Book Title: Kaccha na Rajkavi Kanakkushalji
Author(s): Dulerai Karani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ કરછના રાજકવિ પતિશ્રી કનકકુશળજી ઃ ૧૨૫ ગુજરાતના કવિસમ્રાટ કહી ગયા છે કેઃ “ભુજિયો એ કચ્છના મહારાઓનું સિંહાસન છે, અને વ્રજભાષા પાઠશાળા એનો કીતિમુગટ છે.” મહારાઓશ્રી લખપતજીએ એક તરફ જેમ હુન્નરકળાનો વિકાસ સાધ્યો, તેમ બીજી બાજુ કાવ્યકલાનું એક નવું જ ક્ષેત્ર તૈયાર કર્યું. મહારાઓશ્રી કલાપ્રેમી હતા તેવા જ કાવ્યપ્રેમી પણ હતા. પોતે પણ કવિ હતા–મહાકવિ હતા. કચ્છને કલાનું ધામ બનાવવા સાથે એમણે કાવ્ય-કલાનું અધ્યાપન મંદિર પણ બનાવી દીધું. “કવિ જન્મે છે; એને ઘડી શકાતો નથી.” એ કહેવતને ફેરવીને એમણે કવિઓ ઘડવાની પાઠશાળા કચ્છમાં શરૂ કરી. એમનામાં દેશનાં રત્નોને ચૂંટી કાઢવાની ખાસ શક્તિ હતી. હુન્નર-કળા માટે એમણે રામસિંહ માલમ જેવા કલાધરને શોધી કાઢ્યો, તે જ રીતે કાવ્ય-કળા માટે એમણે મારવાડ-જોધપુર બાજુના તપાગચ્છના યતિ કનકકુશળજી જેવા કાવ્ય-કોહિનૂરને શોધીને તેમને કચ્છમાં ખેંચી લીધા અને વ્રજભાષા પાઠશાળાના પ્રથમાચાર્ય તરીકે તેમને ઘણું જ માનપાનથી ભટ્ટાર્કની પદવી સાથે સ્થાપિત કર્યા. આ પાઠશાળાએ આગળ જતાં કેટલો વિકાસ સાધ્યો તેની સાબિતી ગુજરાતના મહાકવિ નાનાલાલના નીચેના શબ્દો આપી જાય છે : કાવ્ય-કલા શીખવાની કચ્છ-ભુજમાં પોશાળ હતી–આજે પણ છે. કવિઓ સૃજવાની એ કાવ્ય-શાળા કદાચ દુનિયાભરમાં અદિતીય હશે. ઘણા કાવ્યરસિકો ત્યાં ભણી, રાજદરબારમાં કવિરાજ થયા છે. એ કાવ્યશાળામાં કાવ્યશાસ્ત્રો શીખવાય છે, ને રસોપાસકોને નવરસની વાડીઓમાં ઘુમાવી, ઋતુઓની તડકી-છાંયડી પ્રીછોવી, ભસિચને, ઉછેર, ફાલવાણુણ, ગૂથણ વગેરે બગીચાશાસ્ત્રનો શાસ્ત્રી ઉછરતા બાગવાનને ભણાવે છે એમ ત્યાં ભણાવાય છે. કચ્છના મહારાવનું ભુજિયો સિંહાસન છે, પણ ભુજની પોશાળ તે કરછના મહારાવનો કીર્તિમુગટ છે.” કવિ નાનાલાલના પિતા ગુજરાતી ભાષાના લોકપ્રિય કવિ દલપતરામ ડાહ્યાભાઈ પણ આ પાઠશાળાનો ઉલ્લેખ કરતાં “બુદ્ધિપ્રકાશ'ના સન ૧૮૫૮ના જુલાઈ માસના અંકમાં જણાવે છે કે : ભૂજની પાછલી કેટલીયે પેઢીઓથી કવિતા શીખવવાની પાઠશાળા ચલાવવામાં આવે છે. એમાં શિક્ષણ આપનાર ગોરજી છે. તેને રાજ્ય તરફથી વર્ષાસન મળેલ છે. આજે કવિતા શીખનારને ખાનપાનની સગવડ રાજ્ય તરફથી આપવામાં આવે છે. ભણનાર વિદ્યાર્થી જેવી પરીક્ષા આપે છે તેવું તેને ઇનામ મળે છે. આ પ્રકારની કવિતાની પાઠશાળા સમસ્ત ગુજરાતમાં ન તો કોઈ જવામાં આવી છે ન સાંભળવામાં.” | ગુજરાતી સાહિત્યના સ્તંભ સમા આ બે ધુરંધર કવિઓના અભિપ્રાયથી આ પાઠશાળાની મહત્તા સહેજે સમજી શકાશે. - વ્રજભાષાથી અજ્ઞાત એવા કચ્છ જેવા પ્રદેશમાં કાવ્યકળાના રસને રેલાવનાર કવિવર કનકકુશળજીએ અહીં કાવ્યકળાના ગણેશનું કોઈ એવા શુભ ચોઘડીએ મંડાણ કર્યું કે તેની કીર્તિ ચન્દ્રની ખીલતી કળાની માફક દિનપ્રતિદિન વધતી ચાલી. કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત તેમ જ મારવાડ અને રાજસ્થાનમાંથી કવિપદ પ્રાપ્ત કરવાના કોડ સેવનાર સરસ્વતી-પુત્રી અહીં આવતા અને સરસ્વતીની આરાધના કરી, કવિની છાપ લઈને અહીંથી વિદાય થતા. એવા કેટલાયે કવિરાજોએ અનેક રાજયોના રાજકવિ બનીને આ સંસ્થાના નામને ઉજવળ કરેલ છે. કવિ કનકકુશળજીએ “લખપતમંજરી નામમાળા” નામે એક ઉત્તમ ગ્રંથ સંવત ૧૭૯૪માં લખેલ છે. એમાં ૨૦૨ પદો છે. આરંભના ૧૨ પદોમાં જાડેજા વંશનો ઇતિહાસ છે અને ત્યાર પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6