સ્તુતિ આપણે જોઈ. હવે ભક્તની તાલાવેલી દર્શાવતું બીજું શ્રી જયહર્ષજીનું સ્તવન જોઈએ. પાર્શ્વનાથ સ્તવન અમાં આંઉ નેહડો કંધી, ગેડી પર ધી, કેસરજે ઘેર ઘેરીધી, વિગી આઉં પૂજા ! કુધી. ઈન વામજી નીગર એડે, બે નાએ જુગમેં તેડે, અમાં આંઉ નેહડે કંધી. ૧ સરંગ મરત પાતાલ જા, માડુ જજજા સેવિ પાય; કામણગારો પાસજી આય લ, મુજે દિલમેં ભાય. અમાં ૨ સપિ સર્યા જે બરંધા, દિને જે નવકાર પાસજી જે નાલે ગની દુઆ, ઇંદ્ર ઈંદ્રાણી સાર. અમાં ૩ એ આર્ય કરયાણાગૌતમ સ્મૃતિગ્રંથ છે Page #3 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮ ]tishali dashesh s fastastestasta stasta sadadas a dada | s[vad | Sails d મેઆ દેવ ઢ્ઢિા જજા, દેવ ન કેડે કમ્પ; તું નિરાગી ગતિ નિવારણ, અડે કમે જો દુશ્મ. અમાં૦ ૪ જેડાં વિના તેડાં ઇનકે ભજિયાં, જગમેં વડે પીર; જે હુ જો સાંમી મલ્યા, ખીલ્લી હુઆ ખીર. અમાં૦ ૫ કચ્છ કલામના તંત્રી શ્રી માવજીભાઈ સાવલા મને લખે છે : ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પણ સૌથી પ્રાચીન દસ્તાવેજ પુરાવા પૂરા પાડવા છે. કચ્છી ભાષાનો ઇતિહાસ પણ આ હકીકતનું પુનરાવર્તન કરશે માહિતીને અધારે અને સામગ્રી પરથી પ્રથમ દૃષ્ટિએ લાગે છે. ( આ પછી વિશે જિજ્ઞાસા દર્શાવે છે. ) સામાન્યતઃ એમ મનાય છે કે, કચ્છી સાહિત્યને ઇતિહાસ, ઉપલબ્ધ માહિતીને આધારે, સંત મેકણ દાદાથી શરૂ થાય છે. પરંતુ આ પરંપરાગત માન્યતામાં ફેરફાર કરવા પડે એવા અન્ય કવિ (કે કવિએ ) અગે લિખિત આધાર પ્રાપ્ત થયા છે એવુ ઉપરનાં કાવ્યે સૂચવે છે. અહી’‘ નિત્યલાભજી' વિશે કઈક મળતી માહિતી આપવા પ્રયત્ન કરું વિક્રમની અઢારમી શતાબ્દીના ઉત્તરાર્ધ કાળમાં થઈ ગયેલા એ કવિ છે. લાલજીની કૃતિ પાજિત સ્તવન જે કચ્છી ભાષામાં લખાયેલી તે આપણે રજૂ કરી છે. જૈન મુનિના સાહિત્ય એમ અમે આપે મેકલેલ તંત્રીશ્રી હસ્તલિખિત પ્રત અચલગચ્છાધિપતિ શ્રી વિદ્યાસાગરસૂરીશ્વરજીના વિજયરાજ્યમાં વાચક (ઉપાધ્યા યજી) સહજસુ ંદરગણિ શિષ્ય વાચકપડિત નિત્યલાભગણિએ ગુજરાતી ભાષામાં અનેક કૃતિએ રચી છે, જે કૃતિઓનાં પ્રાપ્ત નામેા આ પ્રમાણે છે: (૧) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન, (ર) શ્રી શીતલનાથ સ્તવન, (૩) શ્રી ગેડીપાર્શ્વ જિન કચ્છી સ્તવન અને (૪) સદેવંત સાળિ ગા ( ઉલ્લેખ શ્રી મોહનલાલ દલીચંદ મહેતા કૃત પ્રસિદ્ધ ગ્રંથ ગૂર્જર જૈન કવિઓ.' ભા. ૨, પૃષ્ઠ ૧૪૧ ઉપર કરવામાં આવેલા છે. અને કવિની સાહિત્યકાર તરીકેની પ્રતિભાની નોંધ લેવામાં આવેલી છે.) એમની દરેક મોટી કૃતિમાં સ્થળ અને સંવતના ઉલ્લેખ જોવા મળે છે, જે અનુસાર ઉપરોક્તમાંથી પ્રથમ બે રચનાઓ અનુક્રમે વિ. સં. ૧૭૭૬ અને ૧૭૯૧માં અંજાર ચાતુર્માસ રહીને કરાયેલી છે. એમની કૃતિ આ સાથે પ્રથમ રજૂ કરી છે, તે અંજારનિવાસી શ્રી સામચંદ ધારશીએ સ. ૧૯૮૨માં છપાવેલ મડાકાય ગ્રંથ ‘પંચપ્રતિકમણાદિ સૂત્રાણિ ”માં પણુ પ્રકાશિત થયેલી છે. શ્રી આર્ય કલ્યાણનો સંસ્કૃતિગ્રંથ છું : શ્રી નિત્યપ્રથમ જ Page #4 -------------------------------------------------------------------------- ________________ divasisasts-is e des sess es » Messes of his fesd . sesse-desh, નોંધવા લાયક બાબતે એ છે કે, (૧) આ તેમ જ અન્ય કૃતિઓ મૂળ દેવનાગરી લિપિમાં લખાયેલી મળે છે. (૨) ઉક્ત ગણિગ્રીની કેટલીક કૃતિઓ કેટલાક કચ્છી જૈનેને જીભને ટેરવે રમી રહી છે. (૩) અહીં આપેલું સ્તવન કચ્છી ભાષામાં મળે છે. આ કવિના વ્યક્તિગત જીવન વિશે કશું પણ જાણી શકાયું નથી. પરંતુ ઉપરોક્ત કરછી સ્તવનમાં જે ભાષા વપરાઈ છે – ખાસ કરીને “અમાં,” “સાઈ, પીર, આદિ શબ્દો પ્રયોજાયા છે; જેમ કે, “લાખ ટકન” તે, તેમ જ અન્ય વિશિષ્ટ ઉક્તિઓ એવા અનુમાન તરફ નિર્દેશ કરે છે કે કર્તા કચ્છના અથવા સિંધના થરપારકર પ્રદેશના હોય. એમના ચાતુર્માસ કચ્છમાં હોય અને ત્યાં એકથી વધુ ના કરી હોય અને વિવિધ ગ્રંથની પ્રતો લખી હોય તે તેઓ કચ્છના હોવાનો તર્ક વધુ મજબૂત બને છે. વળી “થર ઠાકુર ભેટો” એ થરપારકરમાં એમણે કરેલ નિવાસ નિઃસંશય સિદ્ધ કરે છે. કર્તા ગોડી પાર્શ્વ નાથના પરમ ભક્ત છે. એમને દળદાર સ્તવન ગ્રંથ ઘણું જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે, જેમાં ગુજરાતી, હિંદી અને કછી સ્તવને છે. કચ્છ ઉપરાંત સુરતમાં પણ તેમને ચાતુનિવાસ વધુ રહેતું. ત્યાં પણ તેમણે રચના કરી છે તેવા આધાર મળે છે. કરછ કલામના તંત્રીશ્રી પોતાની નોંધમાં લખે છે : “ક કલામને માટે એ હર્ષની વાત છે કે, કરછી ભાષાને એક એતિહાસિક અધ્યાય સર્વ પ્રથમ બહાર લાવનાર સંશોધન તેમાં પ્રગટ થાય છે. વિદ્વાન જેન મુનિશ્રી પૂજ્ય