________________
કચ્છના રાજ કવિ યતિ શ્રી કનક કુશળજી
દુલેરાય કારાણી
કચ્છમાં ઘણું જૂના કાળથી જૈન યતિઓનું પ્રાબલ્ય હતું. આજથી માત્ર અર્ધી સદી પહેલાં પણ જ અહીં દોઢસો પછેડીધારી યતિઓ હતા. હવે તો ભારતના અન્ય પ્રદેશોની માફક કચ્છમાં પણ જૈન યતિઓની સંખ્યા નહિવત રહેવા પામી છે.
કચ્છના રાવથી પહેલા ખેંગારજીને દૈવી સાંગ આપીને એમને સહાયભૂત થનાર યતિશ્રી માણેકમેરજીને રાઓશ્રી સૌરાષ્ટ્રના ચરાડવા ગામેથી કચ્છમાં લાવ્યા, અને એમને ભુજની પોશાળમાં નિયુક્ત કર્યા, ત્યારથી રાજદરબારમાં પણ જૈન યતિઓ ઉચ્ચ સ્થાનના અધિકારી બન્યા. કચ્છ રાજયના પાટવી કુંવરનું વિદ્યાધ્યયન સૌથી પ્રથમ પોશાળના ગાદીપતિ યતિ મહારાજથી શરૂ થતું. આ યુતિ રાજકંવરના કાનમાં || » નમ: સિદ્ધ છે નો મહામંત્ર કુંકતો અને ત્યારપછી તેને પહેલો અક્ષર છંટાવતો. આટલી ક્રિયા પછી કચછના યુવરાજનો વિદ્યાભ્યાસ આગળ ચાલતો. આજે પણ આ પ્રણાલિકા ચાલુ છે.
વિક્રમની સત્તરમી સદીની શરૂઆતથી રાઓ ખેંગારના રાજ્ય-અમલમાં યતિથી માણેકમેરજી કાઠિયાવાડમાંથી કચ્છમાં આવ્યા અને ત્યારથી પોશાળમાં એમની પરંપરાને આરંભ થયો. અઢારમી સદીના મધ્યમાં મહારાઓશ્રી લખપતજીએ ભુજમાં વ્રજભાષા પાઠશાળાની સ્થાપના કરી. લખપતજી મોજીલા, વિલાસી અને સાહિત્યપ્રેમી હતા. લલિત કલાઓના એ પરમ ઉપાસક અને સહાયક હતા. સાહિત્ય, સંગીત અને કલાના ચાહક રાજવી તરીકે કચ્છમાં એ અજોડ હતા.
આ રંગીલા રાજવીએ જયારે કચ્છનો કારભાર હાથમાં લીધો ત્યારે દુનિયાથી અલગ પડેલા એવા કચ્છ પ્રદેશને કાવ્ય-કળા અને હુન્નર-કળા વડે ભારતભરમાં પ્રખ્યાત બનાવી દેવાના એમના અંતરમાં કોડ જાગ્યા હતા. અને તે ઘણે અંશે સફળ થયા છે એમ આજે સ્પષ્ટ જોવામાં આવે છે. કવિ નાનાલાલ જેવા
આ સાંગનું આજે પણ વિજયાદશમીના દિવસે પૂજન થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org