Book Title: Kaccha na Rajkavi Kanakkushalji
Author(s): Dulerai Karani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ ૧૨૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી આ નામમાળાનો આરંભ થાય છે. ૨૦૨ પદમાં તે સમાપ્ત થાય છે. એના છેલ્લા બે પદ નીચે મુજબ છે: લખપતિ જસ સુમનસ લલિત, ઈક બરની અભિરામ, સુકવિ કનક કીની સરસ, નામ દામ ગુણ ધામ. સુનત જાસુ હૈ સરસ ફલ, કલ્મસ રહે ન કોય, મન જપિ લખપતિ મંજરી, હરિ દર્શન જ્યોં હોય. દિલ્હીના મોગલ બાદશાહ શાહજહાંના દરબારના સુપ્રસિદ્ધ કવિ “સુંદર ના “સુંદર શૃંગાર' પુસ્તકની ભાષા ટીકા પણ કવિ કનકકુશળજીએ મહારાવશ્રી લખપતજીના નામ પર લખી છે. આ પુસ્તકનો આરંભ નીચેની પંક્તિથી થાય છે : યહ સુંદર સંગાર કી, રસ દીપિકા સુરંગ, રચી દેશપતિ રાઉ સુત, લખપતિ લહિ રસ અંગ. કવિશ્રી કનકુશળજીની મહત્તા એમના શિષ્ય રચેલી નીચેની બે કૃતિઓ પરથી સમજી શકાશેઃ કવિત પંડિત પ્રબીન પરમારથ કે બાત પાઉં, ગુરુતા ગંભીર, ગુરુ જ્ઞાન હુ કે જ્ઞાતા હે; પાંચૌ વ્રત પાલે, રાગદ્વેષ દોઉ દૂર ટલે, આ નર પાસ વા કું, જ્ઞાન દાન દાતા હૈ, પંચ સુમતિ તીન, ગુપતિ કે સંગી સાધુ, પીહર છ કાય કે, સુહાય જીવ ત્રાતા હે; સુગુરુ પ્રતાપ કે, પ્રતાપ પદ ભટ્ટારક, કનકકુશળસૂરિ, વિશ્વ મેં વિખ્યાતા હૈ. સવૈયા આનન સોહત બાની સદા, પુનિ બુદ્ધિ ઘની તિહું લોકનિ જાની, પિંગલ ભાષા પુરાતનિ સંસ્કૃત, તો રસના પે ઈતિ ઠહરાની; સાહિબ શ્રી કનકેશ ભટારક, * તો વપુ રાજે સદા રજધાની, જૈ લ હૈ સુરજ ચન્દ્ર રૂ અંબર, ત લ હૈ તેરે સહાય ભવાની. અંતમાં કવિશ્રી કનકકુશળજી રચિત દેવી મહિમાને એક છંદ અત્રે આપવામાં આવે છે. છંદ જાતિ ભુજંગી વડી જયોત બ્રહ્માંડ, અંબા વિખ્યાતા, તુમ્હીં આશપૂરા, સદા કચ્છ માતા; રંગ્યા રંગ લાલી, કિયા પાય રાતા, ભો શ્રી ભવાની, સદા સુખદાતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6