Book Title: Jivto Anekant Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ જીવતો અનેકાન ( ૮ જેવા મતભેદને શમાવી ન શકે, તેઓમાં અનેકાંતનું તત્ત્વજ્ઞાન કે અનેકાંતમય ધર્મ છે એમ કેશુ કહેશે? ઠીક ભલા, એથી આગળ ચાલી જઈએ. ડી વાર એમ માને કે અનેકાંતદષ્ટિ માત્ર એક જ જૈન ફિરકાને વરી છે, તે પછી તે ફિરકાના અનુયાયીઓને આપણે જરૂર પૂછીશું કે ભાઈઓ! તમારા શ્વેતાંબર કે દિગંબર કોઈ એક જ ફિરકામાં પહેલેથી આજ લગી ગણ-ગચ્છના નાના નાના અનેક વાડાઓ કેમ પડ્યા કે જે વાડાઓ એકબીજાથી દૂર રહેવામાં જ મહત્વ માનતા આવ્યા છે ? શું અનેકાંત એ સાંધનાર છે કે ભાગલા પડાવનાર છે? જે ભાગલા જ પડાવનાર હેય તે તમારું સ્થાન દુનિયાના બીજા કોઈ પણ ઊતરતામાં ઊતરતા પંથ કરતાં ચડિયાતું નથી. સાંધનાર હોય, તો તમે પિતાના ફિરકામાં પડતા નાના નાના ભાગલાઓને પણ સધી ન શકવાને કારણે જીવનમાં અનેકાંત ઉતારી શક્યા નથી, અનેકાંતને જીવતો રાખી શક્યા નથી. બહુ જૂના વખતની વાત જતી કરીએ અને છેલ્લા પાંચ વર્ષના નવા ફાંટાને જ વિચાર કરીએ, તોય જૈન પરંપરામાં ધાર્મિક જીવન અનેકાંત વિનાનું જ જણાશે. સ્થાનકવાસી ફિરકાને પૂછીએ કે તમે પ્રથમના બે ફિરકાથી જુદા પડી અનેકાંત સિદ્ધાન્ત જીવતે રાખે છે કે તેની ચૂંથાયેલી કાયાના વધારે કટકા કર્યા છે? જે સ્થાનકવાસી ફિરકાએ પોતાનાં નાનાંમોટાં ટોળાંને સાંધવા પૂરતો અને એધાની દશીઓ આમ બાંધવી કે તેમ બાંધવી તેના એક નિર્ણય પૂર પણ અનેકાંત જીવી બતાવ્યું હોત, તે એટલે તે સતિષ થાત કે જીવનમાં અનેકાંતની હત્યા કરનાર પ્રથમના બે ફિરકાઓ કરતાં આ નવા ફિરકાએ કાંઈક અનેકાંતનું જીવન બચાવ્યું, પણ આપણે તો ભૂતકાળના ઈતિહાસ અને વર્તમાન જીવનમાં જોઈએ છીએ કે છ કોટી, આઠ કોટીના બેલની સંખ્યા પૂરતા અગર અમુક પાઠ બોલવા ન બેલવાના ભેદ પૂરતા, અગર કેળાં ખાઈ શકાય કે નહિ તે પૂરતા, અગર પર્યુષણ પર્વ અમુક તિથિએ કરવા ન કરવા પૂરતા અનંત ઝઘડાઓ વધારી અનેકાંતના અનેક અંત કરી નાખ્યા છે. ટૂંકમાં, જૈન પરંપરાના ધાર્મિક ઈતિહાસમાં અનેકાંત જીવતે તે નજરે જ પડતો નથી. હા, કલ્પનામાં તેણે અનેકાંત એટલે લગી વિરતાર્યો છે કે અનેકાંતનું પિષણ કરનાર એક ખાસું સ્વતંત્ર સાહિત્ય સર્જાયું છે. પરંતુ આ સ્થળે એ વાત ખાસ ભારપૂર્વક નોંધવા જેવી છે કે અનેકાંતની વ્યાખ્યા કરતાં આચાર્યોએ ને વિદ્વાનોએ જે ઉદાહરણ ને દાખલાઓ આપ્યા છે ને હજુયે આપે છે, તે ઉદાહરણો વાળના અગ્ર ઉપર નાચી શકાય કે નહિ એ પ્રશ્નના મનોરંજક જવાબ જેવા છે. આકાશને ફૂલ છે પણ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14