Page #1
--------------------------------------------------------------------------
________________
કચ્છના રાજ કવિ યતિ શ્રી કનક કુશળજી
દુલેરાય કારાણી
કચ્છમાં ઘણું જૂના કાળથી જૈન યતિઓનું પ્રાબલ્ય હતું. આજથી માત્ર અર્ધી સદી પહેલાં પણ જ અહીં દોઢસો પછેડીધારી યતિઓ હતા. હવે તો ભારતના અન્ય પ્રદેશોની માફક કચ્છમાં પણ જૈન યતિઓની સંખ્યા નહિવત રહેવા પામી છે.
કચ્છના રાવથી પહેલા ખેંગારજીને દૈવી સાંગ આપીને એમને સહાયભૂત થનાર યતિશ્રી માણેકમેરજીને રાઓશ્રી સૌરાષ્ટ્રના ચરાડવા ગામેથી કચ્છમાં લાવ્યા, અને એમને ભુજની પોશાળમાં નિયુક્ત કર્યા, ત્યારથી રાજદરબારમાં પણ જૈન યતિઓ ઉચ્ચ સ્થાનના અધિકારી બન્યા. કચ્છ રાજયના પાટવી કુંવરનું વિદ્યાધ્યયન સૌથી પ્રથમ પોશાળના ગાદીપતિ યતિ મહારાજથી શરૂ થતું. આ યુતિ રાજકંવરના કાનમાં || » નમ: સિદ્ધ છે નો મહામંત્ર કુંકતો અને ત્યારપછી તેને પહેલો અક્ષર છંટાવતો. આટલી ક્રિયા પછી કચછના યુવરાજનો વિદ્યાભ્યાસ આગળ ચાલતો. આજે પણ આ પ્રણાલિકા ચાલુ છે.
વિક્રમની સત્તરમી સદીની શરૂઆતથી રાઓ ખેંગારના રાજ્ય-અમલમાં યતિથી માણેકમેરજી કાઠિયાવાડમાંથી કચ્છમાં આવ્યા અને ત્યારથી પોશાળમાં એમની પરંપરાને આરંભ થયો. અઢારમી સદીના મધ્યમાં મહારાઓશ્રી લખપતજીએ ભુજમાં વ્રજભાષા પાઠશાળાની સ્થાપના કરી. લખપતજી મોજીલા, વિલાસી અને સાહિત્યપ્રેમી હતા. લલિત કલાઓના એ પરમ ઉપાસક અને સહાયક હતા. સાહિત્ય, સંગીત અને કલાના ચાહક રાજવી તરીકે કચ્છમાં એ અજોડ હતા.
આ રંગીલા રાજવીએ જયારે કચ્છનો કારભાર હાથમાં લીધો ત્યારે દુનિયાથી અલગ પડેલા એવા કચ્છ પ્રદેશને કાવ્ય-કળા અને હુન્નર-કળા વડે ભારતભરમાં પ્રખ્યાત બનાવી દેવાના એમના અંતરમાં કોડ જાગ્યા હતા. અને તે ઘણે અંશે સફળ થયા છે એમ આજે સ્પષ્ટ જોવામાં આવે છે. કવિ નાનાલાલ જેવા
આ સાંગનું આજે પણ વિજયાદશમીના દિવસે પૂજન થાય છે,
Page #2
--------------------------------------------------------------------------
________________
કરછના રાજકવિ પતિશ્રી કનકકુશળજી ઃ ૧૨૫ ગુજરાતના કવિસમ્રાટ કહી ગયા છે કેઃ “ભુજિયો એ કચ્છના મહારાઓનું સિંહાસન છે, અને વ્રજભાષા પાઠશાળા એનો કીતિમુગટ છે.”
