Book Title: Jivto Anekant
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 12
________________ જીવતો અનેકાન્ત [ ૮૮૧ ગયે અને નાના નાના ગેળમાં વહેંચાઈ ક્ષીણવી થવા લાગે. વીસા દસાને ઊતરતા ગણે, તે દસા પાંચાને અને પાંચા અઢાઈયાને. સંસ્કાર, ઉંમર અને બીજી બધી યોગ્યતા હોવા છતાં એક જાતને બીજી જાત સાથે અને એક ગોળને બીજા ગોળ સાથે લગ્નવ્યવહાર ટૂંકા. લગ્ન અને બીજી જરૂરી બાબતોમાં જૈન સમાજ બીજા સમાજ સાથે છૂટાછેડા કર્યો જ જતો હતો, અને વધારામાં તે અંદર અંદર પણ સંબંધ પિવાને બદલે તેડવા લાગ્યા. સંકુચિતપણનું ઝેર માત્ર લગ્નસંબંધના વિચ્છેદ સુધી જ ન અટકયું, પણ તેણે ધર્મક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો. તાંબર અને દિગંબરના લગ્નસંબંધ વિચ્છિન્ન થયા અને દિગંબર ફિરકામાં તે આ વિશે એટલે સુધી અસર કરી છે કે તે સમાજને પ્રતિષ્ઠિત પંડિતવર્ગ દિગંબર દસાભાઈઓને પૂજા-અધિકાર પણ કબૂલ નથી. દસા કામને દિગબર ગમે તેવો સંસ્કારી કે વિદ્વાન હોય, પણ તે સર્વસામાન્ય મંદિરમાં પૂજા-અધિકાર મેળવી શકતા નથી; એટલું જ નહિ, પણ જો તેણે કયાંય એવે સ્થાને પૂજા કરી, તો તેને બીજા વર્ગ દ્વારા કેટે ઘસડવાના દાખલાઓ પણ આજે બને છે. જે અનેકાંતે સગુણેને જ એકમાત્ર નિરભિમાન ઉચ્ચતાની કસોટી કહેલ, તે જ અનેકાંત નિપ્રાણુ થતાં આજે ભાઈ એમ ન સંધાય એવા ભાગલા પાડી રહ્યો છે. છેલ્લે રાષ્ટ્રીયતાને પ્રદેશ ઉપસ્થિત થાય છે. જૈન સમાજને ત્યાગીવર્ગ આપમેળે દીર્ધદષ્ટિપૂર્વક ક્યારે પણ રાષ્ટ્રભાવના પિષતો રહ્યો હોય એમ ઈતિહાસ જોતાં જણાતું નથી. અલબત્ત, કઈ પરાક્રમી અને સમજદાર નરરને સમાજમાં પાકે અને તેઓ મુખ્યપણે પોતાની સૂઝથી રાષ્ટ્રોદ્ધારનું કામ કરે ને તેમાં જશ મેળવે, તે પાછળથી જૈન ત્યાગી અને વિદ્વાન વર્ગ પણ તેના રાષ્ટ્રકાર્યની યશોગાથા ગાય અને પ્રશસ્તિ રચે. ભામાશાહ પ્રતાપને મદદ કરે ત્યાર બાદ તેની યશોગાથા આજ સુધી પણ ગવાતી આપણે સાંભળીએ છીએ. જોવાનું એ છે કે આ રાષ્ટ્રકાર્યની પ્રશંસા સ્વયંવિચારપ્રેરિત છે કે તે લેપ્રવાહનું અનુસરણ છે ? જે વસ્તુપાલ, ભામાશાહ કે બીજા કેઈ પણ તેવા વરના રાષ્ટ્રોદ્ધારકાર્યને અનેકાંતના વિવેકમાં ધરમૂળથી જ સ્થાન રહ્યું હોત તો તે વિવેક જૈનસમાજમાં એવું કાર્ય સતત ચાલુ રાખવાની અને પિષવાની પ્રેરણા આપત, પણ આપણે એથી ઊલટું જોઈએ છીએ. કઈ પણ ત્યાગી કે ધર્મશાસ્ત્રી પંડિત રાષ્ટ્રકથાને વિકથા કહીને ઉતારી પાડે છે અને રાષ્ટ્રીય પ્રવૃત્તિને રાજ્યવિરુદ્ધાતિક્રમ-અતિચાર કહીને તેમાં જોડાતા ઉત્સાહી યુવકેને હતોત્સાહ કરે છે. એક યુગ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14