Book Title: Jivanshuddhi ane Mahavir Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ 476] દર્શન અને ચિંતન ખાસ કરી ગૃહસ્થ અને સાધક જીવનની ઘટનાઓ, આપણું જીવનમાં કઈ કઈ રીતે બની રહી છે તે ઊંડાણથી જોયા કરવું. ચમત્કા, દેવી ઘટનાઓ અને અતિશયોની વાતો પાછળનું યથાર્થ રહસ્ય, આપણા જીવનને સામે રાખી ભગવાનના જીવનમાં ડોકિયું કરવાથી, તરત ધ્યાનમાં આવશે અને ધ્યાનમાં આવતાં જ ભગવાનની સ્વતઃસિદ્ધ મહત્તા નજરે ચડશે. પછી એ મહત્તા માટે કઈ ઠાઠમાઠ, દિવ્ય ઘટના કે ચમત્કારનું શરણું લેવાની જરૂર નહિ રહે. જેમ જેમ એ જરૂર નહિ રહે તેમ તેમ આપણે ભગવાનના જીવનની એટલે સાંવત્સરિક પર્વની નજીક જઈશું. આજે તે આપણે બધાય સાંવત્સરિક પર્વમાં હોવા છતાં તેમાં નથી, કારણ કે આપણે જીવનશુદ્ધિમાં જ નથી. એટલે સાંવત્સરિક પર્વનું કલેવર તે આપણી પાસે છે જ. એમાં પ્રાણ પુરાય અને એ પ્રાણ પુરાવાના સ્થળ ચિહ્નરૂપે આપણે સમાજ અને રાષ્ટ્ર માટે ભેગને ત્યાગ કરીએ અને એમ સાબિત કરી બતાવીએ કે સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થવાની જીવનશુદ્ધિ અમારામાં આ રીતે છે, તે આજનું આપણું આંશિક કર્તવ્ય સિદ્ધ થયું લેખાય. ભગવાનની જીવનશુદ્ધિને એટલે તેને પડો પાડતા સાંવત્સરિક પર્વને પંથ એવો વિશાળ છે કે તેમાંથી આપણે આધ્યાત્મિક અને લૌકિક બને કલ્યાણ સાધી શકીએ. હવે જોવાનું છે કે જીવનશુદ્ધિને દા કરતા આપણે સમાજ અને રાષ્ટ્રસેવા દ્વારા એને કેટલે વિકાસ કરી શકીએ છીએ. રસ્તે તે આજે ખુલ્લું થઈ ગયું છે. રાષ્ટ્રધર્મ એટલે પ્રવૃત્તિ અને જીવનશુદ્ધિ એટલે નિવૃત્તિ, એ બે વચ્ચેના માની લીધેલ વિરોધનો ભ્રમ પણ હવે ભાંગી ગયેલ છે. એટલે ફક્ત પુરુષાર્થ કરવો છે કે નહિ, એને જ ઉત્તર આપવો બાકી રહે છે. આના ઉત્તરમાં જ જૈન સમાજનું જીવન અને મરણ સમાયેલું છે. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, 1930. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4