કલાપ્રભસાગરજીના મૂલ્યવાન સંશોધનના પરિપાક સમી પ્રસ્તુત કચ્છી કતિ આમ તે સીધુંસાદ સ્તવન છે, તેમ જ જે કવિની દષિએ તેની કક્ષા બહુ ઊંચી નથી, તેમ છતાં ભાષા -ઈતિહાસની દષ્ટિએ એનું મૂલ્ય છે. તેમ જ સરળતાનું વિશિષ્ટ સૌદર્ય તેમ જ આવી ભરી ભક્તિ એમાં અવશ્ય વિકસે છે. “સુઘડ,” દરિસણ, વેલડોની” જેવા તળપદા શબ્દ અને “લાખ ટકનને,” “તું વડે પીર , “થેઆખું ખલી ખીર,’ ‘ઘેરજી વમાં તેજે નાં મથા” જેવા રૂઢિપ્રયોગો ખાસ ધ્યાનપાત્ર છે. “મીંહ બાપીયડા જિ હ, (મેઘને ઝંખતા બપૈયાની જેમ) એ ઉપમાં કવિત્વશક્તિની નિર્દેશક છે. એમ તો ‘દરિસણ વેલડોની જિજ” એ સીધો અભિગમ પણ હૃદ્ય છે.” આ કાવ્ય ઉપર કચ્છ કલામમાં શ્રી પ્રભાશંકર ફડકેએ એક ચર્ચાપત્ર લખ્યું છે, તે અત્રે નોંધપાત્ર છે. શ્રી પ્રભાશંકર ફડકે પ્રશ્ન ઉઠાવે છે. નિત્યલાભ મુનિના નામે પ્રગટ થયેલાં એ બે કાબેના કર્તા એક કે ભિન? તે પછી ચર્ચાકાર લખે છેઃ માર્ચ '૭૬ અંકમાં મુનિશ્રી કલાપ્રભસાગરજીના સંશોધન દ્વારા સાંપડેલા “વાચક નિત્યલાભ મુનિનું એક કાવ્ય એમની પરિચયાત્મક નોંધ સાથે છપાયું હતું. બીજે મહિને એ જ કવિનું બીજું કાવ્ય “કચછને કવિતા વારસો'માં પ્રગટ થયું. મે અંકમાં કવિ શ્રી “તેજને પત્ર ચર્ચાપત્રમાં પ્રગટ થયે. બીજા કાવ્યની છેલી પંક્તિ માં કરાયેલા “જે હર્ષ” શબ્દના ઉલ્લેખને નિર્દેશ કરીને જયહર્ષ નામના ત્રણ વર્ષ પહેલાં થઈ ગયેલા કવિની એ રચના હોવાનું જણાવ્યું. ઓગષ્ટ અંકમાં મુનિશ્રી કલાપ્રભસાગરજીએ આના ઉત્તરમાં ઉક્ત બેઉ Dr : . નાશિ આર્ય કયાદામોતમ સ્મૃતિગ્રંથ (DE Page #5 -------------------------------------------------------------------------- ________________ Hastastastedadlastestosteca sede dadedoodoodsedlodedoslodasteste de deseste sa deslo steso luctes desossada se sastoteles debeslebest [12] . . કાબે એક જ પુસ્તકમાં પ્રગટ થયાં હોવાનું જણાવતાં ઉમેર્યું , “જે હર્ષ' અંગેની અતિહાસિક માહિતી પ્રાપ્ત કરવાની બાકી છે. ઉપરની ચર્ચામાંથી એક વાત ઊપસી આવે છે કે બને રચનાઓના કર્તા એક હોવા કે જુદા હોવાની તરફેણમાં કઈ સંગીન નિર્ણાયક આધાર જણાતા નથી. એવા આધારના અભાવમાં, એવું નિર્ણાયક તત્ત્વ કૃતિઓની અંદરથી જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા જેવું છે. કૃતિમાં વપરાયેલી ભાષા, રચનારીતિ જેવાં તો કૃતિના કત્વ વિશે હમેશાં ઘણું ઘણું કહી દેતાં હોય છે. (કર્તાની જાણ કે ઈચ્છા બહાર પણ !) આપણા પ્રશ્નસ્પદ કાને આ રીતે તપાસીએ તે (1) બંને કૃતિઓની ભાષામાં કશે ફરક નથી. તળપદી જૂની કચ્છી ભાષા બેઉમાં પ્રજાઈ છે. (2) સિંધી ભાષા સાથેની નિકટતા બેઉમાં જોવા મળે છે. પહેલી કૃતિમાં “ઘેરજી વિમે,” “સાંઈ,” “ટકનજો.” મેહેર,” “વડે પીર” જેવા પ્રયોગો છે, તે બીજીમાં “ગડીયે પર વેંધી, દાતાર' જેવા શબ્દો છે. કવિ સિંધ કે થરના હોવાને અથવા એમને લાંબે નિવાસ થયાને સંભવ સંશાધક મુનિશ્રીએ દર્શાવ્યે જ છે. ( એક કૃતિમાં પિતામાં જ “થર ઠાકુર એવો પ્રયોગ થયે છે.) બે જુદા જુદા કવિઓ ઉપર આટલે બધો સમાન પ્રભાવ પડે ખરો? ઉદાહરણ તરીકે નિત્યલાભના જ સમકાલીન મેકણ દાદાની રચનાઓમાં સિંધી શબ્દપ્રાગે કે લઢણે આટલી માત્રામાં મળતાં નથી. (3) બેઉમાં “જજજા” ( ઘણું) એ શબ્દ વપરાય છે. એક જ સંદર્ભમાં સહેજસાજ ફરક સાથે એકના એક શબ્દો પ્રોજાયા કહી શકાય તેવું છે. 4) પહેલા પદમાં જગમેં દેવ ડિઠા જા” અને બીજામાં ‘બેઆ દેવા ડિઠા જજજા” કહેવાયું છે. “કામણગાર.” “ખલી ખીર,” “વડો પીર” જેવા શબ્દ બેઉમાં વપરાયા છે. (5) બેઉની રચના–ઘાટી એકસરખી જણાય છે. (6) અને કૃતિઓમાં રચના-કૌશલ એક જ કક્ષાનું છે. ઉપરોક્ત પરીક્ષણ બે સંભાવનાઓ તરફ નિર્દેશ કરે : (1) યા તે “જય નિત્યલાભ મુનિના અંતેવાસી શિષ્ય હોઈ શકે. જેથી નિત્યલાભાજીની લેખનશૈલી એમણે આત્મસાત્ કરી હોય અથવા તે (2) બને કૃતિઓ નિત્યલાભજીની જ હોય. પણ પાછળથી થયેલ “જે હર્ષે " એ પોતાના નામે ચલાવી હોય. જો કે આ બીજો વિકલ્પ વધુ સબળ લાગે છે. કવિ શ્રી “તેજ” “પૂજ્ય મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી “કવિતાવારસા વિભાગમાં પાર્શ્વનાથ સ્તવન” જયહર્ષજીનું છે તે કયા આધારે કહી શકાય ?" એમ લખે છે. તે બાબત જણાવવાનું કે “ગેડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, (પૃ. 76 ) માં આ રચના કર્તા “જયહર્ષને નામે પ્રગટ થયેલ છે. આ ગ્રંથ મારી પાસે છે. બાકી આ મુનિ જયજી તપગના નહીં, પણ અલગ૭ના હતા. આમ કચ્છી કાવ્યરચનાના ઇતિહાસમાં અચલગચ્છના આ બે જૈન મુનિઓ આદ્યકવિની ભૂમિકામાં પ્રકાશે છે. * રા) ની શ્રી આર્ય કલ્યાણગૌમસ્મૃતિગ્રંથ