Book Title: Jivanshuddhi ane Mahavir Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર [ ૨૯ ] આજને છેલ્લે દિવસ એટલે શું ? લેકે એને સાંવત્સરિક દિવસ કે પર્વ કહે છે, પણ વળી સાંવત્સરિક એટલે શું એ પ્રશ્ન થાય છે. એને ઉત્તર ઉપરના માળામાં આવે છે. ભગવાન મહાવીર અને જીવનશદ્ધિ એ બે વસ્તુ નેખી નથી જ. એ તે એક જ તત્વનાં બે નામે અને રૂપ છે. કલ્પના અને બુદ્ધિ જ કાંઈક વિચારી શકે તેવી સૂક્ષ્મ વસ્તુ એ જીવનશુદ્ધિ, અને હાલતી ચાલતી તથા જીવતી જાગતી, તેમ જ સ્થૂળ દષ્ટિને પણ ગ્રાહ્ય થઈ શકે તેવી જીવનશુદ્ધિ એ ભગવાન મહાવીર. આજનો દિવસ જીવનશુદ્ધિનો; એટલે જીવનશુદ્ધિને આદર્શ માનનાર હરકેઈને માટે પિતાના ભૂત જીવનમાં ડોકિયું કરવાને અને એ જીવનમાં ક્યાં ક્યાં કચરો એકઠો થયે છે એની સૂક્ષ્મ તપાસ કરવાને. આટલું જ કરવા માટે આપણે ભગવાનનું જીવન સાંભળીએ છીએ. જે એ જીવન સાંભળી પિતાના જીવનમાં એકવાર પણ ડકિયું કરાય અને પોતાની નબળાઈઓ નજરે પડે તે સમજી લેવું કે તે બધાં જ તપ તપે અને બધાં જ તીર્થોની યાત્રા કરી ! પછી દેવ, ગુર અને ધર્મ એ ત્રણની જુદાઈ નહિ રહે, એને માટે એને રણઝની પેઠે રખડવું નહિ પડે. આપણે સાંવત્સરિક દિવસે કેટલા પસાર કર્યો ? તેને સ્થૂળ ઉત્તર તે સૌ કઈ પિતાની જન્મપત્રિકામાંથી મેળવી શકે, પણ યથાર્થ સાંવત્સરિક દિવસ પસાર કર્યો છે કે નહિ એને સત્ય ઉત્તર તો અંતરાત્મા જ આપી શકે. પચાસ વર્ષ જેટલી લાંબી ઉંમરમાં એકવાર પણ આવું સાંવત્સરિક પર્વ જીવનમાં આવી જાય તે એનાં બાકીનાં ઓગણપચાસે સફળ જ છે. ભગવાન મહાવીરનું જીવન સાંભળીએ છીએ ત્યારે તેમના ઉપર પડેલા ઉપસર્ગો સાંભળી અને તેમની પાસે હાજર થતી દેવોની સંખ્યા સાંભળી કાં તે અચરજ પામી વાહ વાહ કરીએ છીએ અને કાં તો “કાંઈક હશે” એમ કહી અશ્રદ્ધાથી કેકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4