Book Title: Jivto Anekant
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ -૮૭૮ ] દર્શન અને ચિંતન સાબિતી સુધી અનેકાંત ગયે છે, પણ મંદિરે જુદા હોવા છતાં એક જ તીર્થમાં શ્વેતાંબર દિગંબરે સલાહ સંપ અને પૂર્ણ સમાધાનીથી રહી શકે કે નહિ અને રહી શકે તે કેવી રીતે, તેમ જ ન રહી શકે તે કેવી રીતે એને નિર્ણય કરી ખુલાસે આટલા ઝઘડાશાસ્ત્રના અનુભવને પરિણામે પણ અનેકાંતના મહારથીઓએ હજુ લગી આપ્યું નથી. ધાર્મિક જીવનમાં એક જ છિન્નભિન્ન થયેલા અને નજીવી બાબતમાં પણ સ્થાન કે મહિષ યુદ્ધ કરનાર ધર્મવિદ્વાને જે પિતાની પરંપરામાં અનેકાંતદષ્ટિ કે અનેકાંતજીવનને દાવો કરે, તે એમણે આંખ આડા પાટા બાંધ્યા છે, જે બીજાને ને પિતાને જેવા ના પાડે છે, એમ જ કહી શકાય. કમપ્રદેશ એટલે ધંધાનું ક્ષેત્ર. ધંધામાં અનેકાંત લાગુ પડી શકે કે નહિ એ પ્રશ્નને ઉત્તર જેને કદી નકારમાં ન જ આપે. હવે આપણે જોઈએ કે તેમણે ધંધાના ક્ષેત્રમાં અનેકાંત ક્યાં લગી પડ્યો છે? જીવન જીવવા અનેક વસ્તુઓ જોઈએ, કામ પણ અનેક જાતનાં કરવાં પડે. આપણે જૈન પરંપરાને પૂછીએ કે તારે નભવું હોય તે કઈ ચીજ વિના અને કયા વિના ચાલશે? અને તેમ છતાં આપણે જોઈએ છીએ કે જેને એક જ ધંધે શીખ્યા છે ને એક જ ધંધા તરફ ધસે જાય છે. તે ધા છે વ્યાપાર કે નોકરીને. શું જેનેને ખેતીની જરૂર નથી ? શું વહાણવટા કે વિમાની સાહસની જરૂર નથી ? શું આત્મ અને પરરક્ષણ માટે કવાયતી તાલીમની જરૂર નથી? શું તમને પિતાની સ્વચ્છતા માટે ને પિતાના આરોગ્ય માટે બીજાઓની સ્વચ્છતા અને આરોગ્યને જ ભાગ લેવો ઘટે? આપણે જૈન લોકોને ધંધે અને તેને પરિણામે તેમની કચરાતી જતી શારીરિક, માનસિક શક્તિને વિચાર કરીશું, તે આપણને સ્પષ્ટ જણાશે કે જેને ધધાના ક્ષેત્રની બાબતમાં એકતી થઈ ગયા છે. એમને સારું અનાજ, સારાં ફળ અને સ્વચ્છ દૂધ ઘી જોઈએ, પણ એના ઉત્પાદક ધંધાઓ એ ન કરી શકે ! એટલે અનેકાંતને વિચાર માત્ર વિદ્વાન ને ધર્મગુરુઓ પૂરતા જ છે, એમએમણે માની લીધેલું હોવાથી તે પ્રત્યક્ષ જીવનમાંથી સરી ગયો છે. સાહિત્યને પ્રદેશ લઈએ. જેને દાવો છે કે અનેકાંત જેવી વિશાળ અને ઉદાર દષ્ટિ બીજી એકેય નથી, અને છતાંય આપણે હમેશાં માત્ર ગૃહસ્થ જૈનેને જ નહિ, પણ ત્યાગી અને વિદ્વાન જેને સુધ્ધને સાહિત્યની એકેએક શાખામાં બીજાને હાથે પાછું પીતાં ને બીજાના પ્રમાણપત્રથી ફુલાતાં તેમ જ બીજા સંપ્રદાયના વિદ્વાનોનું ન છૂટકે અનુસરણ કરતાં જોઈએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14