મહારાઓશ્રી લખપતજીએ એક તરફ જેમ હુન્નરકળાનો વિકાસ સાધ્યો, તેમ બીજી બાજુ કાવ્યકલાનું એક નવું જ ક્ષેત્ર તૈયાર કર્યું. મહારાઓશ્રી કલાપ્રેમી હતા તેવા જ કાવ્યપ્રેમી પણ હતા. પોતે પણ કવિ હતા–મહાકવિ હતા. કચ્છને કલાનું ધામ બનાવવા સાથે એમણે કાવ્ય-કલાનું અધ્યાપન મંદિર પણ બનાવી દીધું. “કવિ જન્મે છે; એને ઘડી શકાતો નથી.” એ કહેવતને ફેરવીને એમણે કવિઓ ઘડવાની પાઠશાળા કચ્છમાં શરૂ કરી. એમનામાં દેશનાં રત્નોને ચૂંટી કાઢવાની ખાસ શક્તિ હતી. હુન્નર-કળા માટે એમણે રામસિંહ માલમ જેવા કલાધરને શોધી કાઢ્યો, તે જ રીતે કાવ્ય-કળા માટે એમણે મારવાડ-જોધપુર બાજુના તપાગચ્છના યતિ કનકકુશળજી જેવા કાવ્ય-કોહિનૂરને શોધીને તેમને કચ્છમાં ખેંચી લીધા અને વ્રજભાષા પાઠશાળાના પ્રથમાચાર્ય તરીકે તેમને ઘણું જ માનપાનથી ભટ્ટાર્કની પદવી સાથે સ્થાપિત કર્યા. આ પાઠશાળાએ આગળ જતાં કેટલો વિકાસ સાધ્યો તેની સાબિતી ગુજરાતના મહાકવિ નાનાલાલના નીચેના શબ્દો આપી જાય છે :
કાવ્ય-કલા શીખવાની કચ્છ-ભુજમાં પોશાળ હતી–આજે પણ છે. કવિઓ સૃજવાની એ કાવ્ય-શાળા કદાચ દુનિયાભરમાં અદિતીય હશે. ઘણા કાવ્યરસિકો ત્યાં ભણી, રાજદરબારમાં કવિરાજ થયા છે. એ કાવ્યશાળામાં કાવ્યશાસ્ત્રો શીખવાય છે, ને રસોપાસકોને નવરસની વાડીઓમાં ઘુમાવી, ઋતુઓની તડકી-છાંયડી પ્રીછોવી, ભસિચને, ઉછેર, ફાલવાણુણ, ગૂથણ વગેરે બગીચાશાસ્ત્રનો શાસ્ત્રી ઉછરતા બાગવાનને ભણાવે છે એમ ત્યાં ભણાવાય છે. કચ્છના મહારાવનું ભુજિયો સિંહાસન છે, પણ ભુજની પોશાળ તે કરછના મહારાવનો કીર્તિમુગટ છે.”
કવિ નાનાલાલના પિતા ગુજરાતી ભાષાના લોકપ્રિય કવિ દલપતરામ ડાહ્યાભાઈ પણ આ પાઠશાળાનો ઉલ્લેખ કરતાં “બુદ્ધિપ્રકાશ'ના સન ૧૮૫૮ના જુલાઈ માસના અંકમાં જણાવે છે કે :
ભૂજની પાછલી કેટલીયે પેઢીઓથી કવિતા શીખવવાની પાઠશાળા ચલાવવામાં આવે છે. એમાં શિક્ષણ આપનાર ગોરજી છે. તેને રાજ્ય તરફથી વર્ષાસન મળેલ છે. આજે કવિતા શીખનારને ખાનપાનની સગવડ રાજ્ય તરફથી આપવામાં આવે છે. ભણનાર વિદ્યાર્થી જેવી પરીક્ષા આપે છે તેવું તેને ઇનામ મળે છે. આ પ્રકારની કવિતાની પાઠશાળા સમસ્ત ગુજરાતમાં ન તો કોઈ જવામાં આવી છે ન સાંભળવામાં.” | ગુજરાતી સાહિત્યના સ્તંભ સમા આ બે ધુરંધર કવિઓના અભિપ્રાયથી આ પાઠશાળાની મહત્તા સહેજે સમજી શકાશે. - વ્રજભાષાથી અજ્ઞાત એવા કચ્છ જેવા પ્રદેશમાં કાવ્યકળાના રસને રેલાવનાર કવિવર કનકકુશળજીએ અહીં કાવ્યકળાના ગણેશનું કોઈ એવા શુભ ચોઘડીએ મંડાણ કર્યું કે તેની કીર્તિ ચન્દ્રની ખીલતી કળાની માફક દિનપ્રતિદિન વધતી ચાલી.
કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત તેમ જ મારવાડ અને રાજસ્થાનમાંથી કવિપદ પ્રાપ્ત કરવાના કોડ સેવનાર સરસ્વતી-પુત્રી અહીં આવતા અને સરસ્વતીની આરાધના કરી, કવિની છાપ લઈને અહીંથી વિદાય થતા. એવા કેટલાયે કવિરાજોએ અનેક રાજયોના રાજકવિ બનીને આ સંસ્થાના નામને ઉજવળ કરેલ છે.
કવિ કનકકુશળજીએ “લખપતમંજરી નામમાળા” નામે એક ઉત્તમ ગ્રંથ સંવત ૧૭૯૪માં લખેલ છે. એમાં ૨૦૨ પદો છે. આરંભના ૧૨ પદોમાં જાડેજા વંશનો ઇતિહાસ છે અને ત્યાર પછી
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૨૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી આ નામમાળાનો આરંભ થાય છે. ૨૦૨ પદમાં તે સમાપ્ત થાય છે. એના છેલ્લા બે પદ નીચે મુજબ છે:
લખપતિ જસ સુમનસ લલિત, ઈક બરની અભિરામ, સુકવિ કનક કીની સરસ, નામ દામ ગુણ ધામ. સુનત જાસુ હૈ સરસ ફલ, કલ્મસ રહે ન કોય,
મન જપિ લખપતિ મંજરી, હરિ દર્શન જ્યોં હોય. દિલ્હીના મોગલ બાદશાહ શાહજહાંના દરબારના સુપ્રસિદ્ધ કવિ “સુંદર ના “સુંદર શૃંગાર' પુસ્તકની ભાષા ટીકા પણ કવિ કનકકુશળજીએ મહારાવશ્રી લખપતજીના નામ પર લખી છે. આ પુસ્તકનો આરંભ નીચેની પંક્તિથી થાય છે :
યહ સુંદર સંગાર કી, રસ દીપિકા સુરંગ,
રચી દેશપતિ રાઉ સુત, લખપતિ લહિ રસ અંગ. કવિશ્રી કનકુશળજીની મહત્તા એમના શિષ્ય રચેલી નીચેની બે કૃતિઓ પરથી સમજી શકાશેઃ
કવિત પંડિત પ્રબીન પરમારથ કે બાત પાઉં,
ગુરુતા ગંભીર, ગુરુ જ્ઞાન હુ કે જ્ઞાતા હે; પાંચૌ વ્રત પાલે, રાગદ્વેષ દોઉ દૂર ટલે,
આ નર પાસ વા કું, જ્ઞાન દાન દાતા હૈ, પંચ સુમતિ તીન, ગુપતિ કે સંગી સાધુ,
પીહર છ કાય કે, સુહાય જીવ ત્રાતા હે; સુગુરુ પ્રતાપ કે, પ્રતાપ પદ ભટ્ટારક, કનકકુશળસૂરિ, વિશ્વ મેં વિખ્યાતા હૈ.
સવૈયા આનન સોહત બાની સદા,
પુનિ બુદ્ધિ ઘની તિહું લોકનિ જાની, પિંગલ ભાષા પુરાતનિ સંસ્કૃત,
તો રસના પે ઈતિ ઠહરાની; સાહિબ શ્રી કનકેશ ભટારક, * તો વપુ રાજે સદા રજધાની, જૈ લ હૈ સુરજ ચન્દ્ર રૂ અંબર,
ત લ હૈ તેરે સહાય ભવાની. અંતમાં કવિશ્રી કનકકુશળજી રચિત દેવી મહિમાને એક છંદ અત્રે આપવામાં આવે છે.
છંદ જાતિ ભુજંગી વડી જયોત બ્રહ્માંડ, અંબા વિખ્યાતા,
તુમ્હીં આશપૂરા, સદા કચ્છ માતા; રંગ્યા રંગ લાલી, કિયા પાય રાતા,
ભો શ્રી ભવાની, સદા સુખદાતા.
Page #4
--------------------------------------------------------------------------
________________
કચ્છના રાજકવિ થતિશ્રી કનકકુશળજી ઃ ૧૨૭ વડા ઘૂઘરા, નપરાં નાદ બાજે,
ઘણું દુંદુભિ, વાદળાં શબ્દ ગાજે; રહે પાય રમલ, તાલે સુરાજે,
| ભજ્યાથી ભવાની સકલ દુ:ખ ભાજે. ૨ ભલી પીંડીયું, ઊપમા તીરભથ્થી,
બિહુ જંઘ રંભા, બણી સુંડ હથ્થી; નિતંબા પ્રલંબા, રચ્યા ચક રસ્થી,
વસે હોય મેં, જીવ જયો વીસ હથ્થી. ૩ લખી લંક સૂરાં તણી, સંક આડી,
વણાવી સુકેસી, મુકેસીય વાડી; લહેંગા મુરંગા તણી, લાલ નાડી,
મહંમાય મોજ, ધર્યા આપ આડી ! - ૪ વળી મેખલા, લકવાળી વિશાળી,
સુહાલી, રૂપાલી, સુકાલી, રસાલી; કસી હતી કે રંગ કાલી,
ભજે શ્રી ભવાની, ભુજા વસવાલી ભુજા વીસ મેં ચૂડ શ્રોવની ભાળી,
બણી અંગુલી, વીંટીયાં નંગવાળી;
ઉદ અંબ, નક્ષત્ર આભ
મહા માય માતુ, ભજે જ્યોતવાળી. ૬ સજોતી ગળે શોભતી, મોતી માળા,
વણી કંઠ કંઠી, ત્રિરેખા વિશાળા; રચી અંબે અંબા, સુઠોડીર રસાલા,
વખાણું પ્રમાણી, મહેમાય બાલા. ૭ રંગ્યા ઓ તંબોલ, બિંબ સુરંગા,
ઝગે જોત દંતાન, બાહીર નંગ, ભણે છભર્યું, ચાર વેદા અભંગા,
ઉમા ઇસરાણી, વખાણી ઉતંગ. કહ્યા હેમ પાત્રા, જસા દો કપોલા,
ઝળક નથે, નાક મોતી ઝકોલા, ચખે રંગ રાતી, સુહાતી કચોલા,
ભવાં આંખ મોહે, ભવન્નાથ ભોળા. ૯
૧
સુવર્ણ.
૨ હડપચી.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૨૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
સુધટ્ટી ભ્રકુટી, કખાણું સુધારી, ભર્યાં નંગ મોટા, અકોટા સુધારી; નવા વેઢલા, ખીંટલા જ્યોત ન્યારી, કઈ કહ્યું, આભર્યું કીધા કુમારી. ઉદે ભાલ ચંદ, અનંતૢ ઉન્નર્સ,
પગી મધ્ય ટીકી, સુનીકી પ્રકાસ; ખુલ્યો માંગ૪ સિંદૂર, કંદૂર પાસ,
વધી તા તિમિ, કાંતિ મોતી વિકાસ,
૩ સુમેળથી શોભતી.
શિરે શીશકૂલ, અમૂલં સુધાર્ટ,
લસે દિવ્ય લાલી, સુલાતં લલાટું, વણી કેશ વેણી, ત્રિવેણી વિરાટ,
ઉમા ધ્યાન ધ્યાવે, સુજાવે ઉચાટ. લસેપ દાઃ ત્રિધામ છાપું લગાડી,
સુરંગી દુરંગી ગુહાતી જુ સાડી, બહુ ફૂલ ફૂલી, અમૂલી જુ વાડી,
મહીં મંડિકા, ચંડિકા મુજ માડી. સહુ દેવ ઇંદ્રાદિ, ચંદ્રાદિ આવે,
ઘણીયું મણીયું, ઘણાં રત્ન લાવે; ભર્યા થાળ મુક્તા, રુ ફુલે વધાવે,
ગલે ગીત સંગીત, નાચે રુ ગાવે.
ધરે હથ્થ માથે, લગાવે ધરત્તી.
વદે સુખ, દુખાં તણી એ વિનંતી; સુરાંનાથ—સન્નાથ કીજે સકત્તી,
મહીયાં કરે, ચંડ મુંડાં મસત્તી,
સુણે દેવ વાણી, કહે ઇસરાણી,
નિચિંતા રહો ઈંદ્ર ઔ ઈંદ્રરાણી; ઘણા દેત ને પ્રેત ધાલું જ ધાણી,
વડાલા ત્રંબાલા, તમે નાદ વાજે,
સુંડાલા દંતાલા, ઉતાલા સુસાજે, ચઢી દિગ્ધ સિંહે, ચલી જુદ્ધ કાજે, ધરા ઓતરા, શેષ પાતાળ ધ્રૂજે.
૪ સુધી, ૫ ઝળકે.
૧૦
૧૧
૧૨
૧૩
કૃપાણી મૃડાણી, તમે હાથ તાણી. ૧૬
૧૪
૧૫
૧૬
૬ હાર. ૭ રાક્ષસો. ૮ પાર્વતી.
૯ મોટા.
Page #6
--------------------------------------------------------------------------
________________ કચ્છના રાજકવિ યતિશ્રી કનકુશળજીઃ 129 થા બથ્થ જટા, બિટા લડાકા, ખલાંરા દલાં, ખેલ ખમ્મા ખડકા; દડા સા ઉડે, અંડ મુંડા દડાકા, ભરે ડગ્ય દિગ્ધા, કરંતા ભડાકા. ઘમઘમ્મ ઘોચે, બરછી ઘોડા, ધમાધમ્મ ધીંગા, ફરસ્સી ધમોડા, મુડતાં પડતાં, લંડતાં સુજોડા, - ખમ્માં સુલગાં, પગાં કંધ ખોડા. ડમક ડમકે, બજે રુદ્ર ડાર્ક, હણ્યા ચંડીએ, ચંડ મુંડાં સુહાકે, હુવા સુંભ નિશુંભ, મહિષાં હલાર્ક, ખરી ય કરી, ભૂત પ્રેતાં ખુરાકે. ગ્રસંતા પલાંરા, ડલા મુખ પ્રાસ, મહમંત અત્ર, કરંત તમારું; ભ૦ ભૂત પ્રેતાં, કરે આગ ત્રાસ, વડા મુંડ ખંડ, કરે મુખ વાસે. 21 પીયે ભૂતણી, પ્રેતણી રકત પ્રયાસ ગ્રસે શ્રિદ્ધણી, યોગણી મંસ ગ્રાસં; હુએ ડાકણી સાણી, હી હુલાસ, ઉડે સાડી, આંતડી લે અકારું. રુકે હું મુંડીય, માલા રચાઈ ઈસો જુદ્ધ, કુદ્ધ, કિયો આપ આઈ સુરાં ઓ નરાં, શેષ સંપે સુહાઈ, વધાઈ વધાઈ સુગાવે વધાઈ બ્રહ્મમ્મા વિસનું વૃષાકં વખાણે, યતી ઓ સતી, પાર યોગી ન જાણે, ઠવ્યો પાય કેલાસ, વાસા ડિકાણે, મહાદેવ સેવા કરે, સુખ માણે. પ્રથી૫ત માંહીં, વધાવો પ્રમાણે, ઔની ફરે, સમુદ્ર તંત આણું, તુમ્હી માહભાઈ, મહી કુછ ભાણે, થયો આસપૂરી, સહી સુચ્છ થાણું. 25 દીય સંપદા, સુખ શાન્તિ સદાઈ મહી સુખ માણે, યોં કીજે સુભાઈ ભરો કચ્છ મેં સંપદા મન ભાઈ લહે ક્રોડ ક્રોડનિ લોકો લુગાઈ 26 વડાઈ લડાઈ તુ માતુ વડાઈ! 10 ભક્ષ કરે. 11 શંકર. 12 અવનિમાં સમુદ્રપાર લગી તમારી આણ ફરતી રહેજે. સુ0 ગ્રહ 9